________________
અપૂર્વ અવસર વાત નિગ્રંથપદની ઉત્કૃષ્ટ ભૂમિકાની છે. સાતમા ગુણસ્થાનકમાં સ્થિત થનાર જે આત્મા છે તેની વાત થાય છે. એને આ બધા સંકલ્પ-વિકલ્પપણાની ના છે. આ આપણી ભૂમિકાની વાત નથી. કારણ કે આપણું આત્માર્થીપણાનું હજુ ઠેકાણું નથી, મુમુક્ષુપણું તો હજુ ઘણું દૂર છે, જિજ્ઞાસા જાગી નથી, સંસારની વિરક્તિનો કોઈ ભાવ નથી, આસક્તિથી મન પાછું વાળ્યું નથી અને જગતની એક ચીજ પ્રત્યે ઉદાસીનતા વેદાતી નથી. એ ભૂમિકામાં તો મોક્ષની સ્પૃહા રાખવાની કહી છે અને ભવ ખેદ કહ્યો છે. જીવમાં ઉત્કૃષ્ટ ભૂમિકા લેવા જતાં ભાવ જો ન હોય તો તે ભાવ કષાયમાં પરિણમે છે. બોલવાથી કંઈ મોક્ષ પ્રાપ્તિ ન થાય. આ નવ ગાથા સુધીની જેની ભૂમિકા છે એને માટે આ દશમી ગાથાની વાત છે. વાત છે એટલે એની એ દશા છે કે, ‘ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો’ અને કૃપાળુદેવ પોતે એ દશામાં હતા એટલે એ લખી શકે, કે મોક્ષની પણ હવે સ્પૃહા રહી નથી. કારણ કે મોક્ષ- એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ અને વર્તે છે. ભલે હજી મોક્ષ પ્રાપ્ત થયો નથી. પણ પોતાના સ્વરૂપમાં એ વર્તે છે. ‘ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ એ દશામાં પોતાના જ્ઞાન કરીને એને એવી શુદ્ધતા વર્તે છે, જે મોક્ષ સુખ પૂર્ણ દશામાં અનુભવાય છે એ સુખની ઝાંખી એ અનુભવે છે.
‘અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને અમે કલ્પવૃક્ષ છીએ. પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. ઓ દુષમકાળના દુર્ભાગી જીવો તમે અમારે શરણે આવો.” (પત્રાંક-૬૮૦) અમારે એટલે અમારા બોધને શરણે આવો. આપણે એક સપુરૂષને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એનાથી આખી જ્ઞાનીઓની જાત ઓળખાશે. સર્વજ્ઞતા ઓળખાશે. નિગ્રંથતા ઓળખાશે. શ્રીમદ્ રાજચંદ્રને ઓળખવા પ્રત્યન કરો તો જ મહાવીર ઓળખાશે. લોકો એમ માને છે કે શ્રીમદ્ભાં ગયા એટલે મહાવીર ભૂલાયા, ના મહાવીર વધારે પ્રકાશિત થયા. અમે મહાવીરની વધુ નજીક આવ્યા. અમે આ નિગ્રંથને, સર્વજ્ઞને, જિનેશ્વરને- કોઈની દશાને ઓળખતા નહોતા. પણ જ્યારથી અમે શ્રીમદ્જીને ઓળખતા શીખ્યા, એમના વચનામૃતથી, એમના બોધથી, એમના લખાણથી, એમના પદથી, ત્યારે અમને ખબર પડી કે પરિપૂર્ણ એવી આત્મદશા અને ચૈતન્યની સ્થિતિ શું હોય?
અપૂર્વ અવસર અને અમારા મહાવીર કેવા હતા? અમે મહાવીરની વધુ નજીક જઈએ છીએ. કેમકે અમને મહાવીરને ઓળખનારો, First hand report આપનારો પુરૂષ મળ્યો. જેમ કોર્ટમાં મુકદમો ચાલે તો First hand report આપનાર સાક્ષીનું જ મહત્વ હોય. Eye witness નું જેણે ઘટના પોતાની નજર સામે, પ્રત્યક્ષ ઘટતા જોઈ હોય એની જ જુબાની ચાલે. કહેતો તો ને કહેતી તી ને કોઈ માન્યતા નથી. It is not evidence at all, First Information Report - FIR. Eye witness શ્રીમદ્ રાજચંદ્રજીને સાત વર્ષની ઉંમરે અપૂર્વ અનુસાર આવ્યો. જાતિસ્મરણ જ્ઞાન થયું. ભગવાન મહાવીર સાથે નો સમાગમ તાદૃશ્ય થયો, તીર્થંકર સાથે, પોતે ગૌતમ આદિ ગણધરની સાથે, ઈડરમાં, જુનાગઢમાં અને ચરોતરના પ્રદેશોમાં વિચરતા હતા એવો એમને ભાસ થયો. આવું જ્ઞાન વધતું ચાલ્યું અને ભૂતભવ અનુભવગમ્ય બન્યો. અને સહેજ સ્મરણમાં વીતરાગનો યથાતથ્ય બોધ એમને સ્મરણમાં આવ્યો. આવી દશા જેમને પ્રાપ્ત થઈ છે એ પુરૂષને ઓળખવાથી અમે અમારા ભૂલાયેલા મહાવીરને ઓળખ્યા. તીર્થંકરનું સ્વરૂપ કેવું હશે? સર્વજ્ઞ કેવા હશે કેવળી કેવાં હશે? જેમ બાળકને જિજ્ઞાસા હોય કે ભગવાન કેવો હશે? તો કહે હીંચકે હીંચકતા હશે અને બે વાર દુધ પીતા હશે. તેમ શ્રીમદ્ રાજચંદ્ર, મુમુક્ષુને, સાધકને કહે છે કે ભગવાન આવા હતા અને આવો તું થા. ભગવાનને ‘ભવા મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ એમને શુદ્ધ સ્વરૂપનું ભાન હતું. માનઅમાનની અંદર પણ સમાન સ્થિતિ હતી. આવા મહાવીર હતા, આવા સર્વજ્ઞ, કેવળી અને તીર્થકર હતા. આવું કેવળીદશાનું સ્વરૂપ છે. જ્ઞાનીને ઓળખવા હોય તો પૂર્ણજ્ઞાનીના વચનથી ઓળખો. આપણી પોતાની માન્યતા થી નહીં. ગીતાની અંદર બીજા અધ્યાયમાં આવા પુરૂષનું લક્ષણ સરસ કહ્યું છે.
દુઃખે ઉગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો. આસક્ત નહીં જે ક્યાંય, મળ્યું કાંઈ શુભાશુભ ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે ઉપર બતાવેલા લક્ષણોનો ધારક તે સ્થિતપ્રજ્ઞ, ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે પણ એને શબ્દ દેહ આપ્યો છે.