________________
અપૂર્વ અવસર છે. એક આજ્ઞારૂપ અને બીજી માર્ગને જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞાના આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.” આ ચોવીસ વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્ર લખે છે. આ નજરે જાયેલી, આત્માએ અનુભવેલી વાત છે કે, જો જીવ ઉપશમ શ્રેણીમાં ગયો હોય તો માર્ગના અજાણપણાને લીધે કે આજ્ઞાના અનઆરાધકપણાને લીધે પાછો વળી શકે છે. એટલે આ પદની રચનાની અંદર આ બન્ને વસ્તુ ધ્યાનમાં રાખીને એમણે કહ્યું કે, ‘શ્રેણી લપકતણી કરીને આરૂઢતા. ત્યાં ઉપશમ શબ્દ ન મૂક્યો. ક્ષેપકની વાત કરી. હવે ભૂલ નથી કરવી. પૂર્વે જે ભૂલ કરી છે, લથડ્યા છીએ, તે જાણે છે. આ ઠેઠ ઉપર સુધી પહોંચેલો આત્મા છે. આને ભોમિયા કહેવાય. ભોમિયાએ બતાવેલા માર્ગમાં કોઈદિ ભૂલ હોય નહીં. નકશો કાઢીને માર્ગ જોયો હોય તો એમાં ભૂલ થવાની સંભાવના છે. જેમ કોઈ ટેલીફોન ઉપર હાથના ઈશારાથી માર્ગ બતાવે તો સામે જીવ સમજી ન શકે. તેમ જગતના જીવો આપણને માર્ગ બતાવે છે અને એ બતાવેલા માર્ગથી અનેક જીવો ભૂલા પડ્યા છે. શ્રીમજી કહે છે, “શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા.’ હવે શપક શ્રેણીમાં આરૂઢ થાઉં છું. જેમ ઘોડેસવાર ઘોડા ઉપર બેસે ત્યારે આરૂઢ થયો કહેવાય. હાથી ઉપર બેસે ત્યારે આરૂઢ થયો. રાજા સિંહાસન ઉપર આરૂઢ થાય. એમ ‘આરૂઢતા” શબ્દ છે. વિજય પ્રાપ્ત કરવાનો છે હવે. જેમ પવનવેગી અશ્વ હોય, રવાલ ચાલ હોય, અશ્વમેઘનો અશ્વ હોય તો એના પરની સવારી આરૂઢતા કહેવાય. ‘શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા.’ આ તો ક્ષપક શ્રેણીનો અશ્વ છે. હવે આ પાછો ન આવે, ક્ષેપક શ્રેણીનો ઘોડો ક્યારેય પાછો આવી શક્તો નથી. ચારિત્ર મોહને સંપૂર્ણ નાશ કરવાનાં પરિણામ તે ક્ષપક શ્રેણીનો ઉગ્ર પુરૂષાર્થ છે. આ એને છેલ્લે કરવું છે. ચારિત્રમોહના છેલ્લાં કણિયાં- બધું સાફ કરી લીધા પછી- કદાચ ક્યાંય રહી ગયા હોય તો આ ક્ષેપક શ્રેણીમાં આવેલો જીવ એને ક્ષીણ કરવા માંગે છે. ‘તેથી પ્રક્ષીણ ચાસ્ત્રિ મોહ વિલોક્સેિ.’ તેમણે પ્રક્ષીણ કહ્યું ત્યારે જ ખબર છે કે હવે તો એવા નિગ્રંથ થવું છે કે ચારિત્રમોહ ઉપશમ નથી કરવો, પ્રક્ષણ કરવો છે. એટલે ક્ષપક શ્રેણી વિના આરો વારો નથી. અહિંયા સંતબાલજીએ લખ્યું છે,
