Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 47
________________ અપૂર્વ અવસર માર્ગમાં આવે પછી પોતે સુધરવા કરતાં જગતને સુધારવાની વધારે ફીકર કરે છે. એટલે કહે છે કે આ માર્ગ તો અસંગતાનો છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવો તત્ત્વનો જ્ઞાતા કહે છે કે “અમે હવે અસંગતા તરફ પ્રયાણ કરીએ છીએ. મુનિ હવે તમે અમારી પાછળ આવશો નહીં.... હવે અમે ધર્મથી પણ કોઈ સાથે સંબંધ ઈચ્છતા નથી. આ અપેક્ષાએ સમજવાનું છે. અમારી દશા એવી છે કે અમે કંઈ પણ વસ્તુ સહન કરી શક્તા નથી. હવે જગતનો ને સંસારનો પરિતાપ સહન થતો નથી. ગાંધીજી લખે છે કે, તેઓ કહેતા કે, કોઈ ચારે બાજુથી બરછી, ભાલા, ભોંકે તો સહન થાય. પણ આ જગતની મોહિની હવે સમ્મત થતી નથી. જગત સાથે હવે આ પુરૂષનું જોડાણ સંભવિત જ નથી. એટલે આ પુરૂષ એકાકી, સ્મશાન, જંગલ, પર્વત, અરણ્ય - ત્યાં જ એના બેસણા હોય. આવો સાધક હવે આવી જગાઓમાં જ વિચરે. એટલે આપણે કહીએ છીએ કે સિદ્ધોના અને સંતોના બેસણા સાધના કાળમાં ક્યાં હોય? તે ગુરુ મેરે મન બસો, જેઠ તપૈ રવિ આકરો, સૂર્ખ સરવર નીર, શૈલ શિખર મુનિ તપ તર્પ, દાૐ નગન શરીર. તે ગુરુ. શીત પડે કપિ મર ગર્લ, દાહૈ સબ વનરાય, તાલ તરંગનિકે તરૈ, ઠાઠું ધ્યાન લગાય. તે ગુરુ મેરે મન બસો, તે ગુરુ મેરે ઉર બસો. જેઠ મહિનો તપતો હોય. સરોવરનાં નીર સુકાઈ ગયા છે. આખી ધરતીમાં ચીરા પડી ગયા છે અને તે સમયે પર્વતની ટોચ ઉપર, ‘શીલ-શીખરે મુનિ તપ તર્પ.” ગ્રીષ્મની, તાપની મુનિ આતાપના લે છે. બે હાથ ઊંચા કરીને. શરીર અંગારાની જેમ દાઝી રહ્યું છે. “દાઝે નગ્ન શરીર.” અને ઠંડી પડે. આખી વનરાયો સળગી જાય. જંગલના જંગલ હીમ પડતાં ખલાસ થઈ જાય ત્યારે એ નદીના તટમાં જઈને, ઠંડી રેતીમાં મુનિ ધ્યાન લગાવે છે. આ મુનિ મારા મનમાં વસો. આદર્શ આ છે આપણો. પર્વતની અંદર જયાં વાઘ સિંહ અને જંગલી પશુ હોય ત્યાં મુનિ સાધના કરે. આ પશુઓને તો માંસ એનો પ્રિય ખોરાક છે. આવા પશુઓનો મુનિને સંયોગ થાય તો એને પણ મિત્ર માને છે. ‘અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા.’ મુનિ જે પણ આસનમાં બિરાજમાન હોય, પદ્માસન, વીરાસન- ત્યાં હિર અપૂર્વ અવસર આસન માટે કોઈ આગ્રહ નથી, પણ જે આસનમાં એ ધ્યાનમાં બેઠા હોય એમાં અડોલતા આવી જાય. અડોલ આસન એને કહેવાય પછી એનાથી ડગે નહીં. ‘ડોલે જોકે સફળ મહીધરો કલ્પ ના વાયરાથી, ડોલે તોયે કદી નવ અહા! મેરુ એ વાયરાથી.” આદેશ્વર ભગવાનની સ્થિતિ માટે ભક્તમર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિજી કહે છે અરે! જ્યારે પ્રલય અને જંજાવાત થાય ત્યારે કલ્પ ના વાયરા વાય અને ભલભલા પર્વતો ના ભુક્કા બોલાઈ જાય, તેની શીલાઓ બધી ગબડી જાય, પણ ત્યારે મેરુ પર્વત ચલાયમાન થતો નથી. એને જૈન દર્શનમાં શાશ્વત પહાડ કહ્યો છે. હિમાલય પણ એકવાર ખીણમાં હતો. પણ મેરુ તો અડગ જ રહે છે એમ હે નાથ! તમારી આ અવસ્થા છે. મોહના ગમે તેટલા વાયરા વાય, ભયના ગમે તેટલા વાયરા વાય, ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા'. મનમાં ક્ષોભ થાય તો કાયામાં ક્ષુબ્ધતા આવે, કાયા ક્ષુબ્ધ થાય તો ચલાયમાન થાય, કાયા ચલાયમાન થાય તો આત્માના પ્રદેશોમાં કંપન થાય, આત્માના પ્રદેશો કંપે તો કર્મના પુદ્ગલનું ગ્રહણપણું આવે અને કર્મનો બંધ થાય. માટે કહ્યું છે સામાયિક, કાયોત્સર્ગ, ધ્યાન. સ્થિર રહો. કાયોત્સર્ગમાં કાયાનો ઉત્સર્ગ ફરી દયો. એવી સ્થિર કરો. કૃપાળુદેવ કહે છે અમારી કાયા એવી શાંત વૃત્તિને પામે, એવી સ્થિરતાને પામે કે કોઈ મૃગલું જો ખંજવાળ આવતી હોય તો અમારા શરીરને ઝાડનું ઠુંઠું માની ને પોતાનું શરીર અમારી સાથે ખંજવાળે. સામાયિક અને કાયોત્સર્ગમાં, ધ્યાનમાં કેવું અડોલ આસન જોઈએ! સામાયિક એ જૈનનો યોગ છે. કાયોત્સર્ગ એ જૈનનો યોગ છે. કાયોત્સર્ગથી ઊંચી કોઈ યોગની સ્થિતિ નથી. ‘અન્નત્થ'નો પાઠ વાંચીશું તો બરાબર ખબર પડશે કે, એમાં કાંઈ છૂટ આપી નથી. કાયાને ત્યાં સુધી ઉત્સર્ગ કરવાની કે જાણે કાયા છે જ નહીં. કાયાનું શૈલેશીકરણ કરવું. કાયા પથ્થર સમ બની જાય. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા’. ગમે તેટલા ઉપદ્રવો આસપાસ થાય તો પણ મનની ક્ષુબ્ધતા ન થાય. ભયની છાયા પહેલાં મન પર પડે છે એટલે ક્ષોભતા પહેલાં મનમાં થાય છે. મનથી નિર્ભય હોય એને કોઈ પરિસ્થિતિ ડગાવી શકે નહીં. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા’. ભય મનમાં આવે છે. એટલે જિનેશ્વર ભગવાનનાં ૯૩.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99