________________
પોતે જ પોતાના પ્રયત્નથી આત્મપ્રતીતિ પ્રાપ્ત કરવાની રહે છે. જ્યારે પોતે જ પોતાના આત્મસ્વરૂપને ખોળી કાઢે છે, ત્યારે અંતર કેટલું ઉમંગથી ઊછળે છે ! અખો
સત્ય-પિપાસુની આરતનું સામ્ય જોવા મળે છે.
આનંદઘનજીના વૈરાગ્યભાવને દર્શાવતી અનેક દંત કથાઓ જોવા મળે છે, એ જ રીતે અખાના સંસારત્યાગને સૂચવતી જુદી જુદી કથાઓ મળે છે. આનંદઘનજીએ જે રીતે મેડતામાં ઉપાશ્રય છોડ્યો, એ જ રીતે અખાએ સોનીના ધંધા પર ધિક્કાર આવતાં હથિયાર કૂવામાં નાખી દીધાં એવી કથા પ્રચલિત છે. બંને સંતોએ સત્યને પામવા માટે અવિરત મથામણ કરી છે. સાચા ગુરુની શોધમાં આ બંને સંતો ખૂબ ઘુમ્યા છે. આનંદઘનજીને સાચા ગુરુની પ્રાપ્તિ નથી થઈ. એમને તો દિવ્યનયનથી વસ્તુતત્ત્વની વિચારણા કરનારાઓનો ‘વિરહ પડયો નિરાધાર * લાગે છે. અખો પણ એને ક્યાંય આવા ગુરુની પ્રાપ્તિ થઈ નહીં એ માટે કહે છે :
ગુરુ કીધા મેં ગોકુળનાથ, ધરડા બળદને ઘાલી નાથ : ધન હરે , ધોખો નવ હરે, એવો ગુરુ કલ્યાણ શું કરે ?” પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ, જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ, એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર ?'
પ્રાપ્ત રામ કરે તે ગુરુ , બીજા ગુરુ તે લાગ્યાં વરુ : ધન હરે , ધોખ નવ હરે, સંબંધ સંસારી સાચો કરે .”
અખો દંભી ગુરુઓ પર તીખી વાણીના કોરડો વીંઝે છે, તો યોગી આનંદઘન સાચા ગુરુની અપ્રાપ્તિનો ઘેરો વિષાદ સ્તવનોમાં પ્રગટ કરે છે : આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ.”
| (સ્તવન : ૪, ગાથા : ૩) “શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથા વિધ ન મિલઇ રે."
| (સ્તવન : ૨૧, ગાથા : ૧૦) સચ્ચિદાનંદ પામવા માટે ગુરુની શોધ તો ઘણી કરી, પણ ક્યાંય સદ્ગુરુની પ્રાપ્તિ ન થઈ, ક્યાંક દંભ જોયો તો ક્યાંક જડતા જણાઈ. ક્યાંક એકાંત આગ્રહની મમત જોઈ, તો ક્યાંક માત્ર બાહ્ય આડંબર દેખાયો. પારસમણિની શોધ કરી, પણ બધે પથ્થર જ મળ્યા. સાચા જ્ઞાનની ઝંખના માટે હૈયું વલોવાતું અને ત્યાં જ ખબર પડી કે સાચો ગુરુ કોઈ મંદિરની દીવાલોમાં, તર્કથી ભરેલા ગ્રંથોમાં કે કોઈ ક્રિયાકાંડોમાં રહેલો નથી. માનવીનો સાચો ગુરુ એ એનો આત્મા છે. આધ્યાત્મિક અનુભૂતિની અંતિમ સીમાએ પહોંચવા માટે એકલવીરની પેઠે પ્રયાણ કરવો દૃઢતાની જરૂર હોય છે. આ ચરમભૂમિકાએ કોઈ ગુરુ કે કોઈ બાહ્ય આડંબર નકામા નીવડે છે. આત્માએ
મહાયોગી આનંદઘન
“ગુરુ થા તારો તું જ , જૂ જ વો કો નથી ભજ વા.”
હું એ હું કાઢયો ખોળી, ભાઈ રે, હું એ હું કાઢચો ખોળી.”
અખાની ખુમારી આ પદમાં કેવી લહેકાથી પ્રગટ થઈ છે ! એ જ ખુમારી આનંદઘનમાં એટલી જ ગૂઢ રીતે આલેખાઈ છે. જ્યારે આત્મસ્વરૂપમાં પરમાત્મભાવનો અનુભવ થાય છે, ત્યારે પરમાત્મસ્વરૂપ પામેલો આત્મા કેવી વિરલમધુર દશાને પામે છે ! આનંદઘન સોળમાં ‘શ્રી શાંતિ જિન સ્તવનમાં આવી વિલક્ષણ આત્મપ્રતીતિને અખા જેવા જ લહેકાથી કહે છે : “અહો હું અહો હું મુઝને કહું , નમો મુઝ નમો મુઝ રે.”
રતવન : ૧૬, ગાથા : ૧૩) આત્મસાક્ષાત્કાર પછી હૃદયની ધરતી કેવા નિરાળા રૂપે સાત્ત્વિક પ્રભાવ ફોરતી હોય છે ! અજ્ઞાનની કાળરાત્રિ વીતી ચૂકી હોય છે અને જ્ઞાનના પ્રકાશથી અંતર ઝળાંહળાં થઈ રહ્યું હોય છે ! એ ઉલ્લાસભરી આત્મદશાનું વર્ણન કરતાં આનંદઘનજી એક પદમાં કહે છે :
સુહાગણ ! જાગી અનુભવ પ્રીત. | નિન્દ અનાદિ અજ્ઞાનકી; મિટ ગઈ નિજ રીત. ઘટમંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ;
આપ પરાઈ આપ હી, કાનપ વસ્તુ અનુપ.”
હૃદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રકટ થયો છે અને તેથી અનાદિકાળના એજ્ઞાનની નિદ્રા દૂર થઈ છે. આનંદઘને એક અન્ય પદમાં ‘મેરે ઘટ જ્ઞા(ાનું યો ભોર નું ગાન કર્યું છે, અંતરમાં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી પ્રગટેલા પ્રભાતની અહીં વાત છે.
પરમતત્ત્વની પ્રાપ્તિનો એ આનંદ અખાએ એનાં કાવ્યોમાં ભરપૂર ગાયો છે. અખો આ ચૈતન્યના વિલાસના આનંદની છોળો ઉડાડતો કહે છે “હું હસતો રમતો હરિમાં ભળ્યો'. અને એ પરમજીવનની પ્રાપ્તિના આનંદને ગાતાં અખો જાણે કોઈ ચમત્કારનું વર્ણન કરતો હોય એમ કહે છે :
- “છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ.” એવા જ આનંદને દર્શાવતાં અખો એનાં પદોમાં ગાય છે કે “અભિનવો
આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
172
173