________________
અપૂર્વ અવસર રત્નત્રય મહારાજને શ્રીમદ્ રાજચંદ્રના બાહ્ય જીવનનાં દર્શન ન થયા. મારવાડથી નીકળ્યા. ઉગ્ર વિહાર ર્યો. પણ રાજકોટ સુધી પહોંચી ન શક્યા. સિદ્ધપુર સુધી પહોંચ્યા ત્યાં કૃપાળુદેવના દેહત્યાગના સમાચાર મળી ગયા. એમણે ભાવના ભાવી છે, પદો લખ્યા છે અને એ કહે છે અને રાજચંદ્રનું દર્શન કરીને આત્મા પામ્યા. પ્રત્યક્ષપણું સમજાય છે? આવા જ્ઞાનીનું પ્રત્યક્ષપણું જોઈએ. જ્ઞાનીનું ઓળખાણ થવું જોઈએ. કપાળુદેવનું દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર, દ્રવ્યસંયમ અને ભાવસંયમ કેટલા ઉત્કૃષ્ટપણાને પામે છે. એક ગૃહસ્થાશ્રમમાં બેઠેલો જીવ આ ભાવનાની અંદર કેટલી હદ સુધી જાય છે. એ જીવ કલ્પનામાં વિહાર નથી કરતો. આ કોઈ કવિના શબ્દો નથી. ‘અપૂર્વઅવસર’ એ કોઈ સાહિત્યની દૃષ્ટિએ મુલ્યાંકન કરવાનું કાવ્ય નથી. આતો અંતઃકરણની દશાના ભાવના ઉભરા છે. અંતરંગનો રંગ ચડ્યો છે. જેમ મેઘાણીના કાવ્યમાં રાષ્ટ્રભક્તિ અને શોર્યના કસુંબલ રંગ જોવાય. શબ્દો ન જોવાય. એમ શ્રીમના કાવ્યની અંદર આધ્યાત્મની ભરતી જીવનમાં કેવી આવે? તે ભાવની ભરતી જોવાય.
આપણે મુનિની નિગ્રંથદશામાં જોયું કે કષાયનો વિજય કરવામાં મુનિની બાહ્યદશા કેવી હોય? ક્રોધ પ્રત્યે ક્રોધ કરે, માન થાય ત્યારે દીનપણાનું માન કરે. અને પરમપુરૂષની ઉત્કૃષ્ટ દશાના ગુણગ્રામ કરીને પોતાની પામરતા ચિંતવે. જરાક પોતાને અભિમાન આવી જાય કે પરમપુરુષના—પૂર્ણપુરુષનાં સ્તવન કરે, સ્તુતિ કરે. એટલે જ રોજ જિનેશ્વરની સ્તુતિ કરવી., જિનભક્તિ કરવી, રોજ જિનેશ્વરનાં દર્શન કરવાં. દર્શન કરીને રોજ, જ્ઞાની પુરૂષોએ જેવા પરમાત્માના ગુણગાન ગાયાં છે- એવા જ આપણે ગાવાં. જેથી કરીને આપણને એની પૂર્ણતા અને આપણી પામરતા સમજાય. જાણે અજાણે જો આપણામાં મહત્તાનો કે માનપણાનો અંશ આવ્યો હોય તો એ ગળી જાય. પરમ પુરૂષની સ્તવના કરવાથી પોતાનું માન ગળી શકે છે. એ જ શ્રેષ્ઠ ઉપાય છે. માયા પ્રત્યે આત્માનો સાક્ષી ભાવ કેળવવો. વારંવાર આ જીવ માયામાં ફસાય કે તરત જ એનાથી જુદા થઈ જવું. સાક્ષી ભાવે વિચારવું કે હે જીવ ! આ તેં શું કર્યું? અને લોભ થાય ત્યારે લોભ વાપરતો નહીં. એની કંજુસાઈ કરજે. તારા લોભ કષાયને સંયમમાં રાખજે. બાહ્ય સંયમમાં વર્તે ત્યારે કોઈ મરણાંત ઉપસર્ગ કરે તો પણ ક્રોધ ન કરવો. તર્ક,
