________________
અપૂર્વ અવસર તપ કરતાં પહેલાં બાધા લઈ લો. ‘અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં.” પહેલાં પ્રતિજ્ઞા લેવાની કે તપના નિમિત્તે મને જગતનું એક તણખલું પણ ન ખપે. આ પહેલાં પચ્ચખાણ લઈને પછી ભગવાનની સામે જેટલા ઉપવાસ કરવા હોય તેના પચ્ચખાણ લેવાના. પ્રભુ! તારા માર્ગે મારે મારા આત્માના અધ્યવસાયને સુધારવા છે. પણ પહેલી પ્રતિજ્ઞા આ કરો કે તપના કારણે આરંભ-સમારંભ, લેતી દેતી કાંઈ નથી કરવું. મારે જિનેશ્વરનું, અસંગ પુરૂષનું તપ કરવું છે તો કોઈ લૌકિક વ્યવહારને વચમાં નહીં લાવું. આ જીવને તો તપ કર્યું હોય તો પ્રતિક્રમણ પછી કેટલાય જણ લેવા આવે. આ બધું ખૂબ સમજીને-વિચારીને કરવાનું છે. ‘ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો.’ સારામાં સારું ખાવાનું મળે, પારણામાં ઉત્કૃષ્ટ વાનગી મળે તો પણ એને એવો પ્રસન્નતાનો ભાવ ન થાય. ભગવાન મહાવીર છઠ્ઠના પારણે છઠ્ઠ કરતાં કરતાં વિચરે છે. અને ભગવાનને આહારનો ભાવ થાય છે. બહુલા નામની એક દાસી વાસણ સાફ કરતી હતી. તેમાંથી થોડું વધેલું અન્ન બાજુમાં ઢાંકીને પડ્યું હતું અને મહાવીરે આવીને “ધર્મલાભ” કહ્યું ને એ દાસીએ વધેલું ધાન ભગવાનને વહોરાવી દીધું. મહાવીરને કેટલી પ્રસન્નતા છે? અને ઓલી બહુલા દાસી તો ભવ તરી ગઈ. અને ઋષભદેવ ભગવાનને બાર બાર મહિનાના વરસીતપ ચાલે છે. ક્યાંય આહાર મળતો નથી. શ્રેયાંસકુમાર અમૃત જેવો શેરડીનો રસ વહોરાવે છે. તો મહાવીરને વાસી ધાન મળ્યું ને જે પ્રસન્નતા વેદાતી હતી તે જ ઋષભદેવને શેરડીનો રસ મળ્યો ત્યારે વેદાય છે. ભાવમાં ક્યાંય ફરક નથી. દશાને સમજો. સમભાવને સમજો. આ સમભાવના ઉત્કૃષ્ટ નમુના છે. ‘સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો’. ગમે તેટલું સરસ અન્ન મળે તો પણ આહારનાં કારણે નહીં, પણ આત્માના ગુણ પ્રગટ થાય તો સંતોષ વેદાય.
‘રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, સાધક સમભાવમાં જ રહે. ભગવાનનાં સાડાબાર વર્ષના સાધના કાળમાં, કોઈએ પગ નીચે ચુલો પેટાવ્યો તો અરણ્યમાં કોઈએ કાનમાં ખીલા ઠોક્યા. કોઈએ મુશ્કેટાટ બાંધીને કુવામાં ઉતાર્યા અને કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે એક કરોડ દેવતાઓ ભગવાનનું સમવસરણ રચવા નીચે આવી ગયા. કોઈ વાયુથી કચરો
અપૂર્વ અવસર સાફ કરે તો કોઈ દેવતાઓ જળ વરસાવીને ભૂમિને સ્વચ્છ અને સુગંધિત કરે તો કોઈ આકાશમાંથી પારિજાતના પુષ્પોની વૃષ્ટિ કરે, કોઈ ભગવાનનાં ધ્વનિને ધ્વનિવર્ધક બનાવે કોઈ આગળ સોનાનાં કમળની રચના કરે. સુવર્ણ વૃષ્ટિ થાય, ચાર ચાર જોજન સુધી ભગવાનનું ભામંડળ દેદિપ્યમાન દેખાય કે જ્યાં બાર-બાર સૂર્યના તેજ ઝાંખા પડી. આવો મહિમા. અને સ્વર્ગમાંથી દેવોના વિમાનો ઉતરે, આ બાજુ બધા જ રાજાઓ અને સમ્રાટો હાથીની અંબાડીએ બેસીને પ્રભુની દેશના સાંભળવા આવે પણ ભગવાનની મનઃસ્થિતિમાં કોઈ ફરક નથી પડતો.
સાધના કાળમાં કાંઈ મળતું નહોતું અને સમોવસરણમાં આટલું ઐશ્વર્ય! પણ ભગવાનની મનઃસ્થિતિ કેવી અદ્ભુત ‘રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની.’ જગતમાં સમવસરણથી ઉત્કૃષ્ટ પુદ્ગલનો મહિમા નથી. પુદ્ગલની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ રચના સમવસરણની છે જેવી દેવલોકમાં પણ નથી. આ ભૌતિક પદાર્થમાંથી the best વસ્તુ કઈ બની શકે? તો કે સમવસરણ આનાથી ઉત્કૃષ્ટ બીજો નમુનો ન બને. જેમ હીરામાં કોહીનુરથી ચડિયાતો બીજો કોઈ હીરો નથી તેમ જગતમાં ગમે તેટલી રચનાઓ આર્ટિકો કરે, કે ખુદ વિશ્વકર્મા આવીને રચના કરે તો પણ સમસરણથી ઉત્કૃષ્ટ બીજી રચના થઈ શકે નહીં. અને આ સમવસરણમાં બિરાજમાન ભગવાનની મનઃસ્થિતિ કેવી? ‘સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો’. કેવી દશા છે ક્યાં સુધી આ પહોંચે છે? આપણને કહે છે કે સંસારમાં દૃશ્યમાન થતી દરેક વસ્તુ પુદગલ છે. જે દેખાય તે જડ. આ સાદો નિયમ છે અને જે દેખે, જાણે તે જીવ. જ્ઞાન અને દર્શન જેનામાં છે તે જીવ. અને જેનામાં દર્શનમાં દેખાવા પણું છે અને શેય પણું છે તે જડ. દેહ પોતે જાણતો નથી, પણ જણાવાપણું છે. પોતે દેખતો નથી, પણ દેખાવા પણું છે. પદાર્થને દેખી શકાય. પણ પદાર્થ પોતે ન દેખી શકે. તો દેખનાર કોણ? એ જીવ અને દેખી શકાય એવો દૃશ્ય પદાર્થ તે જડ. તો આખી દુનિયા જડ છે કારણ કે દેખાય છે. દેહ પણ દેખાય છે માટે જડ છે. આત્મા નથી દેખાતો. પણ જ્ઞાનરૂપી દર્પણમાં આત્મા દેખાશે. જગત આખું દૃશ્યમાન પદાર્થ છે.
‘દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનમાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?” આ.સિ.-(૬ર)
૯૮
૯૯