Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 9
________________ આવી મોહક અને લોભામણી ભૌતિક સીમાઓને પાર કરીને જ્યારે વ્યક્તિ અસીમ અને અલક્ષને પામવા પ્રયત્ન કરે, ત્યારે જ એ આનંદથનને દિવ્ય આનંદને પામી શકે છે. અધ્યાત્મયોગી આનંદઘનના કવનમાંથી એમના જીવન વિશે કોઈ માહિતી સાંપડતી નથી. સાધનાના પ્રચંડ દાવાનળમાં સાંસારિક જીવનની ક્ષુદ્ર વિગતો તો ક્યાંય બળી જાય છે. એમના કવનમાંથી એક નિજાનંદી, સંસારથી સદંતર બેપરવા અને પરમાત્માના માર્ગે ઊર્ધ્વ પ્રયાણ કરનાર મુમુક્ષુની પ્રતિભા સ્વયમેવ ઊપસી આવે છે. ભૌતિક જગતની કોઈ પળોજણ એમને સ્પર્શી શકતી નથી. સંપ્રદાયના વાડા એમના ચિત્તને કેદ રાખી શકતા નથી. આત્મિક ધર્મને નામે ચાલતી અને ફૂલી-ફાલતી વાદવિવાદો અને મતમતાંતરોની દુનિયા તરફ આનંદઘનને ભારે નફરત હતી. એમના કવનમાંથી જ આત્મસાધનાને માર્ગે પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરનાર સાચા સાધકનું વ્યક્તિત્વ જાણવા મળે છે, આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે, ત્યારે યોગી આનંદઘનના અંતરમાંથી આપોઆપ આત્મા અને પરમાત્માની એકરૂપતાનો અનુભવ શબ્દસ્થ થઈને પ્રગટે છે. અહો હું અહો હું મુઝને કહું, નમ મુઝે નમો મુઝ રે.” (સ્તવન : ૧૬, ગાથા : ૧૩) સાધનાની પહેલી શરત હુંપણાનો અને મારાપણાનો ત્યાગ છે. અહત્વ અને મમત્વના મોહને મારીને જ આ માર્ગે આગળ વધી શકાય છે. સાધક આનંદઘન તો પોતાના પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીત લગાડીને બેઠા છે. આ પ્રીત એવી છે કે જે એક વાર જાગે તો જન્માંતરે જતી નથી. એ આદિ અનંત છે. જેનો આરંભ છે, પણ છેડો નથી. જે એક વાર બંધાય તો મૃત્યુ કે કાળનાં બંધનો પણ એને છેદી શકતાં નથી. પ્રભુ પ્રત્યેની આવી પ્રીતમાં લગની લગાડીને બેઠેલો સાધક પોતાની જાતનું તો પરમાત્મામાં ક્યારનોય વિલોપન કરી ચૂક્યો હોય છે. આવા અલક્ષ્યને લક્ષ્ય કરનારા સંતોની પરમ ઉજ્જવળ પરંપરાનાં મધ્યકાલીન સાહિત્યમાં દર્શન થાય છે. મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમાનંદ કે શામળ જેવા સર્જકો કૃતિને અંતે પોતાનો પરિચય આપતો હોય છે. પોતાનું નામ, જ્ઞાતિ, સ્થળ તેમજ કૃતિનું પ્રયોજન દર્શાવતા હોય છે, જ્યારે આનંદઘનની કોઈ કૃતિમાંથી એવો પરિચય સાંપડતો નથી. કવિનું ઉપનામ આનંદઘન છે અને એ આનંદઘન ઉપનામ સિવાય એમણે એમનું મૂળ નામ પણ એમની કૃતિઓમાં કોઈ ઠેકાણે દર્શાવ્યું નથી. મહાયોગી આનંદથન માત્ર એક પદમાં આ મરત એકલવિહારી આત્મસાધકે અનોખી રીતે પોતાની ઓળખ આપી છે. આ પદમાંથી એમની આનંદયતાનું જ સૂચન મળે છે. આનંદઘનનાં માતાપિતા કોણ ? એમની જાતિ કે જ્ઞાતિ કઈ ? એ સઘળાંને તેઓ આનંદઘન તરીકે ઓળખાવે છે. સચ્ચિદાનંદની પરમ અનુભૂતિ વખતે સાધકનું વ્યક્તિત્વ એમાં કેટલું બધું ઓતપ્રોત થઈ જાય છે, તે આ પદમાં દર્શાવે છે “મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તીત આનંદઘન, ગાત આનંદધન, જાત આનંદઘન. મેરે. ૧ રાજ આનંદઘન, કાજ આનંદઘન, આજ આનંદઘન, લાભ આનંદધન, મેરે ૨ આભ આનંદઘન, ગાભ આનંદઘન, નામ આનંદઘન, લાભ આનંદઘન, મેરે રૂ” આ પદની પંક્તિએ-પંક્તિમાંથી ઊછળતા આધ્યાત્મિક આનંદની મસ્તીની છાલક અનુભવાય છે. સાધકની અવર્ણનીય દશાની મસ્તીનાં આ શબ્દોમાં તાશ દર્શન થાય છે. મસ્ત યોગી આનંદઘનના જીવન વિશે અત્યંત અલ્પ માહિતી મળે છે. આથી જ એમના જીવનની આસપાસ અનેક દંતકથાનો ઘટાટોપ રચીને એને રજૂ કરવામાં આવ્યું છે. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ‘શ્રી આનંદઘન પદસંગ્રહ'માં આવી ઓગણીસ દંતકથાઓનું લંબાણભર્યું વર્ણન કર્યું છે. આમાંની અમુક કથાઓનું શ્રી મોતીચંદ કાપડિયાએ “શ્રી આનંદઘેનનાં પદો ”, ભાગ-૧માં નિરસન કરેલું છે. તો અમુકનો સ્વીકાર પણ કર્યો છે. આ દંતકથાઓને આધારરૂપ માનીને જ આજ સુધી આનંદઘનનું જીવનચરિત્ર આલેખવાનો પ્રયાસ થયો છે. આ દંતકથાઓ માટે કોઈ મજબૂત આધાર કે પ્રમાણ મળતાં નથી. જોકે આ દંતકથાઓ એ અધ્યાત્મયોગીની અધ્યાત્મ મસ્તીની સૂચક છે. કેટલીક દંતકથાઓ તો એમના સર્જનની કોઈ એક પંક્તિના આધારે રચાઈ છે; જેમ કે મેડતામાં ઉપાશ્રય બંધાવનાર શેઠને વ્યાખ્યાનમાં આવતાં વિલંબ થયો. શ્રી આનંદઘનજીએ તો પોતાનું વ્યાખ્યાન સમયસર શરૂ કરી દીધું હતું. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે એ શેઠે આનંદઘનજીને કહ્યું : “સાહેબ ! કપડાં વહોરાવું છું, આહાર વહોરાવું છું, પરિચર્યા કરું છું તેનો ખ્યાલ રાખીને જરા થોભાવવું હતું ને !” કહેવાય છે કે આ સાંભળીને ગુસ્સે થયા વગર આનંદઘનજી બોલ્યા, ભાઈ ! આહાર તો ખાઈ ગયા અને લે આ તારાં કપડાં” એમ કહી તેઓ કપડાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 101