________________
અપૂર્વ અવસર સમજાય, રાજ તારો વિરહો નહી રે ખમાય.” અનંતો કાળ જશે તો પણ આવો પુરુષ નહીં મળે. આવું ચારિત્ર જોવા નહીં મળે. નિગ્રંથપદની ઝંખનાવાળો પુરુષ તે નિગ્રંથપદને પણ ટક્કર મારે એવી અદ્ભુત સ્થિરતા, અને પછી કહે છે, ‘તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ હવે કહે છે કે તે મન-વચન-કાયાના યોગની જે સ્થિરતા છે, જે સ્વરૂપ લશે અને જિનઆજ્ઞા આધીન છે તે પણ હવે નથી જોઈતી. એ પ્રવર્તના પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય. સાતમાં ગુણસ્થાનક સુધી અવલંબનનું જોર ઘણું હોય અને મુનિ જ્યારે અપૂર્વકરણની શ્રેણી માંડે ત્યારે એ જોર પણ ઘટતું જાય. જ્યાં સુધી પોતાના ભાવ સ્થિર થયા નથી ત્યાં સુધી સદ્ગુરુની નિશ્રામાં રહેવાનું છે. ત્યાર પછી એ નિશ્રા પણ ગૌણ કરી એકાકી ચાલ્યો જાય. કેવી અભુત દશા. આ પ્રવર્તના ક્ષણે ક્ષણે ઘટતી જાય. આમા ક્ષણ ક્ષણ શબ્દ સમજાય? આપણે આત્મિક પુરુષાર્થ સમજવો છે. આ મન-વચન-કાયાના યોગની પ્રવર્તના પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય, આ સ્થિતિ સમજવાની છે.
માણસ છેલ્લી અવસ્થામાં હોય અને Intensive-Careમાં હોય ત્યારે ડોક્ટર એમ કહે કે Now it is a matter of hours. ત્યારે એના દેહ-કાયાના પરમાણુ ક્ષણે ક્ષણે શાંત થતા હોય-જ્ઞાનભાવે નહીં પણ મૂર્છાભાવે ત્યારે કેવી હાલત હોય? શરીરનો સંચો ખોટવાઈ જાય ત્યારે મિનીટે મિનીટે એક એક વસ્તુ કામ કરતી બંધ થતી જાય. મૂછભાવે, પરંતુ અહીં જ્ઞાનીપુરુષ, આત્માના ઉપયોગની પરમ જાગૃતિ પૂર્વક પોતાના મન-વચન-કાયાના યોગની પ્રવર્તનોને સ્વરૂપ લો અને જિનેશ્વરની આજ્ઞાને આધીન હોવા છતાં ધીરે ધીરે સંક્ષિપ્ત કરતાં કરતાં એવી સ્થિતિમાં આવે છે કે “અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ એ પોતાના સ્વરૂપમાં જ લીન થઈ જાય. આવો અપૂર્વ અવસર અમારા જીવનમાં ક્યારે આવશે? આ એક એક ગાથામાં અપૂર્વતા શું છે? આવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે અમારા મન-વચન-કાયાના યોગ વર્તે ત્યાં સુધી સંયમના હેતુથી વર્તે, સ્વરૂપ લક્ષે વર્તે, અને જિનેશ્વરની આજ્ઞાને આધીન વર્તે અને તે પણ ક્ષણે ક્ષણે ધીરે ધીરે ઘટતા જાય. જેમ દીવામાં પુરેલું ઘી ઓછું થતાં, દીવો ધીરે ધીરે બુઝાતો જાય. તેમ પુરી સશક્તતા હોવા છતાં એ મુનિ ઝંખના કરે છે કે એ યોગ- ‘અંતે
અપૂર્વ અવસર થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ હે નાથ! એ યોગ નિજ સ્વરૂપમાં સમાઈ જાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે?
‘પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.’
અપૂર્વ - ૬ એક એક અવસરની અપૂર્વતા આ પુરુષ બતાવે છે. ભવાંતરમાં ક્યારેય આવો અપૂર્વ અવસર મળ્યો નથી. અરે! એની કલ્પના પણ કરી નથી. આ અપૂર્વતા આવે તો આ પદ ગાતાં જીવ પરમાત્મા સાથે એકાકારતા અનુભવે. પોતાના આત્માની ભલે આજે એવી અવસ્થા નથી. પણ પૂર્ણ અવસ્થાની સાથે વિચારથી જોડાય. હવે આગળ કહેવું છે કે આ મુનિ અવસ્થા પણ દેહધારીની અવસ્થા છે. આ નિગ્રંથપદ છે. સિદ્ધપદ નથી. અને નિગ્રંથપદને મન-વચનકાયાના યોગ છે. શરીર છે એટલે ઇન્દ્રિયો તો હોય જ. ઇન્દ્રિયો છે એટલે એના વિષયો પણ હોય. અને પાંચ ઇન્દ્રિયો વિદ્યમાન હોતા તેના ત્રેવીસ વિષયો પણ હોય છે. કાંઈ આંખ હોવા છતાં આંધળાપણું કે કાન હોવા છતાં બહેરાપણું નથી. સ્વાદેન્દ્રિય પણ છે અને સ્પર્શેન્દ્રિય હોવાથી બધા સ્પર્શનું પણ ભાન છે. ધ્રાણેન્દ્રિય હોવાથી સુરભી-દુરભી પણ અનુભવી શકે. જ્ઞાનીને દેહધારી છે ત્યાં સુધી આ છે. આ સંસારમાં ક્યા ક્યા ભય સ્થાન રહેલા છે. તેની હવે આ પુરુષ વાત કરે છે. તેઓ ખૂબ જ જાગૃત છે.
આ શરીર છે ત્યાં સુધીમાં આ આત્મસ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત કરવામાં ક્યા ક્યા અવરોધ છે, એની, પૂર્ણ જાગૃતિ પૂર્વક, અનુભવ પૂર્વક આ વાત લખી છે. એટલે એમની વાતમાં કેટલો બધો સચ્ચાઈનો રણકો છે. એમની વાતમાં એટલી બધી તાદ્રશ્યતા લાગી છે કે આપણે બધાને આ સ્થિતિનો અનુભવ થાય કે જે સ્થિતિમાંથી શ્રીમદ્ રાજચંદ્રદેવ પસાર થયા છે. એ પોતે એ સ્થિતિમાંથી પસાર થઈને લખે છે. એટલે કહે છે, ‘પંચવિષયમાં રાગ-દ્વેષમાં વિરહિતતા.”
દેહ છે એટલે એને ઇન્દ્રિયો પણ છે. જ્ઞાની પણ આહાર કરે અને વિચરણ