________________
અપૂર્વ અવસર મિત્રનો યોગ પામીએ. સુકોશલ મુનિ કાર્યોત્સર્ગની અંદર ધ્યાનમાં સ્થિત છે અને કોઈ શિયાળવી ભૂખી ડાંસ જેવી આવીને મૂનિના પગથી કરીને કમર સુધીનો ભાગ - એના અંગે અંગ ખાઈ જાય છે. ત્યારે મુનિને ભાવ થાય છે – ભાવની આ પરાકાષ્ટા છે કે, અરેરે! આ દેહ તો અમથોય પડવાનો હતો. સારું થયું એક જીવને એની આહાર તૃપ્તિ થઈ. એ જીવ હવે સંતોષ અને શાંતિ પામશે. અને કદાચ આ શરીરનો ઉપયોગ ન કર્યો હોત તો બીજા કોઈને રંજાડત, ધન્યતા અનુભવે છે.
એક બીજું દૃષ્ટાંત છે. મુનિ નાવમાં નદી પાર કરીને જતા હોય છે. ત્યાં પૂર્વ ભવનાં વેરી આવે છે અને નાવને ઉથલાવે છે. ત્યારે જે બીજા વ્યંતરદેવ છે એણે ભાલો રાખ્યો છે અને મુનિ નું શરીર ઉછળીને એ ભાલા ઉપર પડે છે અને ઉભા ભાલે વિંધાઈ જાય છે. એમાંથી લોહીની ધારા વહે છે અને મુનિ વિચાર કરે છે કે આ ઉષ્ણ લોહીની ધારાથી ઠંડા પાણીના જીવો જે છે તે બિચારા વગર કારણે આધાત પામશે અને મરી જાશે. આ વિચારમાં ને વિચારમાં મુનિને એ વીંધાયેલી હાલતમાં જ કેવળજ્ઞાન થાય છે.
‘શાંતસુધારસ’ ગ્રંથની અંદર શ્રી વિનય વિજયજી મહારાજે એક સજઝાયમાં આ ઉદાહરણ આપ્યું છે. શાસ્ત્રોમાં આવા કેટલાક કથાનકો છે. કથાનુયોગ એ આખા દ્રવ્યાનુયોગને ચરિતાર્થ કરે છે. હવે- ‘ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ'. ઘોર તપ અને ઉગ્ર તપ એ બન્નેમાં ફરક છે. પ્રાણાંતે કષ્ટદાયક એવું તપ એ ઘોર તપ કહેવાય. ઉગ્ર તપ તો યથાશક્તિએ થાય. છ મહિનાના ઉપવાસ કરે તો શરીરની શક્તિ પ્રમાણે કરે તે ઉગ્રતપ પણ ઘોર નહીં. ઘોર તપમાં ઉગ્ર તપનો સમાવેશ થઈ જાય. મુનિ તો અરણ્યમાં છે. શૈલશિખરો છે. પર્વતની ગુફામાં છે, અને જ્યારે પોતાના ધ્યાનની સમાધિમાં એકાકાર થાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારની ક્ષુધા અથવા તો તૃષા-એના પરિષહ વિજયનો ભાવ એટલો બધો પ્રબળ છે કે એ તપશ્ચર્યાને ઘોર તપ કહેવાય છે. ઘોરતપની અંદર પ્રાણ પણ ચાલ્યા જાય એવું તપ મુનિ કરે છે અને છતાં પણ મનમાં જરા પણ તાપ થતો નથી. અકળાતો નથી. તપશ્ચર્યામાં તાપ ન હોય. તપશ્ચર્યામાં શાતા હોય. જો તપ કર્યું અને મનમાં તાપ થયો તો એ કષાયનું લક્ષણ છે. અહિં કૃપાળુદેવ કહે છે તપમાં તાપ ન હોય. તપ કેટલું થાય – કેટલા પ્રમાણમાં થાય એ મહત્ત્વનું
૯િ૬
અપૂર્વ અવસર નથી. એમાં તાપ ન થવો જોઈએ. ધીરજ ન ગુમાવવી. એકાસણાનું તપ છે. નવકારસીનું તપ છે, ઉપવાસ, આયંબીલ વગેરે તપ છે. પણ તપની સાથે શાતા જોઈએ, ધૈર્ય જોઈએ, સમતા જોઈએ. તપમાં તાપ, ઉગ્રતા કે આકુળતા ન હોય. તપનું પરિણામ આ અંતરસ્થિતિ ઉપર છે. આજે ખાધું કે ન ખાધું એ મહત્ત્વનું નથી. પણ આજના દિવસની મનઃ સ્થિતિ કેવી છે? આત્માના પરિણામ કેવાં છે? આત્માના અધ્યવસાય પ્રમાણે કર્મનો બંધ થાય છે. આત્માના અધ્યવસાય કષાય યુક્ત છે કે અકષાય યુક્ત છે? અહિંયા મુનિની દશા સમજાવતા કૃપાળુદેવ, તપ સાથે તાપ ને જોડે છે. કારણ કે બહુધા સંસારના જીવો તપ કરે છે પણ તપ સાથે તાપને પ્રકાશિત કરે છે. અને કેટલીક વાર તો તપ કરીને તાપને વધારે છે. તપસ્વીને તાપ થાય એ તપનું લક્ષણ નથી. જેમ ક્રોધએ સાચનું લક્ષણ નથી તેમ તાપ આવી જાય તો સમજી લેવું કે તપશ્ચર્યામાંથી ચલિત થયો. લાંઘણ થઈ ગઈ. એમ મુનિ સંતબાલજીએ લખ્યું છે. એમણે કહ્યું છે કે જગતના જીવો તો લાંઘણ કરે છે. એને જૈન દર્શનમાં તપ શું છે? એ ખબર જ નથી. એટલે કહ્યું છે કે નાનું એવું નવકારશીનું તપ પણ મુક્તિ આપવાને સમર્થ છે. પણ એ તપ શાતાપૂર્વક થવું જોઈએ. સમતાપૂર્વક થવું જોઈએ. આકુળતા વિના, તાપ વિના, ચલાયમાનતા વિના, મનની શોભતા વિના. પ્રસન્નતાની સાથે તપ થવું જોઈએ. આનંદઘનજી મહારાજે કહ્યું છે,
‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.” ઋષભ.
ભગવાનની પૂજા કરી, જિનેશ્વર કથિત તપ કર્યું તો પ્રસન્નતા વેદાવી જોઈએ. જીવને ભોગમાં પ્રસન્નતા વેદાય છે. તપમાં પ્રસન્નતા નથી વેદાતી. તપ કર્યું હોય તો જોતાં જ ખબર પડી જાય. તપ ભલે કરો પણ શાંતિ રાખો. પ્રસન્નતા રાખીને તપ કરો. લેશમાત્ર મનનાં પરિણામને ચંચળ થવા દે મા! ચલિત થવા દે મા! કોઈ જ્ઞાનીએ તપનો નિષેધ નથી કર્યો. કૃપાળુદેવ, આનંદઘનજી, સંતબાલજી, બધા પોતે ઘોર તપસ્વી હતા. પણ એ લોકોએ કહ્યું છે તપના નામે તાપ નહીં, છેતરપીંડી નહીં, તપ ના નામે માન કષાયને પોષવાનો છોડી દયો. આ પારણા, વરઘોડા, સાંજીઓ- તપ કોઈક કરે અને દંડ કોઈક ભોગવે એના જેવું થાય છે.