Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 81
________________ કોરા અને અનુભવહીન શાસ્ત્રજ્ઞાનની ટીકા કરે છે. કબીર કહે છે કે આંધળાઓએ અર્શીને જોયેલા હાથીનું તેમનું જ્ઞાન અપૂર્ણ છે, એવું જ પંડિતોના જ્ઞાન વિશે છે. ધ્યાનથી વિમુખ એવા જ્ઞાનીની દશાને વર્ણવતાં કબીર કહે છે : જ્ઞાની ભૂલે જ્ઞાન કથિ નિકટ રહ્યો નિજ રૂપ, | બાહર ખોર્જ બાપુને ભીતર બસ્તુ અનૂપ.” (જ્ઞાની બિચારો જ્ઞાનની વાતોના વમળમાં ભૂલ્યો પડ્યો હતો. પોતાનું સાચું સ્વરૂપ પોતાની જ પાસે હતું. જે અનુપમ વસ્તુ એની ભીતરમાં હતી, એની શોધ માટે બિચારો કસ્તૂરીમૃગની જેમ બહાર ભટક્યા કરતો હતો.) સંત કબીરની જેમ આનંદઘન પણ શાસ્ત્રને બદલે અનુભવના રસરંગમાં લીન છે. આનંદઘન ‘અવધૂ ક્યાં માગું ગુણહીના' પદમાં કહે છે કે હું વેદ નથી જાણતો, કિતાબ નથી જાણતો, વિવાદ કરવા માટે તર્ક નથી જાણતો કે છંદરચના માટે કવિતા નથી આવડતી. આપનો જાપ નથી જાણતો. ભજનની રીત કે નિરંજનપદનાં નામ નથી જાણતો. બસ, હું તો તારા દ્વારે ઊભો રહીને તારું ૨ટણ કરી જાણું છું. મધ્યકાલીન રહસ્યવાદી કવિઓમાં ‘અવધૂ’, ‘નિરંજન’ અને ‘સોહં ' જેવા શબ્દોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. સંત કબીરની વાણીમાં તો ‘અવધૂ” શબ્દ વારંવાર નજરે પડે છે. આનંદઘનનાં પદોમાં પણ ‘અવધૂ' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ ‘અવધુ’ શબ્દનો પ્રયોગ આનંદઘનજી એ એમનાં પદોમાં સાધુ યા સંતના અર્થમાં કર્યો છે. તેઓ કહે છે : “સાધો ભાઈ ! સમતા રંગ રમીજૈ , અવધૂ મમતા સંગ ન કીજૈ .” આ જ રીતે આનંદઘેન નિરંજન શબ્દનો પ્રયોગ પરમાત્માના અર્થમાં કરે. છે. જે સમસ્ત ઠગારી આશાઓને હણીને ધ્યાન દ્વારા અજપા જાપની રટણ લગાડે તે જ આનંદના ઘનને નિરંજનને પામી શકે છે. આ નિરંજન એ સકળ ભયહર છે, કામધેનું છે અને આથી જ અન્યત્ર ભટકવાને બદલે નિરંજનના શરણમાં જવું એમને વધુ પસંદ છે : “અબ મેરે પતિ ગતિ દેવ નિરંજન ભટકું કહાં, કહાં સિર પટ, કહાં કરું. જન રંજન ખંજન દેગન લગાવું, ચાહું ન ચિતવન અંજન સંજન-ઘટ-અંતર પરમાતમ, સકલ-દુરતિ-ભય-ભંજન એહ કામ ગતિ એહ કામ ઘટે, અહી સુથારસ મંજન આનંદધન પ્રભુ ઘટે બેન કેહરિ, કામ મતંગ ગજ ગંજન.” ૬૦ આનંદઘનજીનાં પદોમાં હઠયોગની સાધનાનો પ્રભાવ જોવા મળે છે. ‘અવધૂના સંબોધનથી એમનાં અનેક પદોમાં આ સાધનાની જ વાત કરી છે. ‘આત્માનુભવ’ મહાયોગી આનંદથન અને ‘દેહદેવલ મઠવાસી'ની વાત પણ આનંદઘનની કેટલીક સાખીઓમાં જોવા મળે છે. આનંદઘન કહે