________________
અપૂર્વ અવસર જ્ઞાન થયું હોય તેનું પ્રમાણ અસંગતા તરફ હોય. આરંભ સમારંભ તરફ તેનું ધ્યાન ન હોય. આ તો વિતરાગ માર્ગ છે. પૂર્ણતા તરફ તેનું પ્રમાણ છે. અને તેની બધી નિશાનીઓ-લક્ષણ કૃપાળુદેવે અપૂર્વ-અવસરના કાવ્યમાં આપ્યાં છે. જેનામાં દર્શન વિશુદ્ધિ પ્રગટી છે તેની બધી નિશાનીઓ અહીં બતાવી છે. જેનામાં કષાયની પ્રકૃતિ, માન, લોભ ઓછા ન થયાં હોય, અને નામનું સમ્યદર્શન હોય તો એવા સમ્યક્દર્શનની અહીં કોઈ કિંમત નથી.
નિગ્રંથ થવાની ઉત્કૃષ્ટભાવના આ સમ્યક્દર્શનની વિશુદ્ધિનું પહેલું લક્ષણ છે. નિગ્રંથ થવાની ભાવના(ઝંખના) જાગે નહીં તો હજુ એ જીવ દર્શનને નામે ભ્રાંતિમાં છે. અજ્ઞાનને નામે ભ્રાંતિમાં રહેવું સારું. પણ જ્ઞાનના નામે ભ્રાંતિ હોય તો ખતરનાક છે. એમાંથી ન છટાય.
એટલે હવે પહેલી ત્રણ ગાથામાં જોયું કે ફક્ત બાહ્યથી નહીં હવે અંતરથી પણ નિગ્રંથ થઈ જવું છે. બાહ્ય નવ પ્રકારના પરિગ્રહ પણ અને અંતરના ચૌદ પ્રકારના પરિગ્રહ પણ છોડવાં છે. અંતર અને બાહ્ય બન્ને ગ્રંથિ હવે છેદવી છે. બન્ને ગ્રંથિ છેદે એનું નામ નિગ્રંથ. સાચો સદ્ગુરુ એ જ છે કે જેની ગ્રંથિ છૂટી છે. અમારે એવું નિગ્રંથપદ જોઈએ છીએ કે જે પદ પર મહપુરુષો ચાલ્યા છે. એ પદની ઝંખના છે. અને એના લક્ષણ- સર્વ ભાવમાં ઉદાસીનતા, સંયમના હેતુએ દેહનું ધારણ કરવું, અસંગપણું, દેહથી પણ છૂટવાનો ભાવ, દેહમાં પણ મૂછ નહીં, અને અન્ય કારણે જગતનો કોઈ પણ પદાર્થ ખપે નહીં. આ પ્રકારના એ નિગ્રંથદેશાના લક્ષણ છે. અને જે જીવને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું છે, દેહ અને આત્મા સ્પષ્ટ ભિન્ન ભાસ્યા છે તે જીવ નિગ્રંથદશાના લક્ષણ ધારણ કરીને ચારિત્રમોહનો નાશ કરવા આગળ વધે છે. નિગ્રંથપદ એ ચારિત્રમોહના નાશના પુરુષાર્થનો માર્ગ છે. ‘વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.’ જ્ઞાન થયા પછી, સમ્યગ્દર્શન થયા પછી આવી સ્થિતિ પ્રાપ્ત થાય. તો હવે પછીની ગાથામાં કૃપાળુદેવ નિગ્રંથના લક્ષણો કહ્યા પછી, નિગ્રંથનું ભાવ ચારિત્ર કહે છે. કૃપાળુદેવ આ બધી પોતાના અનુભવમાં આવેલી વાત લખે છે. આ પુરુષને સમ્યક્દર્શન પામીને, આ જ દેહમાં, આ જ જન્મમાં પૂર્ણ પદ પ્રાપ્ત કરવું છે. બીજો જન્મ જોઈતો નથી. એક પત્રમાં લખે છે. ‘હવે આત્મભાવે કરીને બીજો ભવ કરવો નથી.” આ કાળે અમારો જન્મ થવો એ
અપૂર્વ અવસર પણ એક આશ્ચર્ય છે. કોઈ કાળે અમે જન્મ લેવાની આશા રાખી નથી. સર્વકાળે જન્મવાની ઇચ્છાને તેણે રૂંધી છે.” જેને જન્મ જોઈતો નથી એવા પુરુષની આ વાત છે. આ પોતાના અનુભવથી જગતના જીવોને વિતરાગનો માર્ગ, અખંડિત માર્ગ, શાશ્વત માર્ગ આપે છે.
‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.’
અપૂર્વ - ૪ ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની’ કહ્યું કારણ કે સમ્યક્રદૃષ્ટિ છે. પણ મન-વચન-કાયાના યોગ તો છે જ. દેહ છે, સમ્યક્દૃષ્ટિ થયા પછી, મનવચન-કાયાના યોગનું જે અત્યાર સુધી સંસારમાં પ્રવર્તન હતું, અમાપ અને અનિબંધ પ્રવર્તન હતું, સ્વચ્છંદપણે હતું, તે હવે જેણે સંસારના સ્વરૂપને જાણ્યું છે તે પોતાનામાં શમાવવાનો પ્રયત્ન કરે છે. એટલે પહેલું લક્ષણ ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની’ એને આત્મસ્થિરતા પ્રાપ્ત થાય. એ સંક્ષિપ્ત થાય. એ યોગની પ્રવર્તના સંક્ષિપ્ત થાય. પૂ. કાનજીસ્વામીએ ‘અપૂર્વ અવસર'ના તેમના પ્રવચનોમાં આ સ્થિતિને ખૂબ ભાવપૂર્વક સરસ વર્ણવી છે. કહ્યું છે, ‘સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવું, તે સ્થિરતા છે. આત્મસ્થિરતા એટલે મનવચન-કાયાના આલંબન રહિત, સ્વરૂપ મુખ્યપણે વર્તે, તેમાં ખંડ ન પડે એવી સ્થિરતા.” આ મન ક્યારેક વચન સાથે જોડાઈ જાય. ક્યારેક કાયા સાથે જોડાઈ જાય. આપણું મન સ્થિર નથી. ક્યારેક આપણું મન કામ કરતાં હોઈએ એમાં જોડાઈ જાય અને ક્યારેક કામ માંથી નીકળી બીજા વિચારમાં જોડાઈ જાય. ક્યારેક કોઈ સાથે વાતચીતમાં જોડાઈ જાય. દેહની ક્રિયા ચાલતી હોય અને મન ભાગાભાગ કરતું હોય. ક્યારેક મનમાં વિચાર બીજા હોય અને બોલતો બીજું હોય. આપણે આપણા ભાવનું નિરીક્ષણ કરીએ તો આપણે જ્ઞાનીની વાત સમજી શકીએ. ક્યારેક આપણે કોઈક સાથે વાતચીત કરતા હોઈએ અને મનમાં વિચાર બીજા ચાલતા હોય એવો પણ અનુભવ થાય છે. આપણું મન એ વાતચીતમાં
૩૫
૩૪