________________
અપૂર્વ અવસર કરનાર આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર, નિગ્રંથનું આત્મ ચારિત્ર એ ત્યાંથી શરૂ થાય છે કે જ્યાં એને સમ્યક્દર્શનનો બોધ થાય છે.
જૈન દર્શનની પરિપાટી આત્મસિદ્ધિ શાસ્ત્ર પછી આ અપૂર્વ અવસર સમજવાનો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર પહેલા એટલે સમજવાનુ છે કે જેથી પહેલા આત્માના અસ્તિત્વનો બોધ થાય. આ શિષ્યની ભૂમિકા પહેલા આવવી જોઈએ. ‘ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ;
અજર અમર અવિનાશીને, દેહાતીત સ્વરૂપ.’ આ.સિ.-(૧૨૦)
આ ભૂમિકા જેની આવે. આ શુદ્ધ સ્વરૂપ, નિજ સ્વરૂપ જે અજર, અમર, અવિનાશી અને દેહાતીત - દેહથી ભિન્ન એવું સ્વરૂપ હે પ્રભુ! મને ભાસ્યું. દેહથી ભિન્ન ભાસે ત્યારે સમજવું કે હવે આપણને કંઈક આત્મા તરફ લક્ષ થયો છે. જ્યાં સુધી દેહની અંદર આત્માની કલ્પના છે ત્યાં સુધી આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ. દેહાતીતપણુ એટલે સમકિત-સમ્યક્દર્શન-ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ.
અપૂર્વ અવસર જ્યારે ગાંધીજીના આશ્રમમાં ભજનાવલીમાં દાખલ થયું ત્યારે દેશના રચનાત્મક કાર્યકરો ચર્ચાના ચકડોળે ચડી ગયા કે જેને આઝાદીની
લડત ચલાવવી છે અને રોજ સત્યાગ્રહના મંડાણ કરવા છે એને આ અપૂર્વ અવસરની શું જરૂર છે? ત્યારે મુનિશ્રી સંતબાલજી એ ‘સિદ્ધિના સોપાન’માં લખ્યું. - મુનિશ્રી સંતબાલજી રાષ્ટ્રિયતાના રંગે રંગાયેલા જૈન સંત હતા. સમાજમાં તેઓ જબરજસ્ત પરિવર્તન લાવનારા હતા તેમજ લોકોની અંદર મહાવીરના અહિંસા ધર્મને સર્વસામાન્ય (સાર્વજનિક) બનાવવામાં એમનું ઘણું મોટું યોગદાન હતું. મુંબઈની નજીક જ ચિંચલી આશ્રમમાં છેલ્લા ૧૬-૧૭ વર્ષ રહી અને એમણે ભાલના, નળકાંઠાના અનેક વિસ્તારના આદિવાસીઓના, વનવાસીઓના ઉત્કર્ષ માટે જીવન સમર્પણ કરેલું. પણ એમની આધ્યાત્મિકતા સંયમની આરાધના, રોજની પ્રાર્થના અદ્ભુત હતી. મુનિશ્રી નાનચંદજીની એ પ્રેરણા લેતા. એમના આશ્રમમાં ચાર વિભાગ છે. એમાં પહેલો વિભાગ છે તે શ્રીમદ્ રાજચંદ્રના નામે છે, બીજો વિભાગ ગાંધીજીના નામે છે, ત્રીજો વિભાગ નાનચંદજીના નામે છે પણ એમણે અધ્યાત્મમાં લખ્યું છે કે જગત આખામાં શિલ્પકૃતિનો ઉત્કૃષ્ટ નમુનો જોવો હોય તો જેમ તાજમહેલ છે એમ અધ્યાત્મજ્ઞાનની અંદર શબ્દોની
અપૂર્વ અવસર
ગૂંથણીથી, આખા આત્મમાર્ગનો ઉત્કૃષ્ટ નમુનો જોવો હોય તો તે શ્રીમદ્દ્ન ‘અપૂર્વ અવસર’નું કાવ્ય છે. ‘સિદ્ધિના સોપાન’ ચડવા માટેનો કેવો ઉત્કૃષ્ટ ક્રમ બતાવ્યો છે, એક મુમુક્ષુ જીવ, પોતાના આત્મનો બોધ થાય છે તો એ સિદ્ધપદને પ્રાપ્ત કરવા માટે એક એક પગથિયા ચડવા માટે હવે આગળ વધે છે. એક એક પગથિયું કેવી રીતે ચડવું એ શ્રીમદ્ અપૂર્વ અવસરની લીટીએ લીટીએ એ પગથિયા બતાવ્યા છે. એવી સરસ શબ્દોની ગુંથણી કરી છે કે
‘કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ’ આ પહેલું પગથિયું, ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને’ આ બીજું પગથિયું, ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ’ આ ત્રીજું પગથિયું, ‘સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી’ આ ચોથું પગથિયું, ‘માત્ર દેહ તે સંયમ હેતુ હોય’ આ પાંચમું પગથિયું, ‘અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં” આ છઠ્ઠું,
‘દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો’ આ સાતમું.
દેહમાં અમને કિંચિત્ પણ મૂર્છા ન થાય. ભલે દેહ એ જ મુક્તિનું કારણ છે.
તો પણ એના પર મૂર્છા નહીં. દેહ પ્રત્યે જરા પણ માયા નહીં. ‘દેહ જાય પણ માયા થાય ન રોમમાં.’
અપૂર્વ અવસરની એક એક ગાથા - એક એક લીટીનું આખો દિવસ રટણ કરીને વાતને સમજતા જાઓ. આમાં એવું નથી કે આખું કાવ્ય વાંચ્યા પછી જ સમજાશે. આમા તો એક એક લીટી એ પગથિયાં ચડતા જાઓ. જે સાધકને સિદ્ધિપદ પર જાવું છે, અને જે નીચે ઊભો છે –સીડી આગળ- તે ઉપર જવા જેમ એક એક પગથિયું ચડતો જાય- તેમ એક એક લીટીએ આગળ વધવાનું છે. જેમ આપણે સિદ્ધાચલની તળેટીમાં ઊભા છીએ અને ઉપર બિરાજમાન આદેશ્વર દાદાના દર્શન કરવા જવું છે તો એક એક ડગલું માંડતા જઈએ તેમ તેમ પ્રભુની નજીક જતા જઈએ. અકે એક ડગલે ભાવ થાય કે દાદા! હું તને ભેટવા આવી રહ્યો છું. આવી જે અવસ્થા છે તે અપૂર્વ અવસરની અવસ્થા છે હવે શ્રીમદ્ભુ પોતાનો અનુભવ અહીં લખે છે કે, મને આત્માનું જ્ઞાન થયું છે. દર્શનમોહ વ્યતીત થઈને બોધ ઊપજ્યો છે. આ લખ્યું ત્યારે ૨૯ વર્ષની ઉંમર છે. વ્યવહારનો ઉદય આકરો
૨૭