Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 43
________________ અપૂર્વ અવસર ભાવ ભાવવાથી શરીર શુદ્ધ થાય ‘શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એહ સમાન સુમંત્ર કહો, તજીને ભગવંત ભવંત લહો.’ શરીરને શુદ્ધ કરવાના સાબુઓની રોજ ટી.વીમાં જાહેરાત આવે છે. પણ મનને શુદ્ધ કરવાનો કોઈ સાબુ હજુ સુધી શોધાયો નથી. પણ જ્ઞાની કહે છે શુભ ભાવ વડે મન શુદ્ધ કર. અંતરશુદ્ધિ કર. વૃત્તિઓ ઉપર જય કર શરીરનાં પુદ્ગલ પરમાણુઓ બદલાઈ જાશે. તારી કાંતિ ખીલશે. ભગવાન જેવું રૂપ જગતમાં ક્યાંય દીસતું નથી. થાતો ઝાંખો શશિ પણ પ્રભુ આપના મુખ પાસે, મેલા જેવો દીનમહીં અને છેક પીળો જ દિસે.’ ભક્તામર સ્તોત્ર આ સૂર્ય ને ચંદ્રના તેજ પણ તારી પાસે શરમાઈ જાય છે અને ચાલ્યા જાય છે. દેવતાઓના રત્ન જડિત મુગટ તારા પગમાં પડે છે ત્યારે તેનું તેજ નહીં પણ તારા ચરણનું તેજ તેમાં પ્રતિબિંબિત થાય છે. એના મુગટને તું શોભાવે છે. ‘દીપાવે જે મુગટમણિનાં તેજ ને દેવતાનાં ઇન્દ્ર નમસ્કાર કરે છે. એટલે એના મુગટના મણીના તેજ પ્રભુના ચરણ પર પડે છે. પણ પ્રભુના ચરણ તેનાથી પ્રકાશિત નથી થતા. પણ પ્રભુના ચરણથી ઇન્દ્રનો મુગટ દેદિપ્યમાન થાય છે. આ માનતુંગસૂરિશ્વરજી મહારાજે પરમાત્માની અદ્ભુત ભક્તિ કરી છે. કેવું મહાન સ્તોત્ર! તીર્થંકર પદની અંદર કેવી શુચિતા! કેવી પવિત્રતા! હે નાથ! તારા જેવું રૂપ તો જગતમાં ક્યાંય નથી. અરે પેલા સૂર્યને તો રાહુ ગ્રહણ કરે. પણ તારા રૂપને તો હવે કોઈ ગ્રહણ લાગતું નથી. દુનિયાની કોઈ અશુચિ અહીં આવે નહીં. કારણ કે બધા જ અશુભ કર્મ પુદ્ગલો- દોષો, તારી આજુબાજુ ફરે પણ તારામાં પ્રવેશ કરી શકે નહીં. આ પ્રભુનો મહિમા સમજયા પછી ભક્તામર ગાવું. આત્માનો રણકાર આવે એમ ગાવું. ચૈતન્યની શક્તિ પ્રગટ થાય. શરીર તેજ મારશે. પછી મેક-અપના સાધનની જરૂર પડશે નહીં. અશુભ વૃત્તિનો નાશ થાય તો શરીરના અશુભ પરમાણુઓનો નાશ થાય. શરીરમાં તેજ પ્રગટે. તપસ્વીના તેજ જોયા છે? સંયમીના તેજ જોયા છે? કોઈ સતી સાધ્વીનું રૂપ જોયું છે? જીવનની અંદર ચેતનની પવિત્રતા હોય. સાધના હોય, એના શરીરની ૮૪] અપૂર્વ અવસર કાંતિ કેવી હોય? જ્યાં આત્માના ગુણી પ્રતિબિંબિત થતા હોય આવું અદ્ભુત ચારિત્ર આગળ વધારતાં વધારતાં દ્રવ્યસંયમ અને પછી ભાવસંયમ અને ત્યાર પછી આ યાત્રા આગળ વધે છે. અને ‘દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.’ હવે તે દ્રવ્ય અને ભાવસંયમ પ્રાપ્તિ થયેલા નિગ્રંથનું આત્મચારિત્ર કેવું વર્તે છે? અપૂર્વકરણની શ્રેણીમાં પ્રવેશ કરવા માટે એની આત્મશ્રેણી કેવી રીતે વર્તે છે? આ સ્થિતિ શ્રીમદ્જીએ પોતાના અનુભવથી લખી છે. આ સ્થિતિમાં તેઓશ્રી તો વર્તતા હતા. એની અંદર જ જીવતા હતા. ‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યુનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ અપૂર્વ - ૧૦ મુનિ દશાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ હવે આ ગાથાઓમાં આવે છે. નિગ્રંથની દશા. શત્રુ હોય કે મિત્ર હોય એના પ્રત્યે સમદર્શિતા. આ સમદર્શિતા શબ્દ કૃપાળુદેવે સદ્દગુરૂનાં લક્ષણમાં મુક્યો છે. આવું લક્ષણ હોય તો જ સદ્ગુરૂ હોય નહીંતર નહિ. અને એ લક્ષણ જ્યારે હોય એ પણ બતાવ્યું છે જેથી ભ્રાંતિ ન થાય. પત્રાંક ૮૩૭માં કૃપાળુદેવ લખે છે. છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન, સર્વ વિરતીધારી, પંચ મહાવ્રતનો પાલક- તો જ સમદર્શપણ છે નહીંતર નથી. અને એ સમદર્શિતાના લક્ષણમાં એ બધા પ્રત્યે સમ છે એમ નહીં, રાગદ્વેષથી સમ છે. શત્રુને શત્રુ પણ જાણે છે. મિત્રને મિત્ર પણ જાણે છે. કાચને કાચ જાણે છે. હીરાને હીરો જાણે છે. કુગુરૂ ને કુગુરૂ જાણે છે. સુશ્રુ ને સુશ્રુ જાણે છે. એ મૂઢ નથી. એ મુર્ખ નથી. એ વિવેકહિન નથી. પણ વિવેક સહિત છે. “સમદર્શી'ને સમજવાનો પ્રયત્ન કરવો. આ જૈન દર્શનનો શબ્દ છે. ‘સમદર્શી'ના કૃપાળુદેવે પત્રાંક ૮૩૭માં એક એક ગુણ અને લક્ષણ આપ્યાં છે. સમદર્શી એટલે સમાન નહીં. જાણે પણ જાણે છતાં એમાં રાગદ્વેષ ન કરે. પ્રીતિ-અપ્રીતિ ન કરે. ‘શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા.’ એ જ સમભાવને કેટલો ઉત્કૃષ્ટપણે લઈ જાય છે. ચારે ગાથામાં એક જ સમ-સ્થિતિ કહી છે. પણ શબ્દો જુદા જુદાં છે. શત્રુ અને ૮૫.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99