અપૂર્વ અવસર વાદ અને વિવાદથી જે અધર્મનું આચરણ કરે છે અને પરમ તત્ત્વ ને પામવાની મથામણ કરે છે એ ક્યારેય પરમ તત્ત્વ પામી શક્તો નથી. તર્ક વિચારે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય, અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય... પંથડો નિહાળુ રે
આનંદઘનજી જગતના જીવોને કહે છે તર્ક વાદ-વિવાદમાં પ્રભુ પમાતો નથી. પરમ તત્ત્વ જે પામવામાં તર્ક કે વાદ-વિવાદમાં ક્યારેય જવું નહીં. એનાથી માર્ગ મળશે નહીં. એનાથી ભ્રાંતિ પેદા થશે. અને એ ભ્રાંતિથી ક્યારેય છૂટી નહીં શકાય કારણ કે એ ભ્રાંતિ અહંને મજબુત કરશે. It will strengthen our ego. અનુભૂતિના આધાર ઉપર તત્ત્વનું પરિક્ષિણ કરવું. તત્ત્વ શું કહે છે? ગમે તેના પ્રત્યે- એ મારી નાખે એમ હોય તો પણ એના ઉપર ક્રોધ ન કરવો. કારણ કે જો મારા આયુષ્યનો યોગ હશે તો જગતમાં મારવાની તાકાત કોઈમાં નથી. મારો આયુષ્યનો યોગ હોય તો મારું મૃત્યુ ન થાય. માટે ક્રોધ ન કરવો. ‘વંદે ચક્રી તથાપિ ન મળે માન જો.’ ચક્રવર્તી આવીને પગે પડે તોયે માન ન કરવું. ગમે તેટલું માન મળે તો યે હે જીવ ! માનમાં જઈશ નહીં. જગતના દાસાનુદાસ થવાની ભાવના રાખજે. દેહ છૂટી જાય તો યે માયા કરીશ મા. દેહથી કિંમતી તો કંઈ નથી. તોયે માયા કરીશ નહીં. અને પરમ ઐશ્વર્ય અને લબ્ધિના ભંડાર સામે પડયા હોય, પરમ લબ્ધિના ભંડાર હોય તો પણ તે પ્રત્યે વૃત્તિ કરીશ મા. જગત પ્રત્યેથી કંઈ પણ લેવાની ઈચ્છા કરવી નહીં. જ્ઞાની તો કહે છે, “આ જગત પ્રત્યે અમને પરમ ઉદાસીનતા વર્તે છે તે સાવ સોનાનું થાય તોયે અમારે મન તે તૃણવત્ છે.” આ લોભ કષાયને અહીં સુધી શમાવી દીધો છે. કૃપાળુદેવે એની આખી શ્રેણી આપી છે. અને પછી નગ્નત્વ, મુંડત્વ, અજ્ઞાનતા, અદંતધાવન આદિ અંગીકાર કરી, અંગના શૃંગાર વગેરે કાંઈ ન કરવું. આ તો મુનિદશાના પ્રસિદ્ધ લક્ષણ છે. દેહભાવને ગાળવો છે. દેહાધ્યાસને ટાળવો છે. પણ પછી શરીરની અશુચિ કેમ ટાળવી? શુદ્ધ કેમ થવું? તો કહે છે પરમાર્થ માર્ગનો નિયમ સમજવો પડશે. સંસાર માર્ગનો નિયમ એ છે કે સાબુ વાપરવાથી શરીર સાફ થાય. પરફયુમ લગાવવાથી શરીર સુગંધીત થાય, પફ પાવડર અને મેકઅપ કરવાથી શરીર રૂપાળું બને. આ બધો જ લૌકિક માર્ગ. વ્યવહારનો, દુનિયાનો માર્ગ. હવે જ્ઞાની કહે છે, કે, શુભ
૮૨
૮૩