________________
અપૂર્વ અવસર હતો. બળવાન પણે તે કર્મો ભોગવીને તે ઉદયને નબળો પાડ્યો અને હવે ભાવ આવે છે બધું છોડી દેવાનો. અને ભાગીદારોને કહી દીધું કે આજથી મારે પેઢી સાથે કંઈ લેવા દેવા નથી. અને બોમ્બની પેઢીમાંથી ઉતરી જાય છે. એ પેઢી એમના જ આધાર પર ચાલતી હતી. માણેકચંદ ઘેલાભાઈ લખે છે કે “અમારો વિદેશો સાથે પણ વ્યાપાર હતો. પણ બધાનું કેન્દ્ર રાયચંદભાઈ હતા. અમને તો બહુ ખબર નહોતી પડતી. પણ ચાર ચાર પેઢી રાયચંદભાઈના હિસાબે ચાલતી હતી. અનાજનું કામકાજ હતું, લાકડાનું કામકાજ હતું, હીરા-મોતી અને ઝવેરાતનો પણ વેપાર હતો. આ બધું છોડી દીધું.’ જેવી ખબર પડી કે કર્મો પૂરાં થયા છે તે જ ઘડીએ નિવૃત થઈ ગયા. સૌભાગભાઈને લખે છે કે, “અમે તો જગતનું ઋણ ચુકવવા માટે આ વેપાર કરીએ છીએ. પિતાનું પિતા તરીકેનું, પત્નીનું, જેનું આ દેહથી જે કંઈ ચુકવવાનું હશે તે એને મળી જાય એટલે અમારી વાત પૂરી થાય.” સૌભાગભાઈએ પૂછ્યું હતું કે, “ભગવાન! આ પ્રવૃતિયોગ આવો આકરો કેમ?” કૃપાળુદેવે જવાબ આપ્યો કે, “જગત આખું લેવાને માટે પ્રવૃતિ કરે છે. આની પ્રવૃતિ તો દેવાને માટે થઈ રહી છે. છૂટવું છે જગતની સાથે અજ્ઞાનભાવે જે ઋણાનુંબંધ પૂર્વે બાંધ્યા છે તે આ જગતને દેવા છે. એટલે જૂઠાભાઈને લખે છે. કે, ‘પૂર્વે જે પરમાણું આ જગતમાંથી ભેળા કર્યા છે તે હળવે હળવે આ જગતને સોંપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સઉપયોગી, વહાલી અને પરમ શ્રેષ્ઠ જિજ્ઞાસા છે.' આ જિજ્ઞાસા એને જ હોય છે આ નિગ્રંથપદનો યાત્રી હોય. જેને દેહ અને આત્માની ભિન્નતાનું સ્પષ્ટપણે ભાન થયું છે. એટલે માના ખાટલે મા પાસે સર્વસંગ પરિત્યાગની આજ્ઞા માગે છે. શરીર કૃષ થઈ ગયું છે. અને માને મોહ છે. દિકરો નિગ્રંથ છે. એના અંતરંગમાં આવી વૈરાગ્યની ભાવના છે. પણ મા એ મા છે ઋષભદેવની મા પણ મા જ હતી. એમણે પણ કદાચ ઋષભદેવને અનુમતિ ન દીધી હોત. એમ આ પણ માતાએ ના પાડી. મનસુખભાઈ લખે છે, માના ખાટલે બેસીને અંદર ભાવનાએ જયારે સખત જોર પકડ્યું ત્યારે માની સેવા કરતાં કરતાં પેન્સીલ-કાગળ લઈ, એક જ બેઠકે “અપૂર્વ અવસર’નું પદ લખી નાખ્યું. કે “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” હવે જગતમાં બધું છોડી દીધું હતું છતાં સૂક્ષ્મ તત્ત્વો બાંધી રહ્યા છે.
૨૮ |
અપૂર્વ અવસર મુનિશ્રીને કહે છે કે, “અમે તો હવે રેલ્વેની ટીકીટ પણ અમારી પાસે રાખતા નથી, અમે તો આજની સભામાં બધોય ત્યાગ કર્યો છે. લક્ષ્મીનો અને કામિનીનો ત્યાગ કર્યો છે. જગતની કોઈપણ વસ્તુ સાથેનો અમારે કોઈપણ જાતનો સંબંધ નથી.” એ આ પદ લખે છે ત્યારે જગત સાથેનું તીણ બંધન છોડીને આ પુરુષ આ લખે છે. સમયે સમયે એના પગલા હવે વૈરાગ્યની ધાર ઉપર ચાલે છે. વીતરાગના માર્ગે જેણે પ્રયાણ કર્યું છે એ વીતરાગનો માર્ગ એ સાદી સીધી ભાષામાં લખે છે. ૨૯મા વર્ષે આ પદની રચના કરવી એ અસાધારણ વાત છે. આત્મસિદ્ધિ જેણે લખી છે એ આ પદ આપે છે કારણ કે જગતના જીવોને વીતરાગનો માર્ગ મળે. આત્મા જો જામ્યો છે તો મારે આત્માનું કલ્યાણ કરવું જોઈએ. દેહનું કલ્યાણ તો અનંત ભવમાં ક્યું. પૂર્વાનુપૂર્વ બધું જ કર્યું. પણ અપૂર્વની પ્રાપ્તિ કયારેય થઈ નથી. અપૂર્વની પ્રાપ્તિ કરવી હશે તો વ્યવહારની પરિભાષામાં આવવું પડશે. સંસારના બંધનોને હળવા કરતા જઈએ. સંસારના પરિગ્રહને રોજ રોજ છોડતા જઈએ. સંસારના જડ અને ચેતન-બધા જ ભાવો ઉપર ઉદાસીનતા વધારતા જઈએ. વીતરાગ માર્ગમાં પ્રવેશ કરતા જઈએ. દેહ ઉપરની મૂછને પણ ઓછી કરતાં જઈએ. અને દેહ પણ સંયમ હેતુ સિવાય કહ્યું નહીં એવા પ્રકારનો ભાવ રાખીને આગળ વધીએ.
આ પુરુષ આ અપૂર્વ અવસરની પહેલી ત્રણ ગાથામાં કહે છે કે આવો અપૂર્વ અવસર- નિગ્રંથપદ પ્રાપ્તિનો અવસર અમને ક્યારે પ્રાપ્ત થાય? કે અમે રહ્યાં સહ્યાં આ સંસારી વેશમાં બેઠાં છીએ એ બધું છોડી દેવું છે. નિગ્રંથપદની કેટલી ઉત્કૃષ્ટ ભાવના ભાવી છે.
‘યાદશી ભાવના તાદશી સિદ્ધિ' જેવી ભાવના ભાવવામાં આવે તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે અનંતા તીર્થંકરોએ બાર ભાવના ભાવી છે. જૈનદર્શનમાં કહ્યું છે કે આ બાર ભાવનાથી જ જીવનો મોક્ષ છે. કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં નિગ્રંથપદની ભાવના મુકી છે. નિગ્રંથપદ ક્યારે પ્રાપ્ત થાય? અને નિગ્રંથપદના લક્ષણો શું છે? આ પદમાં આગળ વધીએ તો નિગ્રંથપદનું ચારિત્ર કેવું હોવું જોઈએ? જે માર્ગ હજુ ઉદયમાં આવ્યો નથી છતાં એની પૂર્ણતા વિશેનો ખ્યાલ કેવો છે તે આપણને શ્રીમદ્જીના આ કાવ્ય પરથી ખબર પડે છે. શ્રીમદ્જી જે
૨૯