૧૧૨
અપૂર્વ અવસર ‘ક્ષપકશ્રેણીને લાયક થયેલો સાધક મૂળે જ વિવેકસંપન્ન અને શ્રદ્ધા સંપન્ન હોય છે. એના જીવનમાં જૈન દૃષ્ટિએ જ્ઞાન અને ક્રિયાનો સુંદર સહચાર હોય છે. યોગિક દૃષ્ટિએ જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સરસ સમન્વય હોય છે.” અને એટલે જ આ અનન્ય ચિંતન એને નિદિધ્યાસનની ભૂમિકાનો પરિપાક આપે છે. કે જે પરિપાક મળ્યા પછી અનંત યુગની ભાવટ એકાએક ભાંગી જાય છે. આવી શ્રેણીમાં – ક્ષપક શ્રેણીમાં કોણ પહોંચી શકે? એ શ્રેણીમાં ચાલવાનું ગજું કોનું છે? એમાં લખ્યું છે, ‘જ્ઞાન અને ક્રિયાથી જેણે વિષય કષાયો ને જીતીને આત્માને શુદ્ધ બનાવ્યો છે એવા મહાત્મા પુરૂષો જ ક્ષપકશ્રેણી માંડી શકે છે.” ઉમાસ્વાતિજીનું સૂત્ર છે ‘જ્ઞાન ક્રિયાભ્યાં મોઃ” જ્ઞાન અને ક્રિયાથી જેણે વિષય કષાયોને જીતીને આત્માને શદ્ધ બનાવ્યો છે એવા મહાત્મા પુરૂષો જ ક્ષેપક શ્રેણી માંડી શકે છે. જેમણે કષાયને જીત્યા નથી પણ ઉપશમાવ્યા છે, તેમને ક્ષપકશ્રેણી માંડવાને બળવાન પુરૂષાર્થને યોગ્ય બનવું પડે છે. ચારિત્ર મોહને સમૂળગો ક્ષય કરવાના પરિણામ તે ક્ષેપક શ્રેણીનો ઉગ્ર પુરૂષાર્થ છે. આ ગુણ શ્રેણીમાં સમયે સમયે અનંતગુણી પરિણામ વિશુદ્ધિ અધિક અધિક વધતી જાય છે. આને અનન્ય ચિંતન કહેવાય. ‘સમયસારજી' શાસ્ત્રની અંદર એક આત્મવિશુદ્ધિ અધિકાર આવે છે. એની એક એક ગાથાઓમાં આ અનન્ય ચિંતનની ભાવનાઓ છે. અપૂર્વકરણને પ્રાપ્ત થયા પછી ક્ષેપક શ્રેણીની અંદર આવ્યા પછી, એ અપૂર્વકરણમાં મનનાં પરિણામમાં ભાવ નામનું કરણ હાથમાં લે છે. એટલે સમયે સમયે જ્ઞાનશ્રેણી અને ગુણશ્રેણી પ્રગટે છે. એરેથમેટીક રેશિયો એટલે ૪+૪=૮ ગુણ શ્રેણીમા ૪૪૪=૧૬ ૮+૮=૧૬ પણ ૮૪૮-૬૪ ૯+૯=૧૮ પણ ૯*૯=૮૧ એમ પોતાના અનંતાકર્મોને ક્ષણ માત્રમાં ભસ્મ કરી નાખે. કૃપાળુદવે આ વાતને અતિ સંક્ષેપમાં સમજાવી છે. ‘આત્મસિદ્ધિ'માં તો કોઈ વિષય છોડ્યો નથી. ટૂંકામાં પણ સાદી ભાષામાં એમાં લખ્યું છે,
વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. આ.સિ.-(૧૧૨)
આ એની દર્શનવિશુદ્ધિનો અધિકાર છે. આ આત્મવિશુદ્ધિ થાય છે. સમયે સમયે અનંતગુણી નિર્જરા થાય છે. હવે કર્મો હળવે હળવે જાતા નથી. કૃપાળુદેવે
૧૧૩