________________
અપૂર્વ અવસર સોળ રોગોનો ઉદય થયો છે. દેવોના વૈદ્ય અશ્વિનીકુમારને કરૂણા થઈ. આવો મુનિ સંયમમાં છે અને રોગને કારણે ક્યાંક એની વૃત્તિની અખંડતા તુટી ન જાય માટે હું એમને ઔષધ દઈને એમની વૈયાવચ્ચ કરૂં. સંયમધારી મુનિની વૈયાવચ્ચ એ પણ જીવનનું એક સુકૃત્ય છે. જ્ઞાની પુરૂષો એ બાહ્ય તપમાં વૈયાવચ્ચને એક તપ કીધું છે. એટલે દેવ બ્રાહ્મણના રૂપે આવે છે અને કહે છે, મને આજ્ઞા આપો તો હું મારી પાસે જે જ્ઞાન છે, ઔષધ છે, જડીબુટ્ટી છે, તેનાથી આપનો ઉપચાર કરૂં અને આપ આ રોગોથી મુક્ત થઈને પછી સંયમની સાધના કરો. અને ચક્રવર્તીએ મોઢામાંથી થુંક લઈને, પોતાને કુષ્ઠ રોગ થયો હતો ત્યાં એ થૂક્વાળી આંગળી લગાડી. તો કાયા કંચનમય બની ગઈ. આટલી લબ્ધિનો ધારક મુનિ ! એટલે એણે કહ્યું કે
ઔષધ તો મારી પાસે છે. દેહરોગને મટાડવાનું ઔષધ તો મારી પાસે છે. પરંતુ આ ભવરોગને મટાડવાનું ઔષધ આપની પાસે છે, મહારાજ?” “ના- એ ઔષધ તો નથી.’ ‘તો આપ જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા પધારો.” આટલું સામર્થ્ય, ઐશ્વર્ય, લબ્ધિ પ્રગટ છે છતાં ઉપયોગ ન કરે. મુનિ જો આત્માનો સાચો આરાધક હોય તો પગલે પગલે લબ્ધિ પ્રગટે, “જેમ જેમ આત્માની નિર્મળતા વધે, તેમ તેમ લબ્ધિનું પ્રાગટ્ય વધે.’ કેવી શક્તિ! પણ શક્તિનો ઉપયોગ ન કરે. લબ્ધિનો ઉપયોગ ન કરે. લબ્ધિ નો ઉપયોગ કરવાનો વિકલ્પ મુનિને આવે તો ત્યાં લોભ પ્રવેશી ગયો છે એમ માનવું. મુનિ લબ્ધિનો ઉપયોગ ન કરે. અને જો કોઈ કરતા હોય તો એનામાં મુનિપણાનું લક્ષણ નથી. કૃપાળુદેવે તો કેટલી બધી વાત કીધી છે. આ મુનિપણાની, આચાર્યની કે સાધુની વાત ક્યાં કરશું? તેમણે તો લખ્યું છે, “જે તીર્થંકર છે? – લબ્ધિની વાતમાં ટોચની વાત આપણે લેવાની છે- ‘તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં.’ પ્રશ્ન પૂછળ્યો છે કે, “તીર્થંકર જાય ત્યાં રોગચાળો ન હોય, તીર્થકર જાય ત્યાં સોનાની વૃષ્ટિ થાય તો આટલી લબ્ધિના ધારક હોય તો દુનિયાના સુખ દુઃખ પણ મીટાવી દે ને?” એ બોધિનું દાન કરે. પદ્ગલિક દાન ન કરે. એટલે કહ્યું કે, “જે તીર્થંકર છે તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં એમ જાણીએ છીએ, એમ જ છે.” એટલે કહ્યું કે, “આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. અને આ સૃષ્ટિને વિશે એવો કોઈ પ્રભાવજોગ
ઉર
અપૂર્વ અવસર ઉત્પન્ન થયો નથી અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત વ્યક્તિને ન હોય અને એમ છે તો પણ તે પ્રભાવજોગને વિશે જો કંઈ પણ ક્તવ્ય ભાસે છે પોતાને તો તે પુરૂષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે.” જો એનામાં લબ્ધિનો ઉપયોગ કરવાની લેશ માત્ર પણ ઈચ્છા જાગી તો સમજવું કે એનામાં લોભ પ્રવેશી ગયો છે. એ આત્માનું અજ્ઞાન છે. કૃપાળુદેવ એને તીર્થંકર કહેવાની પણ માન્યતા આપતા નથી. આપણા ભગવાન કેટલા અધિકારથી વાત કરે છે? એટલે કહે છે પ્રબળ સિદ્ધિ હોય- તેના નિદાન હોય તો પણ તેને લોભ ન થાય. આવી સિદ્ધિ.
શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજી મહારાજાએ આ વાતને એટલી સરસ મુકી છે, ‘હે મહાવીર સ્વામી ! હે પાર્શ્વનાથ ! તમને નમસ્કાર છે. કારણ કે કમઠ નામનો દેવ તમારા ઉપર ઉપસર્ગ કરતો હોય, અને ધરણેન્દ્ર તમારી સેવા કરતા હોય, ચંડકૌશિક તમારા પગે સર્પદંશ કરતો હોય અને દેવાધિદેવ ઇન્દ્ર તમારા ચરણમાં નમસ્કાર કરતો હોય, મુગુટ ઉતારીને, છતાં પણ એની મનઃસ્થિતિમાં કોઈ ફરક નથી. એવા પાર્શ્વનાથ ! અને મહાવીર ! એવા તીર્થંકર પરમાત્મા તમને અમારા નમસ્કાર છે. આ કષાયની શાંતતાનું સ્વરૂપ છે. આ તો અંતરના કષાયની વાત થઈ. બહાર શું કરવું?
‘નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.’
અપૂર્વ - ૯ અકષાયી-પણાની મનની ઉત્કૃષ્ટ શ્રેણી જોઈ અને બહારમાં, પ્રસિદ્ધ મુનિ દશાના લક્ષણો પણ જેને વર્તે છે. નગ્નભાવ- નગ્નત્વ, અચલકપણું, દિગંબરપણું. વસ્ત્રમર્યાદા. બન્ને પ્રકાર નગ્ન ભાવમાં આવે છે. દશવૈકાલિક-સૂત્રમાં પણ કહ્યું છે અને કૃપાળુદેવે પણ કહ્યું છે. કે મુનિ જિનકલ્પી થાય તો દિગંબર થાય અને મુનિ સ્થવિર કલ્પી થાય તો વસ્ત્ર ધારણ કરે. એવી મર્યાદા છે. પણ વસ્ત્ર પ્રત્યે મૂછ ન હોવી એ જ મહત્વનું છે. નગ્નભાવ. ભાવ શબ્દ એટલા માટે જ મુક્યો
૩૩