________________
અપૂર્વ અવસર પોતાના માન કષાયને ગાળી નાંખવાનો છે. શાંત કરવાનો છે. ચક્રવર્તી આવીને નમસ્કાર કરે, ચરણસ્પર્શ કરે તો પણ એને માન ન થાય. જોગીન્દર ને સિકંદરની કથા આપણે સાંભળી છે. જોગીન્દર કહે છે. સમ્રાટ તું બાજુ રહે. મારે તારૂં કાંઈ જોઈતું નથી. તું દૂર રહે અને સૂર્યના પ્રકાશને આવવા દે. આવા જોગીન્દરોની આ ધરા છે. ઉપનિષદમાં શિષ્ય ગુરૂને પ્રશ્ન કરે છે, આ જગતમાં ભાગ્યશાળી કોણ? તો કહે, ‘કૌપિનધારી ખલુ ભાગ્યવંતા.' જેણે આ દૂનિયાની અંદર માત્ર કૌપિન ધારણ કર્યું છે. કોઈ વસ્તુની જેને આકાંક્ષા રહી નથી. આવો ચક્રવર્તી જેવો રાજા ચરણસ્પર્શ કરે છે તો પણ જેને માનની લાગણી થતી નથી. કેટલી અદ્ભુત દશા માન કષાય રહિત થવાની. અને અહીં તો પટાવાળો સલામ ન કરે કે છોકરાં માને નહીં તો યે ગુસ્સો આવી જાય. આ વાત અપેક્ષાએ થાય છે. છોકરાઓના વિવેકની અપેક્ષાએ અહીં વાત નથી કરી. આપણા માન કષાયની અપેક્ષાએ વાત કરીએ તો આપણને શું ફરક પડે? એણે વિવેક ર્યો કે ન કર્યો- એનો સંસ્કાર કદાચ નબળો હશે. પણ તારો સંસ્કાર શું છે? કોઈ નમસ્કાર ન કરે તો અહં ઘવાય છે. પોતાને પોતાના અસ્તિત્વનું ભાન એટલું બધું છે- મિથ્યા અસ્તિત્વનું-પોતાના દેહાભિમાન નું માન, પદનું માન, પ્રતિષ્ઠાનું માન, એટલું બધું છે કે- આ માન ગાળવાનું કહે છે. ચક્રવર્તી વંદન કરે તો યે માન ન થાય. એટલી હદે માન ગાળી નાખવાનું છે.
‘દેહ જાય પણ માયા થાય ન રોમમાં,’ જગતના લાભ-અલાભની કે નુકશાન થવાની વાત નહીં. એવું નુકશાન તો કરોડોનું થાય તોયે વાંધો નહીં. કારણ કે જીવતો નર ભદ્રા પામે. માટે સંસારનાં લાભ-અલાભમાં માયા ન કરે. મરી જાઉં, પણ મારો ધર્મ નહીં છોડું. મરી જાઉં તો પણ નીતિ છોડું નહીં. કૃપાળુદેવે પત્રાંક-૪૯૬માં લખ્યું છે, ‘જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ.’ અને પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ નીતિના બાંધા ઉપર પગ મુકીને મુમુક્ષ ન ચાલે. કૃપાળુદેવ બે-ત્રણ શ્રાવકો સાથે ચોપાટી ઉપર ફરવા નીકળ્યા છે. અને એક શ્રાવક પૂછે છે, પ્રભુ ! જૈનમાં પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ? મુંબઈમાં રાજાબાઈ-ટાવર પાસે- હાઈ કોર્ટનો ગુંબજ હતો. કૃપાળુદેવ આંગળી ચીંધીને કહે છે કે High
90
અપૂર્વ અવસર
Courtમાં બેસનાર ન્યાયધીશમાં જેવી પ્રમાણિક્તા જોઈએ તેવી પ્રમાણિક્તા સર્વ સામાન્ય જૈનમાં પણ હોવી જોઈએ. Chief Justice of the High Court- ત્યારે બ્રિટિશરોના વખતમાં એ ન્યાયધીશોની પ્રમાણિક્તાના મુલ્યાંકન હતા. કે જજ બોલે એટલે બસ. એટલો પ્રમાણિક- બધી વસ્તુથી નિરપેક્ષ થઈને એની માધ્યસ્થ વૃત્તિનું એ પરિણામ હોય. એનો વિવેક, એની તટસ્થતા, એની માધ્યસ્થતા એના ચુકાદામાં આવે. લોકો ત્યારે કહેતા, કે જગતમાં હારી જઈશું તો ન્યાય દેવડીએ જઈશું. ન્યાય મળશે. એવી હાઈકોર્ટના જજની પ્રમાણિક્તાની જે દશા- જે ડીગ્રી છે - એવી ડીગ્રી સર્વસામાન્ય જૈનની હોવી જોઈએ. દેહ ચાલ્યો જાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ માયાનું આચરણ કરે નહીં. ગોવાળ કાનમાં ખીલા ઠોકે ત્યારે પણ ભગવાન માયાનું આચરણ કરે નહીં. ‘દેહ જાય પણ માયા થાય ન રોમમાં.’ એક રોમમાં પણ જેને માયાનો અંશ પ્રગટે નહીં. માયાનો વિજય ક્યાં સુધી કરવો? કૃપાળુદેવ લખે છે કે, ‘અશુભ કર્મોનો ઉદય ન હોય તો કોઈ પણ વ્યક્તિ દુ:ખ આપવાને સમર્થ નથી.’ શ્રીમદ્ભુના વચનામૃત એ શાસ્ત્ર છે. અને જો શ્રદ્ધા બેસે તો એક વાક્યમાં બધા શાસ્ત્રનો સાર આવી જાય છે. ‘અશાતા વેદનીયનો ઉદય આવે તે ફળ આપી ખરી જાય છે. તે કાંઈ સ્થાયી રહેતું નથી.’ અશાતા આવે તો તેની કાળ સ્થિતિ પૂરી થાય પછી વેદના આપવા એ ઊભી રહી શકે નહીં. અને તેનાથી આત્માના જ્ઞાન ગુણને કાંઈ હાની થતી નથી. મારૂં સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે. તો અશાતાના ઉદયને કારણે મારા જ્ઞાન ગુણને કોઈ બાધા પહોંચતી નથી. આ વાત સમજવાની છે.
‘લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જો.’
પ્રબળ સિદ્ધિ પ્રગટ થઈ હોય, સામે દેખાતી હોય, ઐશ્વર્ય પ્રગટ થાય પણ સહેજ પણ અંદર લોભ પ્રગટ ન થાય. એ સિદ્ધિનો ઉપયોગ કરવાની પણ કામના ન થાય. કેવી લબ્ધિ સનત્ ચક્રવર્તીને એના દેહમાં, મુનિપણું ધારણ કર્યા પછી સોળ પ્રકારના અસાધ્ય રોગો, એક સાથે, અશાતા વેદનીય કર્મ રૂપે ઉદયમાં આવ્યા અને એની સ્થિરતા, એની શાંતિ, એની ધીરતા અને એના સંયમની અડગતા જોઈને દેવલોકમાં એની ચર્ચા થઈ. ચક્રવર્તીની નામના તો દેવલોકમાં પણ હોય છે. ચક્રવર્તી પદ છોડીને જેણે મુનિપદ ધારણ કર્યું છે તેને અત્યારે અસાધ્ય
૧