________________
પર પ્રહાર કર્યો છે. એ પ્રહાર કરવાની રીતમાં બંનેના વ્યક્તિત્વની વિશિષ્ટતા આપમેળે પ્રગટ થાય છે.
કેટલેક સ્થળે તો અખો અને આનંદઘન એકસરખા ઉદ્ગાર કાઢે છે. અખો કહે છે કે માત્ર સાચા ગુરુ મળે એટલે જ વાત પતી જતી નથી. બળદને નાથ ઘાલીએ છીએ તે શા માટે ? એની પાસે કામ કઢાવવાનું સરળ બને તે માટે. આ દૃષ્ટાંતથી અખો કહે છે કે મનને પણ નાથ ઘાલવી પડશે. એ જ મનને વશ કરવાની વાત આનંદઘનજીએ ‘શ્રી કુંથ જિન સ્તવન’માં ખૂબ મલાવીને કહી છે.
એ જ રીતે આ બંનેએ સાચા આત્મજ્ઞાનીની જે ઓળખ આપી છે તે જોવા જેવી છે. સાચો સાધુ વેશથી નહીં, પણ ગુણોથી ઓળખાય છે. માત્ર વેશ પહેરવાથી સાધુ ન કહેવાય, વેશ ધારણ કરવાથી આત્માની ઓળખ મળી જતી નથી. આવા વેશધારીઓ કે બાહ્યાચારમાં ડૂબેલાઓ વિશે અખો કહે છે :
આતમ સમજ્યો તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી ? બોડે ટોડે જોડે વાળ , એ તો સર્વ ઉપલ્યો જે જાળ.”
આનંદઘનજી આ રીતે આ જ ભાવને પ્રગટ કરતાં કહે છે કે સાચો આત્મજ્ઞાની એ જ શ્રમણ કહેવાય. બીજા બધા તો માત્ર વેશધારી ગણાય. જે વસ્તુને યથાર્થ સ્વરૂપે ઓળખાવે તે જ સાચો સાધુ ગણાય. “આતમજ્ઞાની શ્રમણ કહાવે,
બીજો દ્રવ્યત લિંગી રે; વસ્તુગતેં જે વસ્તુ પ્રકાસે,
આનંદઘન - મત સંગી રે.”
(સ્તવન : ૧૨, ગાથા : ૬) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ પરત્વે જે જાગરૂકતા અને સ્પષ્ટ કથન અખામાં જોવા મળે છે, તેવાં જ જાગરૂકતા અને સ્પષ્ટ કથન આનંદઘનમાં મળે છે. અખો ફરંદો માણસ હતા, તો આનંદઘન વિહારી સાધુ હતા. અખાની વાણીમાં તિગ્મ ચોટનો અનુભવ થાય છે, તો આનંદઘનની વાણીમાં ગાંભીર્યનો અનુભવ થાય છે. અખો બ્રહ્મરસ અને બ્રહ્મખુમારીનું બયાન કરે છે, તો આનંદઘન આત્મજ્ઞાન અને અનુભવ-લાલીનો રંગ જમાવે છે. આ બંનેમાંથી એકેય શુષ્ક જ્ઞાની નથી. અખો છોગાં મેલીને ફરનારો મસ્ત વિહારી છે, તો આનંદઘન પોતાની મસ્તીમાં જીવનારા મનમોજી સાધક છે. અખો પોતાનો આત્માનુભવ ગાય છે, પણ એની ખૂબી એ છે કે આ
મહાયોગી આનંદઘન
176
‘બ્રહ્મરસની ગહન અનુભૂતિને વ્યવહારજીવનનાં દૃષ્ટાંતોથી અભિવ્યક્ત કરી છે. એની વાણીમાં વાસ્તવજીવનમાંથી મળેલી ઉપમાઓની આતશબાજી છે, જ્યારે આનંદઘનમાં વાસ્તવજીવનની ઉપમાઓ કે દૃષ્ટાંતો પ્રાસંગિક છે. આનંદઘનમાં વિશેષ કાવ્યતત્ત્વ છે અને એમનો ઝોક રહસ્યવાદ (Mysticism) તરફ છે. અખો એ રહસ્યવાદી નથી, પણ તત્ત્વજ્ઞાની છે. અખાએ એનાં કાવ્યોમાં વેદાંતનું તત્ત્વજ્ઞાન આલેખ્યું છે, જ્યારે આનંદઘનજીએ જૈન સંપ્રદાયની પરિભાષામાં જ્ઞાનબોધ આપ્યો છે, આનંદઘનમાં મરતી એ સ્થાયી ભાવ છે, જ્યારે અખામાં મસ્તીની ઝલક જોવા મળે છે. આનંદઘન આત્મસાધનામાં મસ્ત યોગી હતા, આથી સામાજિક સુધારા વિશે એમના કવનમાં કશું મળતું નથી. અખો સમાજ ને સામાજિક સુધારા તરફ વિશેષ ઝોક ધરાવે છે. આ કારણે જ એની વાણીમાં તિગ્મતા વિશેષ જોવા મળે છે. અખાની ભાષા ઋક્ષ અને મહારાત્મક છે, જ્યારે આનંદઘનની ભાષા મુકાબલે મૃદુ છે. અખામાં હાસ્યનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. આનંદઘનમાં હાસ્ય ભાગ્યે જ જોવા મળશે. આ બંને સર્જકોએ પદના કલાસ્વરૂપમાં ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ રડેલો છે. પણ અખો વેદાંતની પરિપાટી પર એ અધ્યાત્મ-અનુભવનો આનંદ વ્યક્ત કરે છે, જ્યારે આનંદઘનમાં કબીર અને મીરાંની રીતે સહજ ભાવે જ અધ્યાત્મઉપદેશ જોવા મળે છે.
એક જ સમયની પટ્ટી પર આમ બે ભિન્ન પ્રદેશના જ્ઞાનીઓ અજ્ઞાની સમાજ ને પોતાની જ્ઞાનભરી અનુભવવાણીથી પ્રહાર કરીને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે. મસ્ત સાધકોની એક રીતે એ સમાજ લક્ષી પરમાર્થપ્રવૃત્તિ હતી.
આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
177