________________
શબ્દમાં એમણે મારવાડી ભાષાની અસર જોઈ છે. આ શબ્દોને ચકાસીએ તો ખ્યાલ આવે છે કે “નિહાળશું ” માટે હિંદીમાં “નિહાનના" જેવો શબ્દ નથી, જ્યારે આપણે ત્યાં “નિહાળવું ” એ શબ્દ પ્રયોજાતો હતો. “સગાઈ '' શબ્દ મારવાડી ભાષામાં જ નહીં, પણ જૂની ગુજરાતીમાં પણ મળે છે. એ જ રીતે “સગાઈ કીધી "માં “કીધી ” શબ્દનો પ્રયોગ “કહેવા” અને “કર્યું ” એ બંને માટે આજે સૌરાષ્ટ્રમાં થાય છે. “દ્ધિ” રૂપ એ ગુજરાતી ભાષામાં ઘણું પ્રાચીન રૂપ છે. “અલખ” એ માત્ર મારવાડી પ્રયોગ નથી; પરંતુ એ સમયે ગુજરાત-રાજસ્થાનના પ્રદેશમાં વ્યાપક એવો પ્રયોગ છે. “સકલ નયવાદ વ્યાપી રહ્યો”, “શિવસાધન સંધિ રે ” જેવી શ્રી શાંતિનાથ સ્તવનની પંક્તિઓમાં મારવાડી પ્રયોગ અને મારવાડ કરતાં પણ ઉત્તર હિંદના સંસ્કારોનું ગુજરાતી સાથે મિશ્રણ શ્રી મોતીચંદ કાપડિયા જુએ છે તે પ્રતીતિકર લાગતું નથી. એવી જ રીતે “ઇસ્યો આગમે બોધ રે” અને “પુરુષ કિશ્ય મુજ નામ” એ પંક્તિઓમાં “ઇસ્યો ” અને કિડ્યું "'માં શ્રી મોતીચંદ કાપડિયા મારવાડી ભાષાની અસર જુએ છે; પરંતુ આ બંને શબ્દો ક્રમશઃ સં. રંગ અને સે, દશ પરથી આવ્યા છે અને તે જૂની ગુજરાતીમાં પ્રચલિત છે, આમ છતાં શ્રી મોતીચંદ કાપડિયાનો ભાષાસ્વરૂપ તારવવાનો આ પ્રયત્ન શ્રી મનસુખલાલ મહેતાથી એક સોપાન આગળ લઈ જાય છે એમ કહી શકાય.''
આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ચોવીસીની ભાષા મુખ્યત્વે ગુજરાતી માને છે અને અલ્પ શબ્દો બીજી ભાષાના આવી ગયા છે એમ કહે છે. શ્રી પ્રભુદાસ પારેખ પણ “આનંદઘન ચોવીસી એને “ગુજરાતી ભાષાનું ભાષાષ્ટિએ પણ એક અણમોલ રત્ન” કહે છે. શ્રી ક્ષિતિમોહન સેન આનંદઘનની ભાષાને ૨જપૂતાનાની ભાષા માને છે, જ્યારે શ્રી વાસુદેવસિંહ માને છે કે કબીર, આનંદઘન તેમજ અન્ય સંતો દ્વારા પ્રયોજાયેલી ભાષા તે સમયની જનભાષા હતી જેનો ઉપયોગ કેવળ ઉત્તર ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં જ નહિ; પરંતુ દક્ષિણના સાધકો પણ કરતા હતા.* ડૉ. વાસુદેવસિંહનો આ મત વિચારણીય છે. સંતોએ એક જ પ્રદેશની જનભાષામાં પોતાની રચનાઓ કરી નહોતી; પરંતુ આગળ જોયું તેમ જનભાષાથી જુદી એવી સંતોની એક આગવી કાવ્યભાષા હતી, જેમાં એકથી વધુ ભાષાઓનાં તત્ત્વોનું મિશ્રણ હતું. “આનંથન ગ્રંથાવત્નીમાં સ્વ. ઉમરાવચંદ જરગડ અને શ્રી મહેતાબ ચંદ ખારેડ આનંદથનનાં સ્તવનોની ભાષાને “પશ્ચિમી રાજસ્થાની ગુજરાતી હિંદી" કહે છે.
