Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 55
________________ અપૂર્વ અવસર હતા. છતાં પણ લેશ પણ મનમાં વિકાર ન થવાનું કારણ એને મનમાં પ્રસન્નતા વેદાતી નહોતી. ‘સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો.” (૨૬) રજકણ કે વૈમાનિક રિદ્ધિ- એમાં કેવળ નિર્લેપભાવપણું, કેવળ નિર્મોહિપણું એને બન્ને વસ્તુસમાન છે. કોઈના પ્રત્યે રાગ નથી કે ષ નથી. કોઈના પ્રત્યે રતિભાવ નથી, કોઈના પ્રત્યે અરતિ ભાવ નથી. આ સૂક્ષ્મ પરિણતિ છે. આવી છવ્વીસ અપૂર્વ અવસરની અવસ્થાઓ પ્રાપ્ત કરી તે કૃપાળુદેવ કહે છે – આ બધી અવસ્થામાંથી ભગવાન પસાર થયા છે. બધી અવસ્થા એમણે સિદ્ધ કરી છે. માત્ર લખી નથી અનુભવથી સિદ્ધ કરી છે. એટલે કહે છે - ‘એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જયાં કરણ અપૂર્વ ભાવ જો.’ હવે હું એ જગ્યાએ આવું છું. કે જયાં કરણ -કરણ એટલે આત્માના પરિણામ- અપૂર્વ હોય. ‘અપૂર્વકરણ.” આ અનાદિ અનંતની યાત્રામાં જીવ બેવાર અપૂર્વકરણના પ્રયોગ કરે છે. અપૂર્વકરણ એટલે, પુરી તાકાત લગાવીને, કરેડિયાં કરીને, જીવની પુરી તાકાતથી, પુરા વિશ્વાસથી, મન-વચન-ક્રિયાની એકાગ્રતા થી જેમ ઓલમ્પિક્સમાં દોડતો ખેલાડી છેલ્લે જીતવા માટે કેવી ફાળ ભરે – એમ અપૂર્વકરણ જીવનમાં બેવાર પ્રાપ્ત થાય. એક્વાર મિથ્યાત્વમાંથી અપૂર્વકરણ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે. પહેલાં ગુણસ્થાનકથી ચોથાગુણસ્થાનકે છલાંગ મારે એ અપૂર્વકરણથી મારે. આ જીવ બોધની તત્ત્વજ્ઞાનની વાત રોજ ર્યા કરે પણ પ્રયોગ કોઈ દિવસ ન કરે. જ્ઞાની કહે છે ગ્રંથિભેદ સુધી આ જીવ અનંતીવાર આવીને પાછો હટયો છે. કારણ કે જ્યારે જીવ ગ્રંથિભેદ કરવાનો પુરૂષાર્થ કરે છે ત્યારે એ ગ્રંથિ રૂપાંતર થઈને એને નબળો પાડી દે છે. કે હમણાં શું ઉતાવળ છે? પછી હું આનો જય કરીશ. મને ખબર છે, હું જાણું છું મને આનાથી કંઈ નુકશાન થશે નહીં. આ જાણપણને લીધે જે મોહદશામાં પડે છે એ ક્યારે પણ અપૂર્વકરણ કરી શક્તો નથી. જીવને સત્પુરૂષનો બોધ પ્રાપ્ત થતો હોય તો કરેંગે યા મરેંગે એવા પુરૂષાર્થમાં લાગીને પહેલું અપૂર્વકરણ પ્રાપ્ત કરવા મંડી પડવું જોઈએ. Do or die, not to question why? કરો અને પામો. શા માટે? એ પૂછવાની જરૂર નથી. કારણ કે સત્પુરૂષનો બોધ અપૂર્વ અવસર છે. સર્વજ્ઞનું કથન છે. જિનેશ્વરની આજ્ઞા છે. why પૂછનાર આપણે કોણ? એ સ્થિતિમાં આવીને જીવ ગ્રંથિનો ભેદ કરે એ પહેલું અપૂર્વકરણ. પહેલું અપૂર્વકરણ દર્શન મોહનો નાશ કરે અને બીજું અપૂર્વકરણ ચારિત્રમોહનો નાશ કરે. આ છવ્વીસ પ્રકારનાં પગથિયામાં ચડી અને જીવ અપૂર્વકરણમાં આવીને છેલ્લી જે મર્યાદા છે મોહની, મોહના જે છેલ્લાં દળિયા છે એને સમાપ્ત કરે એ બીજું અપૂર્વકરણ છે. આ બીજા અપૂર્વકરણથી સર્વજ્ઞતા, પૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન એ જીવ પ્રાપ્ત કરે છે. દેહ છતાં નિર્વાણની અવસ્થા એ બીજા અર્પવકરણથી પ્રાપ્ત કરે છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આ ભૂમિકાએ પહોંચીને આપણી સાથે વાત કરે છે. શબ્દપ્રયોગ વાપર્યો છે. ‘આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો.’ પહેલાં અપૂર્વકરણના તો આ છવ્વીસ સાધન હતા. પણ બીજા અપૂર્વકરણની અંદર સાધનમાં કેવળ ભાવ. કેવળ અંતરની પરિણતિ. કેવળ શ્રુતનું અવલંબન, કેવળ અનન્ય ચિંતન જેના જેવું બીજું કોઈ ચિંતન હોઈ શકે નહીં. ‘અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.’ અનન્ય ચિંતન એટલે જ કૃપાળુદેવે કહ્યું છે ‘કર વિચાર તો પામ” આ સાદા-સામાન્ય વિચારની વાત નથી. Contemplation with meditation જ્યારે તું તારા આત્મસ્વરૂપમાં લીન છો અને ત્યારે તારા આત્માના જ્ઞાન ગુણની જે પર્યાય છે એને જ્ઞાનીઓએ ‘અનન્યચિંતન' કહ્યું છે. એને જ્ઞાનીઓએ અનુપ્રેક્ષા કહ્યું છે. આવી અનુપ્રેક્ષાની ભાવનાની અંદર આવી ચિંતવના કરતાં કરતાં અનંતા જીવો કેવળજ્ઞાનને પામ્યા છે. ભરત મહારાજા આરિલાભુવનમાં તૈયાર થતા હતા, અને આંગળી ઉપરથી વેઢ નીકળી ગયો, એ વેઢથી આંગળીનું મહત્ત્વ, આંગળીથી શરીરનું મહત્ત્વ અને શરીરથી મારું મહત્ત્વ? તો મારી મહત્તા આ વેઢમાં છે-વટીમાં છે? એક આંગળીમાંથી વીંટી નીકળી જતાં અનન્ય ચિંતનની ધારા શરૂ થાય છે. પૂર્વે કરેલું છે માટે સંસ્કાર છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત હોવા છતાં બધા માણસોને મોક્ષની પ્રાપ્તિ કેમ ન થાય? તો કહે એને સત્પુરૂષના બોધની શ્રુતિ નથી. અને શ્રુતિ ન હોય તો કોઈ સંસ્કાર ન હોય. આપણને બોધની શ્રુતિ જ નથી. અને પૂર્વના સંસ્કાર ૧૯ ૧૦૮

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99