________________
અપૂર્વ અવસર
સ્વાધ્યાય - 3 નિગ્રંથનું દ્રવ્ય ચાત્રિ - (ગાથા - ૭,૮,૯) સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી સાધક નિગ્રંથ પદની અભિપ્સા કરે છે. ઝંખના કરે છે. કારણ કે હવે આત્માની મુક્તિનું લક્ષ બંધાઈ ગયું છે. ‘કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.’ હવે બીજા કોઈ વિકલ્પ રહ્યાં નથી. વિકલ્પ ચાલુ જ રહે તો એ જ્ઞાન થયાનું લક્ષણ નથી. જ્ઞાન થાય એટલે વિકલ્પ ટળી જાય. એને તો હવે એક જ વાત છે. સિદ્ધપદની પ્રાપ્તિ, અને સિદ્ધપદથી ઓછું કશું જ જોઈતું નથી. કશું જ ખપતું નથી. અને સિદ્ધપદની પ્રાપ્તિ માટે નિગ્રંથ પદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ‘ન અન્ય પંથાઃબીજો કોઈ ટુંકો માર્ગ નહીં. જો બીજો કોઈ ટુંકો માર્ગ હોત તો અનંતા સિદ્ધો, અનંતા કેવળીઓ, અનંતા તીર્થંકરો એ બીજા માર્ગે ગયા હોત. પણ આ બધા જ જ્ઞાની ભગવંતોએ નિગ્રંથ પદની આરાધના કરીને પછી જ સિદ્ધપદની પ્રાપ્તિ કરી છે. એટલે જ ભગવાન કુંદકુંદાચાર્યે કહ્યું,
‘શ્રમણો, જિનો, તીર્થકરો, આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માને.’
નિર્વાણનો માર્ગ તો એક જ છે. મોક્ષના માર્ગ બે નથી. પરમકૃપાળુદેવે પત્રાંક-પ૫માં કહ્યું છે. “મોક્ષના માર્ગ બે નથી.’ આવી નિગ્રંથપદની સાધના કરનાર એ સાધકે નિગ્રંથદશાના લક્ષણો આપણને બતાવ્યા. નિગ્રંથનું ભાવ ચારિત્ર કહ્યું. ગાથા નં. ચારમાં કહ્યું કે, ઘોર પરીષહ અને ઉપસર્ગના ભયથી પણ જેનો અંત ન આવે એવી આત્મસ્થિરતા. મન-વચન-કાયાના યોગનું સંક્ષેપપણું. હવે તો બધું સમેટવાનું છે. જે દિવસે સમ્યક્દર્શન થયું તે દિવસે સંસાર તો સમેટાઈ ગયો. નિશ્ચયથી. હવે દેહ છે ત્યાં સુધી એને મન-વચન-કાયાના યોગ છે. તો તેની પ્રર્વતનાને પણ સંક્ષિપ્ત કરવી છે. એટલે ગાથા નં. પાંચમાં કહ્યું કે, આ મનવચન-કાયાના યોગની પ્રર્વતના પણ હવે માત્ર સંયમના હેતુથી જ થાય. સંયમના હેતુ સિવાય કંઈ નહીં. એ પ્રર્વતના થતાં સતત જાગૃત રહે કારણ કે કેવળજ્ઞાન થતાં સુધી આ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. આત્મ સ્થિરતાનું સાતત્ય જળવાતું નથી. એટલે સાધક કહે છે કે એને માટે સ્વરૂપનો લય અને જિનેશ્વરની આજ્ઞા આ બે આલંબન છે. બારમા ગુણસ્થાનકના અંત સુધીની સ્થિતિએ જ્યાં સુધી જીવ
અપૂર્વ અવસર પહોંચ્યો નથી ત્યાં સુધી આ એની મુડી છે Balance અને cheque છે. સ્વચ્છેદે વર્તન કરવા જાય તો સમ્યફદર્શન હોવા છતાં ચુકી જવાય. એટલે સ્વરૂપનો લક્ષ અને જિનેશ્વરની આજ્ઞા બન્ને જોઈશે. સ્વરૂપનો લક્ષ એ નિશ્ચય છે અને જિનેશ્વરની આજ્ઞા એ વ્યવહાર છે. જો વ્યવહારનો છેદ ઉડાડીએ તો જિનેશ્વરની આજ્ઞાનો છેદ ઉડી જાય. એ તીર્થ છે. એટલે ‘સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો.’ અને ‘તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં’ કારણ કે છેવટે તો એકાંત એવા પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. એટલે વ્યવહારને ઊભો નથી રાખવો. પણ ક્રમ સમજવો જોઈએ. વસ્તુનું સ્વરૂપ સ્યાદ્વાદથી સમજવું જોઈએ. અને જ્યારે પોતાનું આત્મસ્વરૂપ પૂર્ણ પ્રગટે અને કષાયમાત્રનો નાશ થાય, મોહ નામનું કોઈ કર્મ રહે નહીં ત્યારે એ પ્રર્વતના પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. છઠ્ઠી ગાથામાં કહ્યું કે નિગ્રંથને મન-વચન-કાયાના યોગથી પ્રર્વતન તો થાય પણ પાંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતપણું હોય. અને પંચ પ્રમાદમાંથી જો કોઈ પ્રમાદની સ્થિતિ આવે તો મનમાં ક્ષોભ ન થવો જોઈએ. મન ચલાયમાન ન થવું જોઈએ. મન જરા પણ વિક્ષેપ ન પામવું જોઈએ. મન જો વિક્ષિપ્ત થઈ જાય તો સ્થિરતા ડગી જાય. આત્માની સ્થિરતા ડગે અને એક્વાર જો મનમાં ક્ષોભ થાય તો કાયામાં ક્ષોભ થયા વિના રહે જ નહીં. કાયામાં ચપળતા આવે. ચંચળતા આવે અને મન-વચન-કાયામાં જ્યારે ચંચળતા આવે ત્યારે આત્મપ્રદેશોમાં સ્પંદન થાય. એ કંપન થાય. એ કર્મની સ્થિતિ બને છે.
કૃપાળુદેવે માર્ગની સ્પષ્ટતા એટલી સરસ રીતે કરી છે. વીતરાગના માર્ગને ક્યાંય પણ ન્યુનાધિક કહ્યો નથી. આટલી મધ્યસ્થતા ક્યાંય પણ જોવા નથી મળતી. કારણ કે જગત નયવાદમાં અને મતાગ્રહમાં ખેંચાઈ ગયું છે. આગ્રહ એ જ ધર્મનું સ્વરૂપ થઈ ગયું છે અને અહીં આ શ્રીમદ્ રાજચંદ્ર નામનો એક પુરૂષ અધ્યાત્મિક પુરૂષ-વીતરાગના સનાત્તન માર્ગનો પ્રતિનિધિ અનાગ્રહનું પ્રતિક બનીને આવ્યો છે. કૃપાળુદેવને ઓળખવા માટે આપણે એના આ અનાગ્રહ સ્વરૂપને ઓળખવું જોઈશે. તો જ આ પુરૂષ કેટલો લોકોત્તર હતો એનો આપણને ખ્યાલ આવશે.
કૃપાળુદેવ કહે છે પંચ પ્રમાદ- મદ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા આ પાંચ પ્રમાદમાં પણ મનનો ક્ષોભ ન થાય અને જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી
પ૭