છે કે ઇડા-પિંગલાના માર્ગનો પરિત્યાગ કરીને ‘સુપુખ્ખા ઘરવાસી’ થવું પડે છે. બ્રહ્મરંધ્રની મધ્યે ‘શ્વાસ પૂર્ણ” થયા પછી નાદ સંભળાય છે. અને સાધક બ્રહ્માનુભૂતિનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિ પામે છે. ડૉ. વાસુદેવસિહ તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કબીરના કોઈ શિષ્ય કે અનુયાયી પણ સાધનાના એ ઉચ્ચ સોપાને અને કાવ્યની એ ઉચ્ચ કોટિએ પહોંચ્યા નથી, જે સ્થાન પર સંત આનંદવન અને એમનાં કાવ્યો પહોંચી શક્યાં છે. કબીરની જેમ આનંદઘન પણ ‘આગમ પીઆલાની મસ્તી આલેખતાં કહે છે: આગમ પીઆલા પીઓ મતવાલા, ચીજો અધ્યાતમ વાસ; આનંદઘન ચેતન વધે ખેલે, દેખે લોક તમાસા. આશા’ ૪ કવિ આનંદઘન અધ્યાત્મમતમાં મગ્ન લોકોને અગમ પ્યાલો પીવા આમંત્રણ આપે છે અને તે માટે અધ્યાત્મનો વાસ ક્યાં છે તે શોધવાનું કહે છે અને જ્યારે અગમ પ્યાલો પીવાનો આનંદ પ્રાપ્ત થાય છે, ત્યારે સંસાર-પ્રપંચ પ્રત્યક્ષ દેખાય છે. આ રીતે બંનેએ ‘વિરલા અલખ જગાવે 'નો ઉપદેશ આપ્યો છે, પણ બંનેની શૈલી ભિન્ન છે. કબીરનાં પદો ઉપદેશનું નિરૂપણ કરે છે, તો આનંદઘનનાં પદો સિદ્ધાંત આલેખે છે. કબીરનાં પદો માનવચિત્તને બાહ્ય વળગણોથી મુક્ત કરી અંતર્મુખ થવા પ્રેરે છે, જ્યારે આનંદઘનનો ઉપદેશ એ વ્યક્તિને યોગ અને અધ્યાત્મના ઊંડાણનો ગહન સ્પર્શ કરાવે છે. કબીરમાં વ્યવહારુ દષ્ટિ છે અને તેમાંથી મળતાં દૃષ્ટાંતોનું વપુલ્ય છે, જ્યારે આનંદઘનમાં યોગદૃષ્ટિ છે. કબીરનાં પદો જન-સામાન્યને સ્પર્શી છે, જ્યારે આનંદઘનનાં પદો યોગ અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર હોવાથી એને સમજવા માટે વિશેષ સજ્જતાની જરૂર રહે છે. કબીરનાં પદોમાં આમજનતાના હિતનો ઉદ્દેશ રખાયેલો છે, જ્યારે આનંદઘનનાં પદોમાં વ્યક્તિને ભક્તિના લેબાસમાં આત્માના ઊંડાણમાં લઈ જવાનો પ્રયત્ન છે. કબીરનાં પદોની ભાષામાં ક્યાંય ગુજરાતી ભાષાની અસર જોવા મળતી નથી, જ્યારે આનંદઘનનાં પદો રાજસ્થાની ભાષામાં હોવા છતાં ગુજરાતી ભાષાની અસર ઝીલે છે. કબીરની શૈલી એ ઉપદેશેલી છે. ઉપદેશનો એક આવેશ એમનાં પદોમાં પ્રગટ થાય છે, જ્યારે આનંદઘનની શૈલી એ આત્મજ્ઞાનના દલદલને ખોલીને બતાવનારી છે. કબીરમાં સત્યાર્થી સંતનો ઉત્કટ અભિનિવેશ જોવા મળે છે, જ્યારે આનંદઘનમાં * “સારા ઔર ટ્રિી મેં ડૌન રહ્યવાહ', ઢીં. વાસુfસદ, . ૧૦, આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં 163

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101