________________
અપૂર્વ અવસર લેવા કરીના દાંત વનમાં, વાંસ, તૃણ ખાડે ધરે; ખોટી બનાવી હાથણી, ખાડા નજીક ઊભી કરે; હાથી મરે ખાડે પડી, જ્યાં સ્પર્શવાને જાય છે;
માટે વિચારો! માનવી કે વિષયથી શું થાય છે?” હાથી, જગતમાં સૌથી બળવાન પ્રાણી કેવી રીતે પકડાય? હાથીને પકડનારા મોટો ખાડો કરી એના ઉપર તૃણ અને ઘાસથી ઢાંકી દે પછી બનાવટી હાથણીનું ખોખું ત્યાં ઊભું કરે. સ્પર્શનો ભોગી એવો હાથી, હાથણીને સ્પર્શ કરવા દોડતો દોડતો ત્યાં જાય છે અને સીધો ખાડાની અંદર પડે છે. પકડાઈ જાય છે. જંજીરોથી બંધાઈ જાય છે. હાથીનો આ રીતે શિકાર થાય છે. એક સ્પર્શેન્દ્રિયના વિષયમાં લુબ્ધ બનેલો આ હાથી જીવ ગુમાવે છે. આ બધાના તો એક એક વિષયના લુબ્ધપણાની વાત કરી છે. જ્યારે માનવી તો પંચેન્દ્રિયથી પૂર્ણ છે. અને એના ૨૩-વિષયોની વચમાં રહે છે. તો દેહને પાડી દેવાથી વિષયોથી મુક્તિ નહીં મળે. સુરદાસે આંખનો વિષય(વિકાર) છોડવા આંખો ફોડી નાંખી. પણ પછી એને જ્ઞાન થયું કે આંખો ફોડવાથી મનના વિકાર જતાં નથી. એટલે કૃષ્ણ-ભક્તિની અંદર જીવન લગાવી દીધું. કોઈ જીવ એમ વિચાર કરે કે મારી ઇન્દ્રિયો એ જ કર્મનું કારણ છે માટે લાવ ઇન્દ્રિયોને કાપી નાખ્યું. ઇન્દ્રિયોને કાપી નાખવાથી ઇન્દ્રિયોના વિષયો શાંત નહીં થાય. આ બહુ કડવું સત્ય છે. સમજવાનું છે. ‘પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા” આ બરાબર સમજવાનું છે.
અને બીજો શત્રુ ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો’ પંચ પ્રમાદ. પાંચ પ્રકારના પ્રમાદ જ્ઞાનીઓએ કહ્યા છે. ૧) મદ, ૨) વિષય, ૩) કષાય, ૪) વિકથા અને ૫) નિદ્રા આ પાંચ પ્રમાદ એ મનની સ્થિતિ છે. પાંચ ઇન્દ્રિયોની સાથે આપણને છઠું મન મળ્યું છે. એ મનની કામગીરી શું છે? આઠ પ્રકારના મદ છે. જાતિ, કુળ, રૂપ, બળ, તપ, વિદ્યા, લાભ અને ઐશ્વર્ય-એટલે લબ્ધિ. મુનિને પણ મદ હોય. બધા મદથી છૂટેલો એવો સાધક મુનિ, પોતાની લબ્ધિના મદમાં, વિદ્યાના મદમાં, તપના મદમાં સપડાઈ જાય. આ મદ છે એ મનનો વિષય છે. આઠ પ્રકારના મદ જ્ઞાનીઓએ કહ્યા છે. કીર્તિ, પૂજા, સત્કાર, પ્રશંસા, પૂજાવા મનાવવાની કામના આ બધામાં ફસાઈ જાય છે. આ મદની અંદર જીવ ફસાઈ
અપૂર્વ અવસર જાય. તો કહે છે આવી અવસ્થા ઊભી થાય તો પણ ‘પંચ પ્રમાદે ન મળે મનનો. ક્ષોભ જો.” ગમે તેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તો મનમાં ક્ષોભ ન આવે. અહીં તો બે-પાંચ લાખ રૂપિયા કમાઈ લે ત્યાં મનમાં ક્ષોભતા આવી જાય. ઝાલ્યો ન રહે. જીવનો સીતારો ચમક્તો હોય, પાસા પોબારાં પડતા હોય, ત્યારે એ જ્યાં હાથ નાખે ત્યાં કમાય એટલે પગ ધરતી પર ટક્તા ન હોય. ઉડતો હોય. એનો મિજાજ સાતમાં આસમાને હોય. ક્ષોભ કેટલો આવી જાય છે? ફક્ત એક વસ્તુ, જ્ઞાન થોડીક જાણકારી આવી જાય, જરાક બોલતા શીખી જાય, બે શબ્દ ક્યાંકથી સાંભળ્યા અને યાદ રહી જાય તો એનો કેટલો મદ આવી જાય. વિદ્યાનો મદ, જ્ઞાનનો મદ, તપનો મદ. કાંઈક તપ કર્યું હોય તો આઠ પંદર જણને કહે નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. કોઈ શાતા પૂછે નહીં તો એને શાતા ન રહે. જાતિ અને કુળના મદની તો વાત કરવા જેવી નથી. એ અજ્ઞાનનું નિકૃષ્ટમાં નિકૃષ્ટ સ્વરૂપ છે. પણ આ ઐશ્વર્ય, જ્ઞાન, તપના મદ ભલભલા મુનિવરોના પણ છક્કા છોડાવી નાખે છે. આનંદઘનજી મહારાજ કહે છે,
‘મનડું કીમ હી ન બાજે, હો કુંથુજિન, મનડું કીમ હી ન બાજે
અરે એ તો કંઈકને ‘નાખે અવળે પાસે.” ભલભલા તપસ્વી અને યોગીઓને પણ ઉંધે કાન નાખી દીધા. આ મદ. આ પ્રમાદનું સ્વરૂપ મદ.
બીજો વિષય. એ વિષય એટલે અહીં ઇન્દ્રિયના વિષય નહીં. પણ કામકામેચ્છા. જીવની અંદર આ વેદોદય થાય ત્યારે મુનિ હોય તો પણ એને ચલાયમાન કરી નાખે. હજારો વર્ષોનું વિશ્વામિત્રનું તપ કામ-વિષય જાગૃત થતાં નિષ્ફળ થઈ ગયું. મન ત્યાં ક્ષોભ પામી ગયું. મનમાં ક્ષોભ થયો એટલે વિચલિત થયો. એના ભાવ હલવા માંડ્યા. એની સ્થિરતા ડગવા મંડી. એ ચલાયમાન થયો. એની વૃત્તિ એના તરફ ખેંચાવા મંડી. આ બધા રતિ-અરતિના પરિણામ છે. જૈન દર્શને જેટલો સૂક્ષ્મતાથી અભ્યાસ મૂક્યો છે એટલો અન્યત્ર જોવા મળતો નથી. રતિઅરતિ-એક દૃશ્ય જોયું અને મનમાં કોઈ ક્ષોભતા નથી. અને એક દૃશ્ય જોયું અને બધી વૃત્તિ હલી ગઈ.
જેમ બગલો ધ્યાન ધરતો હોય ત્યારે એકાગ્રતાથી ઊભો હોય. પણ માછલી આવે ત્યારે એની વૃત્તિ કેવી હલી જાય? પોતે સ્થિર ઊભો હોય પણ મન શોભિત
૪૯
૪૮