________________
“સાસ વિસાસ ઉસાસ ન રાખે નણદીની ગોરી ભોરી લરીરી ઓર તબીબ ન તપતિ બુઝાવે,
આનંદઘન પીયુષ ઝરીરી.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૪૯૯) પહેલાં બીજાની વિરહવેદનાનો પોતે ઉપહાસ કરતી હતી, પણ જ્યારે પોતાને એ વિરહવેદનાનાં બાણ વાગ્યાં ત્યારે ખબર પડી કે આની પીડા કેટલી આકરી હોય છે ! આખા શરીરમાં શુળની વેદના ભોંકાય છે, મન તો આ વિરહથી સતત ઓળવાતું રહે છે. આ વિદારક અનુભવ પછી હવે હું જ સહુને કહું છું કે કોઈ પ્રીત ન કરશો.
“હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન છીજ્યો હો; સમજી તબ ખેતી કહી, કોઈ નેહ ન કીજ્ય હો.”
મીરાં જેવી ભાવની દીપ્તિ અને વ્યથાની ચોટ આનંદઘનનાં આ પદોમાં દેખાય છે. હોળી તો ફાગણ માસમાં આવે છે, પણ કવિ આનંદઘન કહે છે કે અહીં તો અહર્નિશ અંતરમાં વેદનાની હોળી સળગ્યા કરે છે અને એ આ શરીરને તો રાખ કરીને ઉડાડે છે ! વિદારક વેદનાને આલેખવા માટે કવિ આનંદઘને આ પંક્તિઓમાં કેવી સુંદર કલ્પના કરીને વિરહને મૂર્તિમંત રૂપ આપ્યું છે !
ફાગણ આચર એક નિસા, હોરી સીરગાની હો; મેરે મન સબ દિન જરે, તન ખાખ ઉંડાની હો.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૪૪0) આ વિરહ એ સુમતિનો વિરહ છે. પોતાના ચેતનજી માટે એ તલસે છે. સુમતિ પોતાના અનુભવમિત્રને આ વિરહની વેદના કહે છે. ચાતક જેમ પીઉ પીલ કરે, તેમ એ પતિની ચૂંટણી કરે છે. એનો જીવ પતિના પ્રેમરસને પીવા તરસ્યો છે. મન અને તન પતિની રાહમાં અસ્વસ્થ બન્યાં છે અને આ વિરહદશાને આનંદઘન અનુપમ કલ્પનાલીલાથી આલેખતાં કહે છે :
“નિસિ અંધિઆરી મોહી હસે રે, તારે દાંત દિખાઈ,
ભાદુ કાદુ મેં કિયો પ્યારે, અસુઅન ધાર વહાઈ.” અંધારી રાત, તારારૂપી દાંત દેખાડીને મારી સામે હસે છે. રાત્રે નીંદ ક્યાંથી હોય ? આ વિજોગણ તો આંસુ સારે છે અને એણે એટલાં આંસુ સાર્યા કે ભાદરવો મહિનો કાદવવાળો બની ગયો ! મીરાંએ ‘વિરહની ફાંસડિયાં'ની વાત કરી
મહાયોગી આનંદધન
166
છે, તો આનંદઘને પણ સુમતિના વિરહની વ્યથા આલેખતાં કહે છે :
“વિરહવ્યથા કછું ઐસી વ્યાપતી, માનું કોઈ મારતી બેજા, અંતક અંત કહાલું લેગો મારે, માહે જીવ તું લેજા.”
વિરહની પીડા તો એવી વ્યાપે છે કે જાણે કોઈ હૃદયને તીક્ષ્ણ તીરથી વીંધતું ન હોય ! ઓ અલ્યા વિરહ, તું ક્યાં સુધી આવી પીડા આપીશ ? તારી મરજી હોય તો આ જીવ લઈને જા ને. વિરહની પીડાનો કેવો તરફડાટ કવિએ શબ્દોમાં અંકિત કર્યો છે ! આનંદઘનનાં પદો વાંચતાં જ ‘દરદ દીવાની’ મીરાંની યાદ મનમાં ઊપસી આવે છે. - સંસારના પામર સુખને ત્યજવાનું મીરાં અને આનંદઘન બંને કહે છે. મીરાં એ સંસારસુખને ‘ઝાંઝવાનાં નીર’ જેવું તુચ્છ અને ‘પરણીને રેડાવું પાછું’ હોવાથી એને કાચું સુખ ગણે છે. આવા સંસારના કેટલાય કટુ અનુભવો મીરાંને એના જીવનમાં થયા છે. સંસારનો કાચો રંગ તો ઊડી જ જવાનો. કવિ આનંદઘન પણ મમતાની સોબતમાં પડેલા માનવીને જાગવા કહે છે. શુદ્ધ ચેતના પોતાના પતિ ચેતનને સંસારના મોહમાંથી જગાડવા માટે અનુભવમિત્રને વિનંતી કરે છે. જે માનવી સંસારના મોહમાં ફસાયેલો છે, એ તો આનંદઘનના કહેવા પ્રમાણે અજાગલ સ્તનમાંથી દૂધ મેળવવાની વ્યર્થ આશાએ ફાંફાં મારતો જ કહેવાય.
“અનુભવ નાથકું ક્યું ન જ ગાવે, મમતા સંગ સૌ પાય અજાગલ, થન તે દૂધ કહાવે.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૧૭૬) સંસારના સ્વપ્નવત્ સુખમાં રાચતા માનવીને આનંદઘન હીરાને છોડી દઈને માયારૂપ કાંકરા પર મોહ પામતો બતાવે છે. એની દશી ભારે ભૂરી થાય છે. જેમ નરપશુ એકાએક હુમલો કરીને બકરીને મારી નાખે છે, એવી રીતે આવા માનવીને કાળ ગ્રસી જાય છે. કવિ કહે છે :
“સુપનકો રાજ સાચ કરી માચત, રાહત છાહ ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી,
ગહેગો ક્યું નાહર બકરીરી.” ‘સંસારીના સુખ’ને ત્યજનારી મીરાંને સંસાર તરફથી કેટલી કેટલી આફતોનો સામનો કરવો પડ્યો હતો ! સાસરવાસ અને મહિયર ત્યજીને એણે કાશી, વૃંદાવન સેવ્યાં અને છેવટે દ્વારકામાં વાસ કર્યો. જગત અને ભગત વચ્ચે આ સનાતન આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
167