________________
અપૂર્વ અવસર
હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહિ;
તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.
અને અહિંયા રાગ કહ્યો- ‘અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને’ રાગ એ મોહનું સ્વરૂપ છે. છેલ્લામાં છેલ્લું. એટલે આચાર્યશ્રી કહે છે. અણુમાત્ર એક રાગનો કણિયો- અણુ. આ સામાન્ય પુદ્ગલ પરમાણુ સ્કંધના રૂપમાં જ દેખવામાં આવે છે. આપણે એને એકલા સ્વરૂપમાં તો જોઈ શક્તા નથી. આવા અણુને પણ જ્ઞાની જ્ઞાનની દૃષ્ટિથી જુએ છે. એટલે કહે છે કે આવો અણુમાત્ર જો રાગનો સદ્ભાવ જીવમાં હોય - સદ્ભાવ એટલે હોવાપણું વિદ્યમાનતા. એક અણુમાત્ર પણ જો રાગની વિદ્યમાનતા આત્મામાં હોય, ક્યાંય પણ સ્પૃહાના રૂપમાં, રતિના રૂપમાં, તૃષ્ણાના રૂપમાં, ઇચ્છાના રૂપમાં હોય તો તે હોય સર્વ આગમધર ભલે, પણ જાણતો નહીં જીવને. આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ નહીં થાય. કેવળજ્ઞાન પ્રગટ નહીં થાય. મોહનીયના સર્વનાશ વિના કેવળજ્ઞાનનુ પ્રગટ થવું અસંભવિત છે. પૂર્ણ વીતરાગ થયા વિના આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે. રાગ, દ્વેષ ગયા ન હોય અને તપ કરીને ઊભો ઝાડની માફક સુકાઈ જાય તો પણ એને કેવળજ્ઞાન પ્રગટે નહીં. એ રાગદ્વેષ ગયે, ગમે તે સ્થિતિમાં, ગમે ત્યાં બેઠા કેવળજ્ઞાન ઉપલબ્ધ થાય. રાગદ્વેષ છે એ મોહનું સ્વરૂપ છે. આખો દર્શનનો સાર ‘વીતરાગ’ શબ્દમાં મુક્યો છે. અધ્યાત્મ દર્શન તો ઘણા છે. પણ આત્માની મુક્તિ માટેનું અમોધ દર્શન ક્યુ તો કહે વીતરાગ દર્શન. આ
વીતરાગ શબ્દ સમજાઈ જાશે તે દિવસે કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થશે. જે દિવસે રાગનો અણુમાત્ર પણ સદ્ભાવ નહીં હોય.
અણુમાત્ર પણ રાગાદિનો, સદ્ભાવ વર્તે જેહને,
તે સર્વ આગમધર ભલે, પણ જાણતો નહીં આત્મ ને.
પૂર્ણ વીતરાગ દશામાં જગત જ્ઞાન અપેક્ષિત નથી. કેવળજ્ઞાનની બાબતમાં આ પુરૂષનું બહુ સ્પષ્ટ દર્શન છે. એટલે એમણે કહ્યું છે કે, ત્રણેકાળ અને ત્રણે છે લોકનું સમયે સમયનું જ્ઞાન હોવું તે કેવળજ્ઞાન, એવો જે કેવળજ્ઞાનનો પ્રાથમિક અર્થ છે. એમાં શ્રીમદ્ભુને વિરોધ દેખાય છે. એટલે કહે છે કે, જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરૂષે કહ્યું છે. અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ
૧૨૨
અપૂર્વ અવસર અને આત્મસમાધિ છે. ઉપયોગની ઉપયોગ સાથેની એક્તા છે. એના ઉપયોગમાં બાહ્ય કોઈ પણ પ્રકારનો લક્ષ વર્તતો નથી. જગતનું જ્ઞાન થવું આદિ કહ્યું છે એ તો આવા અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. કેમ કે જગતના જ્ઞાન ઉપર વિચાર કરતાં કરતાં આત્મ સામર્થ્ય સમજાય છે. આ તો આપણા જેવા જીવને કેવળજ્ઞાનનો મહિમા બતાવવા માટે કહ્યું છે. કારણ કે કોઈ જ્યોતિષ આદિ વિદ્યા જાણતો હોય તો આપણને એનું ખૂબ જ માહાત્મ્ય લાગે છે. આપણે જ્ઞાનની મહત્તા ઇન્દ્રિય જ્ઞાનની અભિપ્સાના આધારે કરીએ છીએ. કે અમુક વ્યક્તિ જગતને જાણે છે, ભૂતકાળને જાણે છે, વર્તમાનકાળને જાણે છે, તો હવે આવા જીવને સમજાવવો છે. તો એને સમજાવવા કહ્યું કે કેવળજ્ઞાન એટલે ત્રણકાળનું, ત્રણલોકનું, બધા જ પર્દાથનું અને બધાજ પર્યાયનું જ્ઞાન જેને છે. એને કેવળજ્ઞાન કહેવાય. પણ કૃપાળુદેવ કહે છે,
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન;
કહીયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. આ.સિ.-(૧૧૩)
કેવળ નિજ સ્વભાવનું અખંડજ્ઞાન, એમાં ખંડ ન હોય એમાં ખંડપણું અપેક્ષિત નથી. આત્માની અખંડ સ્થિતિ-સ્થિરતાની અખંડતા અને આત્માનું અખંડ સમાધિપણું એજ કેવળજ્ઞાન છે. એટલે કૃપાળુદેવ કહે છે, આત્મા અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળજ્ઞાન મુખ્ય પણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન છે. અને ત્યાં આત્મા સિવાય બીજું કંઈ જણાતું નથી. ઉપયોગની ઉપયોગમાં એક્તા છે. ઉપયોગની ઉપયોગમાં તદ્રુપતા છે તો તે જ ત્યાં પોતાના સ્વરૂપમાં સમાયો છે. પોતાનો જ જ્ઞાનગુણ પોતાના જ સ્વરૂપમાં લીન થઈ ગયો છે. માટે આત્માના શુદ્ધ સ્વરૂપને ‘ચિન’ કહ્યો છે. ‘ચિહ્નન’ એટલે હવે એના પ્રદેશની અંદર બીજું કાંઈ નથી. એનો જ્ઞાનગુણ એના પ્રદેશે પ્રદેશની અંદર વ્યાપ્ત થયો છે. અને એકાકાર થયો છે. એને ચિદ્દન કહેવાય. એને જ્ઞાનથન કહેવાય. ચિદ્દન એટલે એમાં દર્શન અને જ્ઞાનનો સંયુક્ત ઉપયોગ છે. એને ચૈતન્ય કહેવાય છે. એ ચૈતન્ય નામનો ગુણ છે. એટલે આત્માના જ્ઞાનગુણ અને દર્શનગુણનું સક્રિયાત્મકપણું એ ક્રિયાત્મક પણાનો ગુણ એને આપણે ચૈતન્ય
૧૨૩