________________
ખેલાતું આવ્યું છે. આથી જ મીરાં કહે છે કે જેને ઘેર સંત પરોણો ના'વે, તેના ઘેર શા માટે જવું ? પોતાની સાંસારિક સ્થિતિને વ્યક્ત કરતાં મીરાં ગાઈ ઊઠે છે :
“સાસરો અમારો અગ્નિનો ભડકો, સાસુ સદાની શુળી રે, એની પ્રત્યે મારું કાંઈ ન ચાલે રે, એને આંગણિયે નાખું પૂળી રે.”
(‘મીરાંનાં પદો', સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પૃ. ૧૬૪-૧૬૫)
સાસુ, સસરો, જેઠાણી, દેરાણી, નણંદ અને પડોશણ એ બધાં મીરાંને પરેશાન કરે છે, પરંતુ મીરાં તો આ બધાંથી બેપરવા બનીને પોતાની મસ્તીમાં જ આંગણામાં ‘વૈ’, ‘હૈ' નાચે છે. કવિ આનંદઘન પણ સાંસારિક સંબંધોને આ રીતે આલેખે છે. તેઓ કહે છે કે ચેતન જે નારીના મોહમાં અંધ બન્યો છે એને ક્રોધ અને માન નામના બે દીકરા થયા છે, જેને લોકો તમાચા મારે છે. એને લોભ નામનો જમાઈ છે અને માયા નામની દીકરી છે, અને એવો એનો પરિવાર વધતો જાય છે:
ક્રોધ, માન બેટા ભયે હો, દેત ચપેટા લોક; લોભ જમાઈ માયા સુતા હો, એહ વઢવો પરિમોહ.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૨, પૃ. ૩૦૧) કવિ આનંદઘન એ જ રીતે કહે છે કે માતા-પિતા, સગાંસંબંધી અને નાતીલાની વાત તો સાવ વાહિયાત લાગે છે. જેણે એક વખત સત્સંગનો રસ ચાખ્યો અને બીજા કોઈ રસનો સ્વાદ લાગતો નથી. સંસારનાં સગાંઓ આ રસને સમજી શકતાં નથી અને એથી જ એની નિંદા કરે છે. કવિ કહે છે :
માત તાત સજજ ન જાત, વાત કરત હૈ મોરી, ચાખું રસકી ક્યું કરી છૂટે ? સુરિજન સુરિજન ટોરી હો.” એથી ય વધુ મસ્તીમાં આવી આનંદઘન બોલી ઊઠે છે :
ભ્રાત ન માત ને તાત ન ગાત ન, જાત ન વાત ન લાગત ગોરી;
મેરે સબ દિન દરસન ફરસન, તાન સુધારસ પાન પગોરી.”
મારે કોઈ ભાઈ નથી, માતા નથી, પિતા નથી, સગાં કે સંબંધી નથી. તેઓની વાત મને ગોઠતી નથી. મારે તો સઘળા દિવસો એનું જ દર્શન, એનું જ તાન, એનું જ પૂજન, એનું જ ગાન.”
આવા સાંસારિક સંબંધો સરી જાય છે, માયાની મમતા ભેદાઈ જાય છે, ત્યારે મીરાંના વિષનો પ્યાલો અમૃત બને છે. આનંદઘનની મસ્તી નિરામય આનંદમાં લીન બને છે. મીરાં કહે છે કે ‘પ્રેમ પિયાલો મેં પીધો રે', જ્યારે આનંદઘન કહે
“જ્ઞાનસિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયૂષ કટોરી હો; મોહત રમાનંદઘન પ્રભુ શિશધર, દેખત દૃષ્ટિ ચકોરી.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૩૯૪). મીરાંને ‘રામ રતન ધન મળતાં આનંદની કોઈ સીમા રહેતી નથી, જ્યારે આનંદઘનું ‘શ્રી વિમલનાથજિનસ્તવનમાં ‘ધગ ધણી માથે કિયાં રે' કહીને પોતાનાં સઘળાં દુ:ખ અને દુર્ભાગ્ય દૂર થયાનો આનંદ પ્રગટ કરે છે. અને કેવો છે આ બંને સંતોનો પ્રભુપ્રેમ ! મીરાં કહે છે :
“મેરે તો પ્રભુ ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ રે.” તો આનંદઘનનાં ‘ઋષભ જિન સ્તવનમાં એ જ પ્રભુપ્રીતિનો પ્રતિધ્વનિ ગુંજે છે :
“ઋષભ જિસેસર પ્રીતમ માહરા, ઓર ન ચાહું રે કેત.”
“મુખડાની માયા’ લાગતાં “પ્રીત પૂરવની' જાગે, પછી તો એ પ્રિયતમ જેમ રાખે તેમ રહેવાનું હોય ! મીરાં કહે છે કે ‘રામ રાખે તેમ રહિએ? કારણ કે પોતે તો એની ‘ચિઠ્ઠીની ચાકર' છે. મીરાં આર્જવભરી વાણીથી કહે છે કે એને તો આ ચાકરી જોઈએ છે અને એ ચાકરીમાં ભગવાનનું સ્મરણ માગે છે. ખરચીમાં શામળિયાનું દર્શન માગે છે અને વધારામાં ગિરધારીની ઝાઝેરી ભક્તિ ચાહે છે. આથી જ એ કહે છે કે “હરિ મને પાર ઉતાર.” તે માટે તને નમી નમીને વિનંતી’ કરું છું.
મીરાં ભક્ત હતી તો આનંદઘન મર્મી સંત હતા. એ કહે છે કે હું તો કશું જ જાણતો નથી. માત્ર તારા દ્વાર ઉપર આવીને તારા ગુણોનું રટણ જ કરી જાણું છું. આમ મીરાંની ભક્તિમાં મૃદુતા પ્રગટ થાય છે, તો આનંદઘનમાં મસ્તીનો ઉછાળ અનુભવાય છે. એ કહે છે :
“અવધૂ ક્યા માર્ગે ગુન હીના, વે ગુનગનન પુવીના, ગાય ન જાનું, બજાય ન જાનું, ન જાનું સુરમવા.”
મીરાંનાં પદોમાં જેમ અખંડ વરની પ્રાપ્તિનો આનંદ છે, એ જ રીતે આનંદઘનમાં પોતે સુહાગણ બની એનો ઉમંગ જોવા મળે છે. મીરાં જેમ ‘પ્રેમની કટારી થી ઘાયલ થઈ છે, તેમ આનંદઘન પ્રેમના રામબાણથી વીંધાયેલા છે.
“કહાં દિખાવું ઔર કું, કહાં સમજાઉં ભાર;
તીર અચૂક હૈ પ્રેમકા, લાગે સો રહે ઠોર.” કવિ કહે છે કે આ પ્રેમના તીરનો ઘા હું બીજાને બતાવું કઈ રીતે ? વળી આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
169
મહાયોગી આનંદથન
168