આનંદઘનનાં સ્તવનોના ભાષાસ્વરૂપને સ્વતંત્ર દૃષ્ટિએ મૂલવીએ. આનંદઘનનો સમય આશરે વિ.સં. ૧૯૬૦ થી વિ.સં. ૧૭૩૦ લગભગનો છે. આથી આનંદઘન એ અખા (વિ.સં. ૧૯૪૮ થી વિ.સં. ૧૭૨૫)ના સમકાલીન કહેવાય અને પ્રેમાનંદના પૂર્વસમકાલીન ગણાય,
મધ્યકાળના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે શ્રી હેમચંદ્રાચાર્ય પછી ચૌલુક્યકાળમાં સ્થાનિક ભાષાઓનો વિકાસ થયો. ઈ.સ. ૪૧૧માં અમદાવાદની સ્થાપના થઈ અને પંદરમી સદીના આરંભે ગુજરાત અને રાજસ્થાનનો રાજ કીય સંબંધ જુદો થયો.
- પંદરમી સદી પહેલાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન ગાઢ હતું અને એને પરિણામે આ બંને પ્રદેશો પર સમાન ભાષાસ્વરૂપ પ્રચલિત હતું. આ ભાષાસ્વરૂપને ડૉ. તેસિટોરી “જૂની પશ્ચિમી રાજસ્થાની”; શ્રી ઉમાશંકર જોશી “મારુ-ગુર્જર”, શ્રી ભોગીલાલ સાંડેસરા “જૂની ગુજરાતી છે અને શ્રી હરિવલ્લભ ભાયાણી “પ્રાચીન ગુર્જર એવું નામ આપે છે. આ સમયે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ભાષાકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક એકતા પ્રવર્તતી હતી. સમાન સાંસ્કૃતિક વિશિષ્ટતાઓને કારણે ગુજરાત અને રાજસ્થાનનું આદાન-પ્રદાન ગાઢ હતુંપરંતુ જ્યારે સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં પરિવર્તન આવે છે, ત્યારે પ્રદેશોને સાંધનારી કડીઓ વિખૂટી પડે છે. ઐતિહાસિક, ભૌગોલિક અને આર્થિક પરિબળોને કારણે આવું પરિવર્તન આવતું હોય છે અને આ પરિવર્તનની સાથોસાથ એ પ્રદેશોના ભાષાસ્વરૂપમાં પણ પરિવર્તન આવે છે. પ્રદેશો વચ્ચે સંપર્કની માત્રા ઓછી થતી જાય અને ઉત્તરોત્તર એ પ્રદેશની ભાષાનું આગવું વ્યક્તિત્વ સિદ્ધ થતું જાય. ગુજરાત અને રાજસ્થાનની સાંસ્કૃતિક એકતા અળગી થતાં એ બંને પ્રદેશોમાં ભાષાઓ વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરતી જાય છે . એ પછી ભાષાનાં વર્ણો, રૂપ, વાક્યરચના, શબ્દભંડોળ, અર્થસંકેતો અને બંધારણ એ બધાંમાં પરિવર્તન આવતું જાય છે. પંદરમી સદીમાં ગુજરાત અને રાજસ્થાન સ્વતંત્ર થતાં પરિવર્તન આવે છે. ગુજરાત-મારવાડી-માળવી એ ત્રણે ભાષાઓ ત્રણ જુદી જુદી શાખાઓમાં વિભક્ત થાય છે અને મારવાડી, માળવી અને ગુજરાતી ભાષાનું સ્વતંત્ર સ્વરૂપ જોવા મળે છે.
ગુજરાતી ભાષાનું આ સ્વતંત્ર સ્વરૂપ છેક દયારામ સુધી વિસ્તરેલું છે. પંદરમી સદીથી ઈ.સ. ૧૮૫૦ સુધી આ સ્વરૂપ પ્રચલિત હતું. જો કે એમાં ભાષાપરિવર્તનની પ્રક્યિા તો સતત ચાલતી જ હતી. આથી જ “કાન્હડદે પ્રબંધ ”
મહાયોગી આનંદથન
સ્તવનોનું ભાષાસ્વરૂપ
122