________________
અપૂર્વ અવસર આ લૌકિક શિક્ષણનો વિષય નથી. દુનિયાની કોઈપણ University માં ભણશો આ વિષય નહીં જાણી શકો. લાખો રૂપિયા ખર્ચતાં પણ આ ‘સ'નું શિક્ષણ ક્યાંયથી નહીં મળે. તેથી જ આજે ‘સથી આપણે વિમુખ થઈ ગયા છીએ. ભૌતિક પદાર્થમાંથી સુખ મળે એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે કારણ કે સરવાળે દુ:ખ જ છે.
જ્યારે આ આત્મા છે અને સુખ-આનંદ-જ્ઞાનગુણ-દર્શનગુણ એ આત્માના ગુણો છે એ સાચી સમજ છે. આ સુખગુણ પદાર્થમાં નથી. પદાર્થમાં સુખ હોય તો બધાને સમાન અનુભૂતિ થવી જોઈએ પણ થતી નથી. એક ને એક પદાર્થ એકને સુખકારી લાગે છે એક ને દુ:ખકારી લાગે છે. કારણ કે પદાર્થમાં સુખ નથી. એ સુખનો ભોક્તા જે છે તે આત્મા છે. તેની અવસ્થા અનુસાર, તેની સમજણ અનુસાર, તેના સંસ્કાર અનુસાર, તેના ગુણોની જાગૃતિ અનુસાર, તેના ક્ષયોપશમ અનુસાર જીવને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. પદાર્થના ભોગ અને ઉપભોગથી સુખની પ્રાપ્તિ થતી નથી. આવી ભૂમિકામાં પહોંચેલો જીવ જ્યારે ખૂબ વિચારની પરિપાટી ઉપર ચડે અને વિચારમાં ચડતાં ચડતાં જ્યારે જીવને આ જડ અને ચેતન, આ દેહ અને આત્મા એની ભિન્નતાનું સ્પષ્ટભાન થાય એને જૈન દર્શનમાં ભેદજ્ઞાન કહ્યું છે. સમ્યગ્દર્શનની એ પ્રાપ્તિ છે. જીવ પહેલા ગુણસ્થાનકમાંથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં ચોથા ગુણસ્થાનકમાં આવીને ઊભો રહે. અને જીવ જેવો ચોથા ગુણસ્થાનકમાં આવે કે એને અસ્તિત્વનો બોધ થાય. પોતના આત્મસ્વરૂપનો બોધ થાય. અને પોતાના આત્મસ્વરૂપનો બોધ થાય એટલે એ જીવને આત્માની પ્રતીતિ વર્તે છે. ‘જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. મૂળ મારગ.. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ મારગ...'
જિનેશ્વર ભગવંતોએ આને જ દર્શન કીધું છે. કે જે જ્ઞાન કરીને જાણ્યું કે દેહથી આત્મા ભિન્ન છે તેથી શુદ્ધ પ્રતીતિ વર્તે. આ ભેદજ્ઞાન કે મારું, શરીરથી પર અસ્તિત્વ છે. શરીરથી ભિન્ન. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન. દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન. આવો જીવ. જેને ભિન્નપણું પ્રતીતિમાં આવી ગયું છે તે જીવને હવે દેહના અને કર્મનાં આવરણ દૂર કરીને મુક્ત થવું છે. તેથી આ જીવ હવે પોતાનું
૩૨
અપૂર્વ અવસર શુદ્ધપણું, સિદ્ધપણું, પોતાનો શુદ્ધ આત્મસ્વભાવ, પોતાના બધા જ ગુણોનું દર્શન, અને સિદ્ધપદમાં સ્થિત થવા માટે જબરજસ્ત અભિલાષા સેવે છે. અનંત કાળથી પરિભ્રમણ કરતાં પૂર્વાનુપૂર્વ બધું જ પ્રાપ્ત કર્યું પણ હવે આ આત્મભાવ-અપૂર્વ એવું આત્મત્વ સંપૂર્ણપણે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવાનો જીવને લક્ષ બંધાય છે. સમકિતી જીવે, સમ્યફદૃષ્ટિવાળા જીવની અંદર પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ બંધાય છે. અને લક્ષ બંધાય છે તેથી માર્ગ શોધે છે. આ માર્ગે કોણ ગયા છે? તો કહે અનંતાસિદ્ધો. અને અનંતા કેવળી ભગવંતો. પોતાના અષ્ટકર્મોનો ક્ષય કરીને કર્મબંધનથી મુકિત મેળવી છે. તો આવા મહાપુરુષનો પંથ ક્યો? તો કહે એ નિગ્રંથનો પંથ છે. સિદ્ધપદ પ્રાપ્ત કરવું હશે તો નિગ્રંથપદની આરાધના કરવી જ પડશે. આવું માર્ગનું સ્વરૂપ છે. માત્ર જાણકારી કામ આવે એમ નથી. પરમકૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે કેવળ જાણકારી, એ જીવોને કલ્યાણકારી થાય એમ નથી. એની સાથે સિદ્ધાંતજ્ઞાન જોઈએ.
કોઈને સુધારસની પ્રાપ્તિ થાય, કોઈને બીજું કંઈ થાય, પણ આ બધા તો પગથિયા છે. જીવની અપેક્ષાએ તેનું મહત્ત્વ ચુનાધિક હોઈ શકે છે. ત્યાં અટકવાનું નથી. તેની મર્યાદા સમજવાની છે. પ્રત્યેકની શ્રેણી જુદી છે. ભૂમિકા જુદી છે ત્યાં એકાંતે કોઈ નિર્ણય ન લેવાય. આના વિના ભેદજ્ઞાન ન થાય. એમ નહીં સમજવાનું. પણ નિગ્રંથપદની આરાધના વિના ચાલવાનું નથી. શ્રીમદ્જીના જીવનમાં આ નિગ્રંથપદની લગની લાગી છે. સમક્તિ ધારણ કરેલો જીવ આ સંસારમાં આવે છે. પૂર્વભવનું એને વેદન છે. પૂર્વભવે જે કાંઈ સમકિત પ્રાપ્ત થયું છે, તે સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાનમાં એ જ્ઞાન ફરીથી જાગૃત થાય છે. અને એને પૂર્ણપુરુષ મહાવીર સ્વામીના બોધનું અનુસંધાન થાય છે. કે અહો! પૂર્ણપુરુષના સમીપમાં હતા છતાં રખડી મર્યા. પ્રમાદના કારણે. તો હવે આ બધું અંતર કાપી નાખવું છે. ભગવાનની સાથેનો વિરહ પડી ગયો છે. તે અંતર કાપવા જીવનમાં પુરુષાર્થ ઉપડે છે. અને તે પુરુષાર્થના કારણે જબરજસ્ત ભાવના સ્લરે છે. અને અપૂર્વ એવી ઝંખના જીવનમાં જાગે છે.જે ઝંખના એ ‘અપૂર્વ અવસર’નું કાવ્ય છે. કે સાચો મુમુક્ષ, સાચો આત્માર્થી જેને ખરેખર સમ્યદર્શન થયું હોય એની ઝંખના શું હોય? એની ઝંખના હોય ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો?”
૩૩