________________
અપૂર્વ અવસર ઉદાયાધીન વિચરવું પડશે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પ્રતિબંધ વગર ઉદયાધીન પણ વીતલોભ વિચરવું. કશું જ મેળવવાની જેની કોઈ આકાંક્ષા નથી. જેને કોઈ સ્પૃહા નથી, એવા વીતલોભ. સત્પુરૂષનું લક્ષણ- “અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.” ગુપ્ત, અંતરમાં સ્પૃહા નથી. બાહ્યથી દેખાય કે ભગવાન અહીં ગયા, ત્યાં ગયા - અહીં ચાતુર્માસ કર્યા. પણ એ વિચરવું ઉદયાધીન છે. આ મહાપુરૂષોની આચરણ એવી જ હોય કે જેને અંતરંગમાં કોઈ સ્પૃહા નથી. બાકી તો કાંઈ કહ્યું જાય એમ નથી. આમ કૃપાળુદેવે આપણને સપુરૂષનું ઓળખાણ કરાવ્યું છે. આવા મહપુરૂષના પંથે જાવું છે. આવો અવસર અમને ક્યારે મળે? હે આત્મા! તેં અવસર માટે જીવનમાં કેટલા આરંભ સમારંભ કર્યા, કેટલાય અવસર માણ્યા, કેટલાના તેડા કર્યા. પણ હે જીવ ! જીવનમાં આવો અપૂર્વઅવસર ક્યારે આવશે? આ નિગ્રંથની અંતરની ભાવ સ્થિતિ શું છે તે બતાવ્યું.
હવે ગાથા ૭-૮-૯માં એમનું દ્રવ્ય ચારિત્ર કેવું હોય? આ સમ્યફદર્શન થયા પછી નિગ્રંથપદની ભાવનાની વાત ચાલે છે. નિગ્રંથનો ભાવ સંયમ કેવો હોય? દ્રવ્ય સંયમ કેવો હોય? ભાવ સંયમની સ્થિતિ આપણે જોઈ. હવે એનું દ્રવ્યચારિત્ર. એ સંસારમાં છે તો એને કાંઈક વ્યવહાર પણ હશે જ. અને વ્યવહાર હોય પણ ખરો. કારણ કે દેહ છે એ જ વ્યવહારનું સ્વરૂપ છે. અને દેહથી મોક્ષ હોય તો વ્યવહારથી પણ મોક્ષ થાય છે.
‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો;ક
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.’
અપૂર્વ - ૭ આ નિગ્રંથના ભાવ સંયમની વિચારણા કરીએ છીએ. આ મુનિ દશામાં ગયેલ સાધક જીવમાં કષાયનું સ્વરૂપ કેવું હોય? આ જીવને ૨ખડાવનાર તો કષાય છે. અનંતાનુબંધી કરો કે થોડા ભવ કરો. પણ ભવનું કારણ કષાય છે. તો જો કષાય નથી તો ભવનું બંધન નથી. જ્ઞાની હવે અહીં કષાયનું સ્વરૂપ સમજાવે છે. આ જીવ મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન તો સ્વરૂપના લક્ષ અને જિનેશ્વરની
અપૂર્વ અવસર આજ્ઞાએ સંક્ષિપ્ત કરે. પણ એના કષાયનું શું થાય? કષાયના જે કર્મ છે તે ઉદયમાં આવે ત્યારે શું કરવું?
તો કૃપાળુદેવ પહેલું કહે છે. મુખ્ય કષાય ચાર છે. આખા જૈન દર્શનને સમજવા માટે આ ચાર કષાય કહ્યાં જેનો રાગ-દ્વેષ એ બેમાં સમાવેશ થઈ જાય. અને રાગમાં બધું આવી જાય. આ ચાર કષાયને જીતવા- એની ભાવદશા કેવી જોઈએ? તો કહે છે, ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ ઉદયમાં આવે તો એ ક્રોધ પ્રત્યે ક્રોધ કરે. ક્રોધ ઉદયમાં લાવનાર નિમિત્ત પ્રત્યે ક્રોધ ન કરે. નિમિત્ત- કોઈ આપણું અહિત કરે, કોઈ આપણી વસ્તુ છીનવી લે, આપણાથી પ્રતિકૂળ વર્તના કોઈની થાય અને આપણને કેસ ન આવે એટલે એ નિમિત્ત બન્યા. કારણ બન્યા. આપણી વસ્તુ કોઈના હાથથી તુટી ફુટી જાય. આ બધાં નિમિત્તના કારણ છે. આ ક્રોધ આવવા માટે પૂરતા કારણો છે. તે સમયે આ નિગ્રંથપદમાં રહેલો સાધક શું કરે? એ મુનિ દશામાં છે તો ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા.’ એને ક્રોધ જ્યારે થાય, ક્રોધના સંયોગો કે ક્રોધનાં કારણો જયારે ઊભા થાય, ક્રોધનાં નિમિત્તની રચના કયારે થાય તે સમયે, એ ક્રોધ કરે. પણ બાહ્ય નિમિત્ત ઉપર ક્રોધ ન કરે. પર નિમિત્ત ઉપર ક્રોધ ન કરે. એ પોતાનાં ક્રોધ ઉપર જ ક્રોધ કરે. કૃપાળુદેવે ક્રોધ ઉપર ક્રોધ કેવી રીતે કરવો તે ઉપદેશનોંધ ૩૬માં સમજાવ્યું છે.
‘ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારૂં બળ નહીં ચાલવા દઉં.' ક્રોધને કહેવું કે હવે હું તારૂં બળ નહીં ચાલવા દઉં. ક્રોધની સામે થવું. જેમ સંસારમાં આપણે એક બીજાને, સાસુ વહુને- સમોવડિયાને વેવાઈવેલાને કહીએ છીએ કે હું હવે નહીં સાંખી લઉં. તમારી સામે બોલતા નથી એટલે? આ આપણે બહારના ઉપર ક્રોધ કરીએ છીએ. જ્ઞાની પુરૂષ કહે છે કે તારે ક્રોધ પ્રત્યે ક્રોધ કરવાનો છે. તું એ ક્રોધના ઉદયને કહ્યું કે હે ક્રોધ! તેં મને અનાદિથી હેરાન કર્યો છે. હવે તારૂં બળ ચાલવા નહીં દઉં. આજ સુધી હું તરત જ તને શરણે થઈ જતો હતો. જરાક કાંઈક થાય કે આવેશ આવી જાય અને ક્રોધનો પારો ઉપર ચડી જાય. Highly inflammable not to be loose shunted એવું પેટ્રોલના
પ૯