Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 51
________________ અપૂર્વ અવસર કૃપાળુદેવે દેહનું માત્ર અડધા ચરણમાં ઓળખાણ આપી દીધું કે દેહ છે તે માત્ર સંયોગ છે. પુદ્ગલ પરમાણુનો સંયોગ છે. દૃશ્ય છે. દેખાય એવો પદાર્થ છે. દેહ રૂપી છે, એને રૂપ છે આકાર છે. માટે એ ચેતન નથી. દેહ ને ચેતન બે જુદા છે. આપણા બધાની અંદર બે વસ્તુ સાથે રહેલી છે. એક જડ છે જે આપણે ધારણ હ્યું છે અને એની અંદર રહેલો ચેતન જેના વડે આપણે બધાને જોઈએ છીએ, જાણીએ છીએ, સાંભળીએ છીએ, પરિણામ કરીએ છીએ, ભાવ કરીએ છીએ. આ વાંચીએ છીએ એમાં જે જે ભાવ થાય છે તે બધા ચેતનને લીધે છે. આ જે વંચાય છે તે જડ છે. અને જે સમજાય છે તે ચેતન છે. સંભળાય છે તે જડ છે અને સમજાય છે તે ચેતન છે. વારંવાર આટલું ભેદજ્ઞાન થવું જોઈએ. આ અમૂર્ત, નિરાકાર, નિરંજન, શુદ્ધ, જ્ઞાનદર્શનમય ચેતના એનો હું ધારક છું એ જ હું છું. આ શરીરથી હું ભિન્ન, આ હાડ-માંસ-મજજા સર્વથી હું ભિન્ન છું. ‘દેહ ન જાણે તેહ ને, જાણે ન ઇન્દ્રી પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.’ આ.સિ.- (૫૩) આ શરીરનું આખું ખોખું પ્રવર્તી રહ્યું છે કારણ કે અંદર ચૈતન્યની સત્તા છે માટે, જો ચૈતન્ય ન હોય તો વાત ખલાસ થઈ ગઈ. અહીં એમ કહેવા માંગે છે કે આત્માના અનંતગુણ અને અનંતસુખ પાસે પુદ્ગલની કંઈ વિસાત નથી. આ ચારિત્ર અવસ્થાના ઉત્કૃષ્ટ નમૂના છે. કૃપાળુદેવ કહે છે કે “અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી.” એટલે વેપારમાં છીએ, દઈએ છીએ, લઈએ છીએ. પણ ચિત્ત ક્યાંય જોડાતું નથી. એમ સૌભાગભાઈને લખ્યું. ભગવાને દેવકરણમુનિને પૂછ્યું કે તમને પર્ષદામાં સ્ત્રીઓને જોઈને વિકાર થાય છે? ત્યારે મુનિએ કહ્યું કે તમે હીરા-મોતી હાથમાં લઈને જુઓ છો, તમને વિકાર નથી થતો? કૃપાળદેવે કહ્યું કે, હે મુનિ અમે તો કાળક્ટ વિષ દેખીએ છીએ. અને સૌભાગભાઈને કહ્યું કે, અમારૂ ચિત્ત તે આત્મા સિવાય ક્યાંય પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્યભાવને વિશે સ્થિર થતું નથી. સ્વરૂપને વિશે જ સ્થિર છે. સૌભાગભાઈ લખે છે કે પ્રભુ ! મુંબઈમાં બેઠાં બેઠાં, તમે આટલા વેપાર, ધંધા, ઉદ્યોગ, ગૃહસ્થી, આ બધું ચલાવો છો તો તમારી દશા તો અમને સમજાવો. તો કહે, ‘જણાવ્યા જેવું તો મન છે. જેમ મોરલીના નાદ ઉપર મણિધર સ્થિર થાય ૧૦૦ અપૂર્વ અવસર તેમ અમારૂં મન આત્માને વિશે સ્થિર છે. અને ડોલી રહ્યું છે.” મન સ્વરૂપનાં ધ્યાનમાં કેન્દ્રિત થઈને ડોલે છે. એની બીજે ક્યાંય દૃષ્ટિ નથી. કેવી અદ્ભુત દશા ! એના માટે લખ્યું છે. “અનઅવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે. એમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી.’ પ. (૩૯૬) અનઅવકાશ જેમાં કોઈ અવકાશ નથી એવું અમારું આત્મ સ્વરૂપ વર્તે છે. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. “અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે.” (૩૩૮) “આત્માકાર ચિત્ત થઈ ગયું છે.’ આત્મકારતા એટલે શું? આત્માનું સ્વ સ્વરૂપે- પરિણામનું હોવાપણું તે આત્માકારતા. આવી આત્માકારતા અમને વર્તે છે. અને નિયમસારની ૧૪ ૬મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યે લખ્યું છે કે, આત્માકાર જેવું ચિત્ત થયું છે તેનામાં અને વીતરાગમાં કોઈ ભેદ નથી. હમ્પીના ભદ્રમુની, સહજાનંદ સ્વામીએ કોઈને જવાબ આપ્યો છે – કોઈએ પૂછ્યું કે ‘શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા? આપણે ક્યાંય જ્ઞાનીની અશાતના તો નથી કરતાને?” એમણે એક નાનું પુસ્તક લખ્યું છે. ‘ઉપાસ્યપદે ઉપાદેયતા'. એમણે - સહજમુનિએ જેઓ પોતે પણ બહુ ઉચ્ચદશામાં બિરાજમાન યોગી હતા, તેમની પાસે ખૂબ જ શક્તિ હતી. યોગશક્તિના ધારક હતા. એમણે લખ્યું કુંદકુંદાચાર્યજીનો નિર્દેશ આપીને કહ્યું છે કે “જેનું ચિત્ત આત્માકાર વર્તે છે એનામાં અને વીતરાગમાં કોઈ ભેદ નથી અને ભેદ ગણે તે અજ્ઞાનદશાનું લક્ષણ છે.’ પ્રભુને પ્રભુ માનીને જ એની આરાધના કરો. ભગવાનને ભગવાન જ માનો. કૃપાળુદેવ પ. ૪૧૨માં પોતાનું ઓળખાણ આપતા લખે છે 'અત્રે આત્માકારતા વર્તે છે. એવી અદ્ભુત દશા ! એને આ નિગ્રંથ થવાની ભાવના છે અને આ સ્થિતિ સુધી પહોંચેલો આત્મા કેવા અદ્ભુત સાહસ અને પરાક્રમથી કેવળજ્ઞાનના પદમાં કેવી રીતે પ્રવેશ કરે છે તે અવસરે. સપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે. ૧૦૧

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99