________________
અપૂર્વ અવસર પૂજા સત્કાર જ્યાં મળે, આબોહવા સારી હોય, હવા પાણી સારા હોય, અનુકુળ ક્ષેત્ર હોય, આવી વાત સાધકને ન હોય, તો ક્ષેત્ર એ પણ પ્રતિબંધ છે.
કાળ પ્રતિબંધ : આ ઋતુમાં અહીંયા ન જવાય. આ સમયે અહીં બહુ ગરમી હોય. ચૈત્ર મહિને કાંઈ ઈડર ન જવાય. જ્ઞાની કહે છે સાધકને સાધનાકાળમાં આવા કોઈ પ્રતિબંધ ન હોવા જોઈએ.
ભાવ પ્રતિબંધ : મારાપણાનો ભાવ. આ મારાં છે. એટલે અહીં જવું. એ ભાવ પ્રતિબંધ. ‘વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.’ કોઈપણ જગ્યાએથી કોઈપણ વસ્તુ તારે મેળવવાની જ નથી. કોઈ વસ્તુની અનુકુળતા શોધવાની જ નથી. ‘વીતલોભપણું એટલે શું? જેમ ‘વીતરાગપણું’ સમજવું કઠિન છે. તેમ વીતલોભપણું સમજવું કઠિન છે. અને આ ‘વીતલોભ” શબ્દ ‘અપૂર્વ અવસર' સિવાય ક્યાંય આવતો નથી. આ જબરજસ્ત શબ્દ છે. બીજી જગ્યાએ રાગદ્વેષ રહિતપણું આવશે. પણ આ તો ‘વીતલોભ” જો. અનુપમ શબ્દ છે. કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. એટલે કોઈપણ પ્રકારનાં પ્રતિબંધ એને બાધારૂપ થતાં નથી. એવી રીતે વિચરવું. ‘વિચરે ઉદય પ્રયોગ.”આ સંગુરનું લક્ષણ કૃપાળુદેવે કહ્યું છે. આ ‘વિચરવું ઉદયાધિન પણ વીતલોભ જો.’ એ કૃપાળુદેવે પત્રાંક૪૩૦માં કહ્યું છે. ‘દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય. અથવા નિગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે.” જો કોઈ પ્રતિબંધની વાત કરે તો તે ભગવાનના માર્ગમાં નથી. ૫-૮૩૩માં ભગવાન કહે છે, “સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી, અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ થઈ, નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમપુરુષોને નમસ્કાર.’ ‘તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈપણ પ્રકારનું પ્રતિબંધપણું વર્તતું નથી.’ આંક-૪૦૦. કૃપાળુદેવનાં એક એક પત્ર જોતા જાવ. પાનું ફરે અને સોનું ઝરે. વચનામૃતનું એક એક પાનું લો રત્નચિંતામણિ આવ્યા જ કરે, આવ્યા જ કરે. એક એક પાનું ફેરવો અને વીતરાગતાના અપૂર્વ સંદેશ-અભુત સંદેશ જયાં ગાયા છે એને કહેવાય અપૂર્વ
અપૂર્વ અવસર અવસર.” અમે વીતલોભપણે રહીને વિચરીએ એવો અપૂર્વ અવસર હે નાથ ! હે પરમાત્મા! હે સર્વજ્ઞ! અમારા જીવનમાં ક્યારે આવશે? કે અમે ઉદયાધીનપણે રહીને વિચરીએ. પંચ વિષય ભોગવીએ છતાં એમાં રાગદ્વેષથી વિરહિત થઈએ, પંચ પ્રમાદ હોય તો પણ અમારા મનને ક્ષોભતા ન થાય., જેનાથી આખો સંસાર ઘેરાયેલો છે એવા પ્રતિબંધમાં રહીએ તો પણ વીતલોભ રહીએ. વીતરાગ થવું છે પણ એની ભૂમિકા વીતલોભની છે. આવું વીતલોભપણું અમારા જીવનમાં ક્યારે આવે? આ રીતે રહે છે એવા મહત્પષોને નમસ્કાર છે. એટલે કપાળુદેવ પત્રાંક૧૯૪માં કહે છે કે “જીવને હજુ સુધી માર્ગ મળ્યો નથી. તે ક્યારે મળે?’ તો કહે ‘ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે એવા પુરુષોના ચરણોને સેવ્યા વિના, તેના પ્રત્યે દૃઢ પ્રેમ થયા વિના, સનું સ્વરૂપ સમજાતું નથી. અને એવું થયે જીવ જેના ચરણાવિંદ સેવ્યાં છે તેની દશાને પામે છે.” આપણે વીતરાગ થવું છે તો વીતરાગ દશા પ્રાપ્ત કરવી પડશે. આવી દશા કોની છે? તો કહે ‘ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે એવા પુરુષની.” અપ્રતિબદ્ધપણું એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે ક્યાંય બંધાતો નથી. જે ક્યાંય રોકાતો નથી. એવા પુરુષની દશા આપણે પ્રાપ્ત કરવી છે. માટે જ્ઞાની ના ચરણાવિંદ સેવીએ.
આ સતુપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે. .
૫૪