________________
અપૂર્વ અવસર બહુ પથરાવ્યા, બહુ વિસ્તાર્યા હવે સંક્ષેપ કરવાનાં છે. (૬) આ યોગની પ્રવર્તના હવે સ્વરૂપના લક્ષથી, જિનેશ્વરની આજ્ઞાથી અને
સંયમના હેતુથી થાય. “આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધિન.” હવે આ મન-વચન-કાયાના યોગનું જે પ્રવર્તન થવા સર્જાયેલું હશે તે ફક્ત સ્વરૂપનો લક્ષ, જિનેશ્વરની આજ્ઞાને આધિન અને સંયમના હેતુથી જ થશે.
એ સિવાય આ યોગની પ્રર્વતના પણ જોઈતી નથી. (૭) તે પણ - તે પ્રર્વતના પણ અંતે નિજસ્વરૂપમાં લીન થાય એ રીતે ક્રમશઃ
ઘટતી અવસ્થામાં જોઈએ છે. જ્ઞાન થયા પછી એની પ્રવર્તના ઘટતી હોય. ‘તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, નિજ સ્વરૂપમાં લીન થવાના હેતુથી સમાઈ જાય છે. પોતામાં સમાઈ જવાની સ્થિતિ. ‘જે સમજયા તે સમાયા.” કૃપાળદેવે સૌભાગભાઈને એક વાક્યમાં પરમાર્થમાર્ગની સાધનાનો સાર કીધો. કે જે સમજયા છે તેનું લક્ષણ
સમાઈ જવું તે છે. (૮) પંચેન્દ્રિય વિષયમાં રાગદ્વેષ વિરહિતપણું. (૯) પંચ પ્રમાદમાં મનની ક્ષોભ રહિત અવસ્થા. (૧૦) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વિના, અપ્રતિબદ્ધ પણે, ઉદયાધીન
અને વીતલોભ એની વિચરણા હોય. વિચરવું છે પણ ભાવ અપ્રતિબદ્ધતાથી ઉદયાધીનપણે- “વિચરે ઉદયપ્રયોગ” અને વીતલોભ. એ રીતે
વિચરવું છે. (૧૧) ક્રોધના ઉદય પ્રત્યે ક્રોધ. (૧૨) માનના ઉદય પ્રત્યે પ્રભુની મહાનતા વિચારી પોતાની પામરતા અને
દીનતાનો ભાવ કરવો તે. (૧૩) માયાના ઉદય પ્રત્યે સાક્ષી ભાવની ચિંતવના કરવી અને માયાની ઉપેક્ષા
કરવી. (૧૪) લોભના ઉદયે લોભની કંજુસાઈ. ત્યાગપણાની પ્રબળ ભાવના. (૧૫) ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધ નહીં. ક્ષમાભાવ. અશુભનો ઉદય ન હોય તો જગતનો કોઈ જીવ મને દુઃખ આપવાને સમર્થ નથી. તો મને આણે
૧૦૪
અપૂર્વ અવસર (કોઈએ) દુઃખ આપ્યું છે એમ નહીં. પણ મારા અશુભ કર્મના ઉદયના કારણે મને દુઃખની પ્રાપ્તિ થઈ છે. મને પ્રતિકુળતા પ્રાપ્ત થઈ છે. આ જીવ તો એમાં માત્ર નિમિત્ત છે. આ નવાણિયો કુટાઈ ન જાય એ આપણે જોવાનું છે. એ તો નિમિત્ત છે. મારો અશુભનો ઉદય ન હોય તો કોઈ મને દુ:ખ આપી શકે એવી વિશ્વની વ્યવસ્થા નથી, ઉપસર્ગ કરનાર પ્રત્યે ક્રોધ
નહીં અને - (૧૬) ચક્રવર્તી આવીને વંદના કરે તો પણ માન નહીં કે ગર્વ નહીં. સમ્રાટ આવીને
પગમાં પડે તો પણ ગર્વ નહીં. (૧૭) દેહ છૂટવા જેવા પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ કિંચિત્ માયાચાર નહીં. છળ
નહીં. કપટ નહીં. ભિન્નતા નહીં. દંભ નહીં. છેતરપીંડી નહીં. એક માયાશલ્યને આચરીને મલ્લી જિનેશ્વરને સ્ત્રી વેદ પ્રાપ્ત થયો. આ તદ્ભવ
મોક્ષગામી આત્માને પણ માયાને લીધે આવરણ આવી ગયું. (૧૮) રિદ્ધિ, સિદ્ધિ કે લબ્ધિના નિધાન પ્રત્યે પણ લોભ કે તૃષ્ણા નહીં. પોતાની
શક્તિથી રિદ્ધિ-સિદ્ધિને લબ્ધિના નિધાન પ્રગટે, ઐશ્વર્યની છોળો ઉછળે તો પણ તે પ્રત્યે તૃષ્ણા નહીં. લોભ નહીં. સ્પૃહા નહીં. અંતરંગ સ્પૃહા નથી એવી તો જેની ગુપ્ત આચરણા છે. આને અંતરંગમાં પણ લેશમાત્ર સ્પૃહા
નથી. (૧૯) નગ્નત્વ, મુંડત્વ, અજ્ઞાનતા, અદંતધોવન સહિત, કેશ, નખ, રોમ
કે શરીરના અંગ ઉપાંગમાં ક્યાંય શૃંગાર નહીં. દેહભાવ નહીં. દેહની આળ પંપાળ નહીં. શાતાશિલિયાપણું અને સુખશિલિયાપણું – આ બન્ને મહાભયંકર છે. જીવને રોકી રાખે છે સાધના કરતાં અને દેહભાવને પ્રબળ કરે છે. શાતાશિલિયાપણું. અગિયારમે ગુણસ્થાનકે જે મોહ ઉત્પન્ન થાય છે એમાં શાતા-ગારવ એ કારણ અધિક છે એમ કૃપાળુદેવ કહે છે. માટે વ્રત-તપ-જપ-કઠોરતા કરો. શાતાશિલિયાપણું નહીં. જૈન ધર્મમાં બધા ટીકા કરે છે કે ઇન્દ્રિય દમનનો માર્ગ છે. ઇન્દ્રિય-દમનનો માર્ગ હોય તો જ આત્માનું ઉત્થાન થાય. ઇન્દ્રિયોને આળપંપાળ કરવાથી આત્મા નહીં જાગે. સાધક્તા શું છે એ સમજવા માટે ગંભીરતા અને ઉંડાણપૂર્વક
૧૦૫