________________
અપૂર્વ અવસર છે. એટલે કહે છે કે, “સંયમના હેતુથી યોગ પ્રવર્તના.' અમારા મન-વચનકાયાના યોગ તો છે જ. અને એ યોગ છે ત્યાં સુધી એનું પ્રવર્તન પણ છે. “પ્રત્યેક પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, જડ પદાર્થ પણ અર્થ ક્રિયા સંપન્ન છે. એનું પ્રવર્તન કેવું હોવું જોઈએ. તો ઝંખના કરે છે કે “પ્રભુ! જ્યાં સુધી આ દેહથી મુક્ત ન થવાય ત્યાં સુધી મન-વચન-કાયાના યોગની પ્રવર્તના ફક્ત સંયમના હેતુથી થાય.' આ મુનિના ભાવચારિત્રની વાત ચાલે છે. મુનિ ચારિત્રને ટકાવવા કેવા ભાવ કરે છે? તો કહે, ‘સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો.’ હવે અમારું જીવન
સ્વરૂપના લક્ષથી અને જિનેશ્વરની આજ્ઞાના આધીનપણાથી વર્તો. ‘આણાએ ધમ્મો, આણાએ તવો’ અમારો લક્ષ ફક્ત સ્વરૂપ પ્રાપ્તિનો છે. પૂર્ણપદની પ્રાપ્તિ કરવી છે. તો હવે પોતાનું ડહાપણ ચલાવવું નથી, કારણ કે જીવ પોતાના સ્વરછંદે તો અનાદિકાળથી રખડ્યો. માટે એક નિશ્ચય કર્યો કે મારી સમજણ કામ આવે એમ નથી. આજ સુધી જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છું. મારો બોધ મારા પરિભ્રમણનું કારણ થયું છે. મારો બોધ, મારું ડહાપણ, મારી ચતુરાઈ, મારી ચાલાકી સંસાર વર્ધક થઈ છે. મારે સંસાર નાશક સ્થિતિ જોઈએ છે. માટે હવે જિનેશ્વર ભગવંતો, જેણે ચાર ઘાતકર્મોનો નાશ કર્યો છે એવા તીર્થંકર પરમાત્માઓ, કેવળી ભગવંતોની આજ્ઞાને આધીન વર્તવું છે. ‘આત્મસિદ્ધિ'માં શિષ્યને આત્માના દર્શનનું જ્ઞાન થયું એટલે ગુરુને શું કહ્યું?
‘આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દિન.’ આ.સિ.-(૧૨૬)
આ દેહ આદિ આજથી પ્રભુની આજ્ઞામાં વર્તો. હવે અમારે અમારું પોતાનું માનેલું કે કહેલું કરવું નથી. અમારે હવે જ્ઞાનીઓનું કહેલું કરવું છે. જિનઆજ્ઞાસ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન છે. આ બે શબ્દમાં કેટલો જબરજસ્ત પરમાર્થ છે. આપણે ક્યારેય જિનઆજ્ઞા આધીન થયા? I am subject to that command of supreme soul. ગમે તે વાત હોય- જ્ઞાનીની આજ્ઞા છે તો મને માન્ય છે. જ્ઞાનીની આજ્ઞા નથી તો મને માન્ય નથી. આપણે કોઈ દિવસ જ્ઞાનીની authority સ્વીકારી? આપણે જૈન છીએ. દેવગુરુનાં દર્શન પણ કરવા જઈએ છીએ. કોઈ દિવસ એવો વિકલ્પ આવ્યો કે જિનેશ્વરની આજ્ઞામાં આ વિકલ્પ હોય
૪૨
અપૂર્વ અવસર તો મને માન્ય છે. બીજું કાંઈ મને નથી જોઈતું. I don't care. આ નથી થતું કારણ કે એવી આધીનતા આવી નથી. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો.’
સંયમ શું? વિવેકપૂર્વક, અકષાય ભાવથી, જે પાંચ મહાવ્રત ભગવાને કહ્યા છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરગ્રહ- એ પાંચ મહાવ્રતનું પાલન તે સંયમ. સાધુ પૂર્ણતાએ પાલન કરે. શ્રાવક ગૌણતાએ પાલન કરે. ધર્મ શ્રમણનો હોય કે શ્રાવકનો હોય એક પંચ મહાવ્રત પાળે- એક પંચ અણુવ્રત પાળે. વિવેકપૂર્વક-ઉપયોગની જાગૃતિપૂર્વક અને અકષાયભાવથી. આને સંયમ કહેવાય. આને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે. આ આચાર ધર્મ છે અને ચાર મહાવ્રત પણ અહિંસા ધર્મના પાલન માટે છે. “અહિંસા પરમો ધર્મ’ પહેલા મહાવ્રતના પાલન માટે બાકીના ચાર મહાવ્રત કહ્યા છે. અહિંસાના પાલન માટે સત્ય છે, અહિંસાના પાલન માટે અચૌર્ય છે, અહિંસાના પાલન માટે બ્રહ્મચર્ય છે, અહિંસાના પાલન માટે અપરગ્રહ છે. મૂળ વાત અહિંસા છે. અને અહિંસા એટલે જગતના કોઈપણ જીવની હત્યા નહીં. જીવદ્રવ્યની એ મહાનતા છે. It is reverence to life. જ્યાં ચૈતન્ય છે ત્યાં એની પૂજા છે, ત્યાં એનો આદર છે, ત્યાં એનો સત્કાર છે. એટલે એ ચૈતન્યની ઘાતની, અશાતનાની કે વિરાધનાની વાત ન આવે. ચૈતન્યની અવમાનના ન થઈ શકે, તે ચૈતન્ય છે. પછી ભલે તે ગમે તે સ્થિતિમાં હોય.
પૂ. કાનજીસ્વામીએ ‘અપૂર્વ અવસર’ પરના પોતના પ્રવચનમાં આ વાત બહુ સરસ રીતે કહી છે, ‘આત્મસ્થિરતા અને તે સ્થિરતાનો પુરુષાર્થ પોતાને સ્વાધીન છે. પણ મન-વચન-કાયાના યોગનું સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે. અને ઉદયાબીનની અંદર પણ આ જ્ઞાની સ્થિરતા યુક્ત હોય છે.” તેથી શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે, ‘તમે અમારી બધી પ્રવૃત્તિ આદિ જોતા હશો તો પણ આત્મષ્ટિનું અખંડપણું તેથી બાધા પામતું નથી. અત્ર સમાધિ વર્તે છે. અમે સ્થિરભાવમાં છીએ. ચોતરફ ઉપાધિની જવાળા પ્રગટી રહી છે પણ તેની મધ્યમાં અમે સમાધિમાં છીએ.” નિમિતને આધીન હોવા છતાં નિમિતથી પોતાની જાતને ખસેડી લીધી છે. આ અદ્ભુત દશા છે. સંસારી અવસ્થામાં આવી દશા, વ્યવહારના ઉદયની અંદર આવી અદ્ભુત આત્મસ્થિરતા, ‘યોગીઓને પણ દુર્લભ એવો તે અમને
૪૩