Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 26
________________ અપૂર્વ અવસર થાય છે. જીવનમાં જ્યારે આવો વિષય ઉત્પન્ન થાય છે, એવો કોઈ અવસર આવે છે, એવી કોઈ તક ઊભી થાય છે ત્યારે આ મન ક્ષુબ્ધ થાય છે. ક્યારેક પ્રત્યક્ષ, ક્યારેક અપ્રત્યક્ષ, ક્યારેક ચિત્રથી, ક્યારેક દૃશ્યથી મનની વૃત્તિઓ ચલિત થાય છે. જ્ઞાનીઓ તો કહે જ છે કે શૃંગારજન્ય દૃશ્યો જોવા નહીં. આપણને એમ થાય કે TV પર ગમે તે આવે અમને જોવાથી શું ફરક પડે? પણ ખબર નથી જીવને કે એની વૃત્તિઓ વિકૃત થઈ જાય છે. મન હલબલી જાય છે. શરાબ પીઓ. કેટલો મનનો ક્ષોભ આવી જાય? મને કાંઈ ન થાય એમ ન સમજવું. તને ખબર નથી કે આ મનની ચંચળતા હલી ગઈ. મકાનનો પાયો હલી જાય અને ગમે તેવી ઊંચી ઇમારત કડડ-ભૂસ કરતી પડી જાય. એમ અનેક વર્ષોનો વૈરાગ્ય, અનેક વર્ષનું ચારિત્ર, એક પ્રમાદની જાગૃતિ થાય અને મનની અંદર ક્ષોભતા જો ઊભી થાય તો હલબલી ઊઠે. From base itself. જ્ઞાની આ વૃત્તિને એટલી સરસ રીતે કહે છે. ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો.’ એમાં મદ, વેદોદય એટલે કામ-વિષય એના માટે કૃપાળુદેવ કહે છે ‘એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુરને અધિકાર.” -‘બ્રહ્મચર્ય વિશે સુભાષિત ‘નિરખીને નવયૌવના” આ પદમાં આ વસ્તુ મુકી છે.સાધકને અને શ્રમણને બધાને એક સરખું જ લાગું પડે. એક વિષયને જીતી લો. જો એ જીતાય જશે તો આખું રાજ સંસારની અંદર જીતાઈ જશે. પણ બહુ અઘરું છે. ક્ષુબ્ધ થતી વૃત્તિઓનું મનને ભાન થવું જ આકરે છે. તો જીતવાની વાત તો પછી. દુમનનું ભાન હોય તો જીતાય? કે દુશ્મનનું ભાન ન હોય તો પણ જીતાય? આ જીવને-પોતાની વૃત્તિ ચલિત થઈ ગઈ એનું ભાન જ નથી. ક્ષુબ્ધતા આવી. મનની સ્થિરતા ડગી ગઈ. અંદર એક એક પરમાણુ બધા હલી ગયા. સામાયિક, નિત્યક્રમ, માળાના જાપ કરીને સ્થિરતા-શાંતપણું પ્રાપ્ત કર્યું અને પછી જો T.V. ની સામે બેઠા તો શાંત થયેલા બધા પરમાણુ હલબલી જાય અને ડગી ગયેલી સ્થિરતા સાથે રાત્રે સુઈએ તો મનોવ્યાપાર ચાલુ થઈ જાય અને ઊંઘમાં પણ કર્મ બંધાઈ જાય. કારણ કે કર્મ ભાવથી બંધાય છે. દ્રવ્યથી નહીં, ક્રિયાથી નહીં. એની સાથે જોડાયેલો ભાવ કર્મ પ૦ અપૂર્વ અવસર બંધાવે છે. જ્ઞાની કહે છે અપૂર્વ અવસર જોઈએ છે અને જીવને એ જ ખબર નથી કે ક્યાં જીત મેળવવાની છે? ' વિષય પછી આવે કષાય. કષાયના પરિણામ ન કરાય. કષાયના પરિણામ થાય તો આત્માની સ્થિરતા ડગી જાય, હલી જાય. અહીંયા એ કષાય પણ મનનો વ્યાપાર છે. આ પંચ પ્રમાદની વાત ચાલે છે. પહેલો પ્રમાદ મદ, બીજો પ્રમાદ વિષય, ત્રીજો પ્રમાદ કષાય. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય અને જીવ કષાયના પરિણામ કરે તો પ્રમાદમાં આવ્યો. વિકથા-કથા, ભોજનકથા, દશકથા અને રાજકથા. એટલે વાતોના ચાપડા, નવરો બેઠો નખ્ખોદ વાળે. આ નકામી વાતો કરીને પોતાના આત્માનું નખ્ખોદ વાળે છે. આપણી વાતોથી કોઈના શાસન નહીં હલી જાય. પણ આત્માના શાસનનું નખ્ખોદ નીકળી જશે. તારી સ્થિરતા, તારા મનની અડોલતા તેં ગુમાવી દીધી- You are disturbed. આ જીવ વિકથામાં પડી જાય, ચર્ચાના ચકડોળે ચડી જાય અને પછી ટેમ્પર ગુમાવી દે તો ઊંઘમાં પણ એને હાર્ટ-એટેક, પક્ષઘાત, હેમરેજ, બી.પી. થઈ શકે કારણ કે He become excited, Anxiety - ચિંતા. Loosing temperament અને લોહીના પરમાણુઓ ઉકળવા મંડે. જેમ ગેસ ઉપર મુકેલાં તપેલામાં પાણી ઉકળે તેમ અંદરમાં કષાય ઉકળવા મંડે. અને આ કષાયનો અગ્નિ કોણ હારશે? અકષાયી થવું પડશે. આ કષાય એટલે પ્રમાદ. “હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરીશ.’ તો ગૌતમ ગણધર કાંઈ વિષયકષાયમાં લુબ્ધ ન હતા. મહાવીર જેવો ભગવાન ગુરુ સામે બેઠો છે ત્યારે, પણ આ ગણધર ગૌતમ, ભારતવર્ષનાં શ્રેષ્ઠ ગુરુવરોની અંદર શીરોમણી, એવા ગુરુને ભગવાન મહવીર નિગ્રંથ કહે છે કે, “હે ગૌતમ! સમય માત્રનો પ્રસાદ ન કર.' તારા મનનાં પરિણામને ક્ષુબ્ધ થવા દે માં. વિચલિત થવા દે માં. વિકથા પછી નિદ્રા આવે. શરીરને આવશ્યક નિદ્રા એ એક વાત છે. અને ઊંઘ ન આવે તો પણ પથારીમાં પડ્યા રહેવું એ જુદી વાત છે. પથારીમાં પડખાં ફેરવતો હોય. જ્ઞાની કહે છે આ પણ પ્રમાદ છે. આળસ એ પણ પ્રમાદનું એક સ્વરૂપ છે. ‘દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધિન પણ વીતલોભ જો.” - ૫૧ |

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99