Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 41
________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય - ૪ નિગ્રંથપદ પ્રાપ્તિ - (ગાથા - ૧૦,૧૧,૧૨) સર્વજ્ઞના કથનમાં અને જિનેશ્વર પ્રણિત તત્ત્વમાં સાચી શ્રદ્ધા થયેથી, તે તત્ત્વની પ્રતીતિ આવ્યેથી જીવમાં જે આત્માની પ્રતીતિ થઈ છે તેથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના જાગે છે, અભિલાષા જાગે છે. અને એ ઝંખના એવી પ્રબળ હોય છે કે એને, આ દેહની અંદર જ એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની તમન્ના અને તાલાવેલી જાગે છે. He does not wait. એ ત્યાં રોકાતો નથી. એ ત્યાં રાહ જોતો નથી. માત્ર એક કર્મનું પ્રાબલ્ય જ એને અટકાવી શકે છે. જો કર્મનું પ્રાબલ્ય ન હોય, ઉદય આકરો ન હોય તો ઈચ્છાથી તો એ એ જ દેહની અંદર જલ્દી માં જલ્દી, યથા શીઘ્ર બધા જ કર્મોનો નાશ કરી અને તે પરમપદની પ્રાપ્તિ ને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આ જ દેહમાં. જો સાચું સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હોય તો he never waits for anybody.અસંગતતા તરફનું એનું પ્રયાણ અબાધિત હોય છે. જગતની કોઈપણ પ્રકારની આસક્તિ હવે એને રોક્તી નથી. એવી અદ્ભુત દશાની અંદર શ્રીમદ્ રાજચંદ્રજી પોતે પહોંચ્યા છે. શુદ્ધ સમક્તિ પ્રગટ થઈ ગયું છે. શુદ્ધ સમક્તિ એટલે – જેને શુદ્ધ સમક્તિ થયું છે તે હવે ક્યાંય રોકાય નહીં. એને સંસાર તરફના કોઈ ક્તવ્ય હવે બાકી ન હોય. કૃપાળુદેવે એ અદ્ભુત દશાના વર્ણનની વાત બનારસદાસજીના કાવ્ય સાથે મૂકી છે. જબ હીતેં ચેતન વિભાવસોં ઉલટ આપુ, સમૈ પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ, તબહીતેં જો જો લેને જોગ સો સો બન લીનો, જો જો ત્યાગ જોગ સો સો સબ છાંડી દીનો હૈ; લેવેક ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ, સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.’ બધું ત્યાગીને વાત પુરી થઈ ગઈ. જેને શુદ્ધ સમક્તિ પ્રગટયું છે તેની ૮૦ અપૂર્વ અવસર દશા-તેને કેવળ પરમપદની પ્રાપ્તિની ભાવના સિવાય બીજું કંઈ કર્તવ્ય હોતું જ નથી. અને એ સાધનાના માર્ગમાં એટલો ઉતાવળો હોય છે કે રોક્યો રોકાતો નથી અને જગતનું કોઈ પરિબળ એને રોક્વા સમર્થ નથી સિવાય કે પૂર્વે નિબંધન કરેલા પોતાનાં જ કર્યો. એનો ઉદય એને જો બાધારૂપ થાય તો થાય. બાકી કંઈ બાધારૂપ ન થાય. આવું શુદ્ધ સમક્તિ. કૃપાળુદેવ પોતે જ તે શુદ્ધ સમક્તિની પોતાની દશાનું વર્ણન કરતાં કાવ્યમાં કહે છે, ‘ઓગણીસોં ને સુડતાળીસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે.... આ અપૂર્વ અવસર અને ધન્ય દિવસ. ધન્ય તે નગરી, ધન્ય વેલા ઘડી, માત-પિતા કુળ વંશ જિનેશ્વર. એવી અદ્ભુત વાત જ્ઞાનીના સ્વરૂપની છે. જ્ઞાનીનું સ્વરૂપ શું? સમ્યક્દષ્ટિ આત્માનો ઢાળ કઈ તરફ? એનું વલણ કઈ તરફ? where is his inclidation? દિવસ ને રાત, રોમે રોમમાં, શ્વાસ અને ઉચ્છવાસમાં એક જ રટણા કે ક્યારે છૂટુ? ક્યારે છૂટુ? અરે છૂટવા માટે નિગ્રંથપદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એટલા જ માટે આ પરમ પુરૂષને ઝંખના છે કે આવો અવસર અમારા જીવનમાં ક્યારે આવે? ક્યારે આવે? એવી ઝંખના, એવી તમન્ના, એવી તાલાવેલી જાગી છે. ક્યાંય ચેન નથી. આંક-૧૩૩માં કહે છે. ‘દિવસ ને રાત એક પરમાર્થ વિષયનું જ મનન છે.’ સુતાં, બેસતાં, ખાતાં, પીતાં, ઉઠતાં, વાત કરતાં- એક પણ વાતે જેને બીજું સુખ નથી. રાત્રિ-દિવસ કેવળ પરમાર્થનું જ ચિંતન છે. ‘અમારો દેશ હિર છે, જાત હિર છે, કાળ હિરે છે, દેહ હિરે છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હિર છે, સર્વ હિર છે’ પત્રાંક-૨૫૫. આ એક એક શબ્દ તો જુઓ. આ પત્રાંક નં. ૧૩૩ થી શરૂ થાય છે. વચનામૃતનાં એક એક પાને જ્ઞાનીની દશા તો જુઓ. જ્ઞાની ઓળખવા છે ને? અને જીવ અનાદિકાળથી જ્ઞાનીને ઓળખવામાં ભૂલ કરી ગયો છે. લૌકિકભાવથી જ્ઞાનીનું ઓળખાણ કરવા નીકળેલો જીવ એને અલૌકિક દશાનાં લક્ષણો નહીં સમજાય. અને ગમે ત્યાં ફસાઈ પડશે. જગતના માપ-દંડ લઈને જ્ઞાનીનું ઓળખાણ ન થાય. જ્ઞાનીને બાહ્ય લક્ષણોથી નહીં ઓળખાય. જ્ઞાનીનું ભાવચારિત્ર જાણવું પડશે. ‘અંતર ચારિત્ર ગુરૂરાજ નું ભાંગે ભવ સંતાપ.’ ૮૧

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99