________________
અપૂર્વ અવસર સ્તવનમાં કે છે- ‘નમો નિણાણે, જિઅ ભયાણું.” હે જિનેશ્વર ભગવાન! તમે અભય ને ધારણ કરનારા છો અને જગતના જીવોને તમે અભયદાન આપો છો. તમે અભયના દાતા છો. અને ‘અભયદાન” જેવું બીજું એકે દાન નથી. જ્ઞાનીઓએ સાત પ્રકારનાં ભય કહ્યાં છે, એકવાર એમાંથી કોઈ પણ ભય આવ્યો કે જીવ ભયથી કંપે છે, થરથરે છે અને મન-વચન-કાયાના યોગની સ્થિરતા રહેતી નથી. અને એની સ્થિરતા ન રહે તો પછી ચૈતન્ય ની સ્થિરતા ક્યાંથી રહે? કારણ કે કાયાના પુદ્ગલ અને ચૈતન્યના પ્રદેશ એક જ ક્ષેત્રે સાથે રહેલાં છે. એટલે એકનું ચલાયમાન થવું તે બીજાને ચલાયમાન કરે છે. જૈન દર્શનનું વિજ્ઞાન કેટલું સૂથમ છે. કેવું અદ્ભુત છે. એનો ન્યાય જુઓ. એના વિજ્ઞાનના કારણની મીમાંસા જુઓ. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા.’ મનમાં ક્ષોભ થઈ જાય તો આસન ડગી જાય. સિંઘ-વાઘ આવે અને મનમાં ધબકારા વધી જાય તો? એટલે કહ્યું કે ‘પરમમિત્રનો જાણે પામ્યા યોગ જો.’
સાધક એકાંતમાં હવે સાધના કરવા જાય છે. સંસાર ને છોડીને વનમાં, જંગલમાં, પર્વતમાં ગુફામાં જાય પણ ત્યાં તો આ જંગલી અને હિંસક પશુઓના નિવાસ્થાન છે. એની ગુફા છે. વાઘની બોડ છે. મણિધરના રાફડા છે. ભોરીંગો ત્યાં રહે છે. આ બધી ગુફાઓની વચ્ચે મુનિ ગયા છે. તો સંયોગ પણ એ પશુઓનો જ થવાનો છે. છતાં મનમાં ક્ષોભ નહીં થાય કારણ કે, ‘પરમમિત્રનો જાણે પામ્યા યોગ જો.’ અમને તો એમ લાગશે કે અમને બધા મિત્ર મળ્યા. આ સંસારમાં રહીને તો બધા દુશ્મન થયા છે. પણ જંગલમાં જવાથી તો અમને મિત્ર મળ્યા હોય એમ લાગશે. કારણ કે સંસારીઓ મોતનું કારણ છે અને પશુઓ અભયનું કારણ છે. સંતબાલજીએ સરસ લખ્યું છે કે આખી કડીમાં સમભાવની પરાકાષ્ટા જ કૃપાળુદેવે બતાવી છે અને આ રહસ્યમય શબ્દો મુક્યા છે. જ્ઞાનીની ભાષા જે જાણે છે, જ્ઞાનીના ભાવના આશયને જે પકડે છે એને જ આ બધા શબ્દોનો પરમાર્થ સમજાય છે. એટલે જ સંતબાલજી કહે છે. આ શ્રીમદ્જીના શબ્દોમાં અદ્ભત રહસ્યો છુપાયેલા છે. એ રહસ્યો પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો મન ઉપર અસર થાય તો શરીર ઉપર અસર થવાની છે અને સ્થિરતા
અપૂર્વ અવસર ચલાયમાન થાય. કાનજીસ્વામી કહે છે, “મુનિરાજ શાંત ગંભીર, ઉદ્ઘલ સમાધિમાં મસ્ત રહીને જાણે હમણાં કેવળજ્ઞાન લીધું કે લેશે એવી પ્રકારનાં બેહદ સ્વભાવમાં મીટ માંડીને એકાગ્ર થયાં છે. એ પર્વતના શીખર ઉપર એવી અવસ્થામાં છે કે જાણે હમણાં કેવળજ્ઞાન પ્રગટયું કે પ્રગટ થશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને- હજુ તો શ્રેણિક મહારાજા મહાવીર સ્વામી સાથે વાત કરે છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. જાજી વાર નથી, કેવળજ્ઞાન લેવાને. એવી પ્રકારનાં બેહદ સ્વભાવમાં મીટ માંડીને બેઠા છે. ત્યારે વાઘ કે સિંહ ભૂખથી ત્રાડ નાખતો આવે તો જાણે કે પરમમિત્ર આવ્યો કારણ કે જેને શરીર જોઈતું નથી એવા પુરૂષને શરીર જો કોઈ લઈ જાય તો જાણે કે પરમ મિત્રનો યોગ થયો.’
ઘરમાંથી જેમ કચરો ભેગો કરેલો કાઢવો હોય કે કાટમાળ ખસેડવો હોય તો તેને આપણે મિત્ર નહીં પણ ભગવાન કહીએ છીએ. કે તારા જેવો તો ભગવાને નહીં. સંસારના થોડા લાભ માટે જીવ કોઈને પણ ભગવાન કહેવા તૈયાર છે. આનંદઘનજી કહે છે કે, “હે અજીતનાથ ભગવાન! તારો પંથડો જોવા જાઉં છું તે તો અંધોઅંધ પળાય એવી સ્થિતિ દેખાય છે.” આંધળો આંધળાને દોરતો હોય એવી સ્થિતિ.
કૃપાળુદેવે કહ્યું છે આ જીવને પરિભ્રમણ થવાનાં અનેક કારણોમાંથી એક કારણ એ છે કે, પોતે શંકામાં ગળકાં ખાતો હોય અને બીજાને સિદ્ધપદનો ઉપદેશ આપતો હોય. અહીં કહે છે કે આવા શરીરને કોઈ લઈ જાય તો પણ એને ક્ષોભ નથી. કારણ કે અનેક પ્રકારનાં ઉપસર્ગો મોક્ષસુખની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓ સમભાવે વેદી લે છે. આવી એમની અદ્ભુત દશા હોય છે. હવે આગળ,
ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો;
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.’
અપૂર્વ - ૧૨ સાધનાની આ પરાકાષ્ઠા છે. નિગ્રંથદશાની ઉત્કૃષ્ટતાના આ નમુના છે. આવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે? જ્યારે અમે વાઘ-સિંહ જેવા પરમ
૯૫