Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 33
________________ અપૂર્વ અવસર રોકાઈ જશે તો જીવને જાણી નહીં શકે. જ્યાં સુધી પરમાત્માસ્વરૂપ પ્રગટ્ય નથી ત્યાં સુધી દીનતાનું માન કર. આપણી સામે આદર્શ તો પરમકૃપાળુદેવ છે. તે પત્રાંક- ૬૮૦માં કહે છે કે, “અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. પણ કર્મબંધનથી દુઃખી થતાં જગતના જીવોની પરમ કારૂણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણા - એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.” એને તો પરમાત્માપણાનું પણ માન નથી. આપણને તો છદ્મસ્થપણાનું અજ્ઞાનનું, મિથ્યાત્વી છીએ ને માન જાગી ગયું છે. એટલે જ જૈનોમાં નવકાર મંત્ર છે. આ પંચ પરમેષ્ઠિપદને નમન કરવાનાં છે. આ વીતરાગ સિદ્ધપદનાં આરાધકની શ્રેણી છે. આના સિવાય બીજી કોઈ શ્રેણી નથી. માટે એનું બહુમાન કર. એને નમસ્કાર કર. એના ગુણગ્રામ ગાવાં. એ સર્વશ્રેષ્ઠ છે. એટલે જિન મંદિર રોજ જવું રોજ જિન પ્રતિમાના દર્શન કરી પરમાત્માની માત્ર સ્તુતિ કરવી. બીજું કાંઈ ન આવડે તો એના ગુણગ્રામ ગાવાં. કપાળુદેવે આ વાતને છ પદના પત્રમાં કેવી સરસ રીતે કહી છે, ‘તેની નિષ્કારણ કરૂણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે.’ કે તું રોજ ભગવાનની સ્તવના કર. પૂ. પ્રભુશ્રી પાસે એક સામાન્ય ખેડૂત આવ્યો હતો અને કહ્યું કે, “પ્રભુશ્રી! તમે મને રોજ નિત્યક્રમમાં આ “વીસ દાહેરા’ ગાવાનું કહો છો. પણ મને તો કાંઈ યાદ રહેતું નથી. અમે તો રાત-દિવસ મજુરી કરવા વાળા માણસ. પ્રભુ ! આ યાદ નથી રહેતું.’ પ્રભુશ્રી કહે, “એમ કર આ એક જ દોહરો રોજ બોલીને ભગવાનની પ્રાર્થના કરજે, ‘કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી, પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. હે પ્રભુ ! હું પાપી છું- અનાથ છું. મારો હાથ ગ્રહણ કરો. તો ખેડૂત કહે, ‘સાહેબ! આટલું પણ યાદ નહીં રહે. આ ફક્ત ‘કરુણામૂર્તિ કહ્યું ને એટલું જ યાદ રહે. પ્રભુશ્રીએ કહ્યું- “બસ, એટલું જ કરજે. બીજું કાંઈ કરીશ મા ! તારું કલ્યાણ અપૂર્વ અવસર થઈ જશે.” પ્રભુશ્રીએ અભયવચન આપી દીધું. સિદ્ધ પુરૂષોનાં, મહપુરૂષોનાં, ગુણગ્રામ ગાવાં, સ્તુતિ કરવી, એની મહાનતાની નિરંતર સ્તવના કરવી. એની પાસે પોતાની પામરતા ઈચ્છવી. આજ છે “માન પ્રત્યે તો દીનપણાનું માન જો.’ ‘માયા પ્રત્યે માયા સાક્ષીભાવની.’ જ્ઞાની કહે છે, માયા થાતી હોય તો તું એનાથી વેગળો થઈ જા અને સાક્ષી બનીને જોયા કર. કે, “હે જીવ ! તું કેવા પ્રપંચ કરી રહ્યો છે. આપણે ખોટું બોલીએ અને ખોટું કરીએ ઘણીવાર- ત્યારે જ્ઞાની એમ કહે છે કે તું તારાથી જુદો થઈ જા અને પોતાને જ કહે કે, ‘તું કેવું ખોટું કરી રહ્યો છે?’ તું તારી જાત સાથે જ માયા કર અને સાક્ષી થઈ જા. ઉદયાધીન જે માયાચાર ચાલતો હોય તે એનો તું સાક્ષી થઈ જા. દા.ત. ખાવું નથી અને ખવાઈ ગયું તો પોતાને જ કહેવું, કે “જોયું? તેં કેવું પાપ કર્યું? આ ખોટું કર્યું ને? ભગવાનની આજ્ઞા નથી તો યે કર્યું ને? ભલે કદાચ જીવ લેપાઈ ગયો, અને માયા કષાયથી ખોટું કર્યું, પ્રપંચ કર્યો, માયાથી જુઠું બોલ્યો પણ પછી મનમાં જો સાક્ષીભાવ આવે તો વિચારે કે, “હે જીવ! તેં આ શેના માટે ક્યું? કોના સારૂં આ નાટક કર્યું.’ આ પોતે જ કરેલી માયાનો સાક્ષી બની જાય છે. આજ સુધી એ માયામાં જોડાઈ જતો હતો. કહેતો કે, “આપણે Practical તો થાવું જોઈએ.’ આ Practical થવામાં જીવ માયા કરે છે. છળકપટ કરે છે. પ્રપંચ કરે છે. છેતરપીંડી અને દંભ કરે છે. અને પાછો એને પોતાનો આવશ્યક ગુણ સમજે છે. એને પોતાની આવશ્યક શક્તિ સમજે છે, એને પોતાની હોંશિયારી અને ચાલાકી ગણે છે. અને પોરસાય છે કે મારા જેવો શાણો જગતમાં કોઈ નથી. ચાલાકી કરીને પાછો ‘કોઈને ખબર ન પડી’ એવું અભિમાન કરે છે. આ માયા છે. જૈન દર્શન કહે છે કે અન્યની સાથે આવો છેતરપીંડીનો વ્યવહાર A sense of deception- આ માયા છે. ત્યારે જ્ઞાની કહે છે કે તું જાતથી જુદો થઈ જા. તેં કરેલી માયાનો તું સાક્ષી થઈ જા. કે “એક થોડા પૈસા માટે તેં આવી માયા કરી?” એક થોડા તારા અભિમાનને પોષવા માટે સગાંસંબંધી સાથે તે આવું જુઠું કર્યું? આવો પ્રપંચ કર્યો? આવો દંભ કર્યો? ખોટું, દંભ, જૂઠ, છળ, કપટ, પ્રપંચ, છેતરપીંડી, જ્યારે થાય ત્યારે જાગૃત થઈ જા અને જીવને પૂછે કે શું કામ કર્યું? નિમિત્ત મળ્યું, પ્રસંગો એવા ઊભા થયા, અવસર આવ્યો, કારણ મળ્યું,

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99