________________
અપૂર્વ અવસર લાભાલાભે સુહેદુખે, જિવિયે મરણે તહા, સમો નિંદા પ્રશંસા સુ, સમો માણાવ માણવો.
અર્થ આત્માર્થી મુનિ, લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં, જીવનમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમભાવ રાખે છે.
મુનિનું ઓળખાણ સમતા છે. જૈન દર્શનનું ઓળખાણ સમતા છે. તીર્થકરનું ઓળખાણ સમભાવ છે. અરિહંતનું ઓળખાણ સમભાવ છે. શ્રીઆનંદઘનજી એ સોળમાં શ્રી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આ વાત સરસ રીતે મુકી છે. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષણ રે; વંદક નિંદક સમ ગણે, ઈશ્યો હોયે તું જાણ રે. શાંતિ જિન... સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે, મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવજનનિધિ નાવ રે. શાંતિ જિન..
અરે ગીતાના કૃષ્ણ પરમાત્મા હોય, ઉત્તરાધ્યયનના મહાવીર હોય કે પદોનો ગાનાર આનંદઘન હોય કે અપૂર્વ અવસર ગાનાર શ્રીમદ્ રાજચંદ્ર હોય. જ્ઞાનીની દશા જે છે તે છે અને જે જાણે છે તે જાણે છે. વીતરાગ માર્ગના સાધકની
ઓળખાણ સમભાવ છે. પત્રાંક-૮૩૩માં કૃપાળુદેવે સમભાવ વિષે લખ્યું છે, ‘જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વૈદ્ધનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે, અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.’ પત્રાંક ૧૩૩માં કૃપાળુદેવે લખ્યું કે, “દુઃખિયાઓનું પ્રદર્શન કરવું હોય તો અમારો નંબર પહેલો આવે. અમને સ્થિતિનું દુ:ખ નથી. કુટુંબનું દુ:ખ નથી, ધનનું દુ:ખ નથી, ધામનું દુઃખ નથી, દુઃખનાં બીજા કોઈ કારણ નથી. દુ:ખનું કારણ માત્ર વિષમ આત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે.” કેવી અદ્ભુત દેશોના ગુણગાન ગાય છે. પૂ. કાનજી સ્વામીએ એના માટે એક સરસ શબ્દ વાપર્યો છે. અપૂર્વ અવસર ઉપર લખાયેલા એમનાં પ્રવચનમાં આ ગાથા માટે લખ્યું છે, કે, “સ્વરૂપની યથાર્થ જાગૃતિ ના ભાવ વડે અપાયેલાં આ અપૂર્વતાના સંદેશા છે.’ એક એક ગાથાએ શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વતાનો સંદેશ આપે છે. આ અપૂર્વ-અવસર એવો ક્યારે
૯૦
અપૂર્વ અવસર આવશે? એ તો એને છેલ્લો અવસર જોઈએ છે. બાકી બાર ગાથા સુધીના અવસરો તો એને આવી ગયા છે. આ નિગ્રંથપદની સીડીના પગથિયાં ચડતાંચડતાં એ તો છેલ્લી ભાવના ભાવે છે. અપૂર્વતાના અદ્ભુત સંદેશા આ પુરૂષ આપી રહ્યો છે. આવી સ્થિતિવાળો પુરૂષ એનું બાહ્યચારિત્ર, અંતરચારિત્ર દેહ છે. ત્યાં સુધી કેવી રીતે વર્તે છે. -
‘એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.’
અપૂર્વ - ૧૧ આવા નિગ્રંથ, સમભાવી મુનિની વર્તનાનું સ્વરૂપ શું? એની વર્તના કેવી હોય? એ ક્યાં વિચરે? જેને કેવળ આત્માની સાધના કરવી છે, તો ક્યાં વિચરે?
કૃપાળુદેવ લખે છે – શુદ્ધ સમક્તિ પ્રગટ્યા પછી ભગવાન લખે છે, “પંદર અંશે પહોંચી જવાયું છે. જો નિવૃત્તિ અને અસંગતા નો જોગ મળે તો પૂર્ણતાની પ્રાપ્તિ થાય.’ અસંગતા નો અભાવ નડે છે. “નિવૃત્તિ જોઈએ એવી મનમાનતી નથી. જો કે ઘરમાં કે વનમાં કોઈ ભેદ રહ્યો નથી. છતાં પણ ઉપયોગ બહાર દેવો પડે છે એનું દુ:ખ છે.’ આમ મુનિનું પ્રયાણ અસંગતા તરફ હોય. એટલે કહે છે કે, ‘એકાકી વિચરતો વળી સ્મશાનમાં. જેને આવી સમભાવની અવસ્થા અંગટી ગઈ છે એવા મુનિનું પ્રયાણ ક્યાં હોય? એના પુરૂષાર્થની દિશા કઈ હોય? એકાકી, વિચરતો વળી સ્મશાનમાં. ભગવાનનાં આગમમાં સાધુ ધર્મના આચારમાં આવે છે કે જ્યાં સુધી આત્મબળની દૃઢતા થઈ નથી ત્યાં સુધી એ સાધક, એ મુનિ, સત્સંગમાં રહે, ગુરૂની નિશ્રામાં રહે. ગુરૂના સાનિધ્યમાં રહે. પણ જેને આત્મબળની દૃઢતા થઈ છે એને તો સમુદાય પણ પ્રતિબંધ રૂપ છે. ગચ્છવાસી સાધુ, ગણવાસી સાધુ અને જિનકલ્પી સાધુ. આ શાસ્ત્રની અંદર માર્ગ છે. આમાં તત્ત્વમાં ભેદ નથી. ભૂમિકા ભેદે ભેદ છે. વિવેકથી વિચારવું. રોજ ચિંતન કરવું કારણ કે આપણે હજુ છદ્મસ્થ અવસ્થામાં છીએ. પૂર્ણ જ્ઞાન થતાં સુધી આપણી સમજણ આપણે સમયે સમયે વધારવી પડે છે. જીવો પરમાર્થ
૯૧