________________
આનંદઘનજીનાં સ્તવનોમાં શાસ્ત્રજ્ઞાન અને જૈન સિદ્ધાંત વિશેની માર્મિક સમજનો અનુભવ થાય છે. પણ એમનાં પદોમાં એ શાસ્ત્રીય શૈલી કે એ સિદ્ધાંતનિરૂપણ જોવા મળતું નથી. અહીં તો વિરહી ભક્ત કે અલખનો નાદ જગાવતા મરમી સંતનું દર્શન થાય છે. કબીર આત્મા અને પરમાત્માની પ્રણય-અનુભૂતિ આલેખે છે, તો આનંદઘન એમનાં પદોમાં સુમતિનો ચેતન માટેનો તલસાટ વ્યક્ત કરે છે. કબીરનાં પદોમાં આત્માના વિયોગનું દર્શન છે. એણે પ્રેમનો પ્યાલો પીધો છે અને એ પ્રેમના પ્યાલાએ કેવી પરિસ્થિતિ સર્જી છે ?
“કબીર પ્યાલા પ્રેમકા, અંતર લિયા લગાય; રોમ-રોમ મેં રિમ રહા, ઔર અમલ ક્યા ખાય. સબ રંગ તાંત ૨બાબ તન, બિરહ બજાવે નિત; ઔર ન કોઈ સુનિ સકે, કૈ સાઇ કે ચિત્ત. પ્રીતિ જો લાગી ધુલ ગયી, પૈઠિ ગઈ મન માંહિં; રોમ-રોમ પિઉ-પિઉં કહે, મુખ કી સરધા નાહિ
779
આ પ્રેમને કારણે રોમ-રોમ પ્રિયતમની પુકાર કરે છે. આ વેદના એવી છે કે અંત૨માં વલોણું ફરે છે અને બહાર એને કોઈ સમજી શકતું નથી. આનંદઘનજીએ પણ પ્રેમની કથાને ‘અકથ કહાની' કહી છે. આ બંને સાધકોએ માયાનું વર્ણન કર્યું
છે. કબીર તો માયા અને છાયાને એકસરખી રીતે બતાવે છે. ભાગતા માણસની પાછળ માયા પડછાયાની જેમ એની સાથે ફર્યા કરે છે, પણ જો માણસ માયાની સામે થાય તો એ નાસી જાય છે. કબીર માયાને ઠગારી કહે છે. માયા મોહિનીએ ભલભલા વિદ્વાન અને સુજ્ઞજનોને મુગ્ધ કર્યા છે તેમજ એણે માનવી અને પ્રભુની વચ્ચે અંતરાયો ઊભા કર્યા છે. આથી જ સત્ય જ્ઞાન મેળવીને માયાના મોહપાશમાંથી દૂર થનારા વિશે કબીર કહે છે :
“માયા દીપક નર પતંગ ભૂમિ ભૂમિ માહિ પરંત,
કોઈ એક ગુરુજ્ઞાન તે ઉંબરે સાધુ સંત.”
(માયારૂપી દીપક છે અને મનુષ્યો એ ભ્રમમાં ભૂલા પડીને માયા દીપકમાં કૂદી પડે છે. સાચા ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને એમાંથી બચી જનારા સાધુસંત તો કોઈક જ હોય છે.) આનંદઘન કહે છે કે “આતમકલિકા” જાગતાં એમની સ્મૃતિ આત્માને મળવા લાગી છે અને એમણે માયારૂપી દાસી અને તેના કુટુંબને ઘેરી લઈને કબજે કર્યાં છે. માયામાં ફસાયેલો ચેતન પોતાની અવદશાને દર્શાવે છે. આ ચેતન
૧ ‘સરા સાહિત્ય ઔર સાધના', છૅ. મુવનેશ્વરનાથ મિશ્ર માધવ, પૃ. ૧૩. મહાયોગી આનંદઘન
158
પ્રકૃતિએ અનાવૃત હોવા છતાં કર્માવૃત થઈ ગયો છે. એનો પ્રકાશ અંદર ગૂંગળાઈ રહ્યો છે. પોતાની શુદ્ધ ચેતનાનો એને ખ્યાલ છે. એ એના હૃદયમાં જ રહેલી છે, છતાં માયાને કારણે એ શુદ્ધ ચેતના પ્રગટ થઈ શકતી નથી. ચેતન સંસારના મોહરાગમાં તસ્ત બનેલો છે. એ પરભાવમાં રમણ કરે છે. સ્થૂળ ઇન્દ્રિયસુખોમાં મોજ માણે છે. શરીર, પૈસા અને જુવાનીની ઘણી મોટી હાનિ થાય છે. દિવસે દિવસે એની અપકીર્તિ વધતી જાય છે અને એ ખાનદાની છોડી કુમાર્ગે ચડી ગયો હોવાથી એના માણસો પણ એનું માનતા નથી. માયાની આવી ભ્રમજાળને આલેખતાં કવિ આનંદઘન કહે છે :
“પરઘર ભમતાં સ્વાદ કિશો લહે ? તન ધન યૌવન હાણ; દિન દિન દીસે અપયશ વાધો, નિજ જન ન માને કાંણ.
બાલુડી ૩૨
આવી જ રીતે કવિ આનંદઘન એક પદમાં (પદ ૧૦૦મું, શ્રી આનંદઘનજીનાં પો, ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૪૩૨) તન, ધન અને જુવાનીને ક્ષણિક કહે છે અને આ પ્રાણ તો પળવારમાં ઊડી જશે; તન જશે, પછી ધન શા કામનું ? આથી જન્મોજન્મ સુખ આપતી ભલાઈ કરવાનું કવિ કહે છે. વ્યાપક દર્શન ધરાવતો આ મસ્ત કવિ જાણે જનસમુદાયને વહાલથી જાગૃત કરતો હોય તેમ કહે છે.
“બેહેર બેહેર નહિ આવે, અવસર બેહેર બેહેર નહિ આવે; જ્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે, અવસર ૧
કબીર અને આનંદઘન બંનેનાં પદોમાં હિંદુ અને મુસલમાનના ઐક્યની વાત જોવા મળે છે. કબીર રામ અને રહીમ તેમજ કેશવ અને કરીમ વચ્ચે કોઈ ભેદ જોતા નથી. આનંદઘન પણ કબીરની જેમ ધાર્મિક ઔદાર્ય અને પરમ સત્યને પામવાના રહસ્યવાદને હૂબહૂ દર્શાવે છે. આનંદઘનમાં એ રહસ્યવાદી વિચારસરણી આકર્ષક રીતે પ્રગટ થયેલી છે. આમાં રામ, કૃષ્ણ કે મહાદેવને કોઈ વ્યક્તિ માનવામાં આવતી નથી. રામ એટલે રાજા દશરથનો પુત્ર નહીં, પરંતુ આતમરામમાં ૨મણા કરે તે રામ. પ્રાણીમાત્ર પર દયા કરે તે રહીમ. કૃષ્ણ એટલે કંસનો વધ કરનાર નહીં, પણ જ્ઞાનાવરણ આદિ કર્મોને નષ્ટ કરે તે કૃષ્ણ. શંકર એ કૈલાસવાસી નહીં, પણ જે નિર્વાણ (મોક્ષ) પ્રાપ્ત કરે તે મહાદેવ. જે આત્મસ્વરૂપને સ્પર્શ કરે તે પાર્શ્વનાથ અને
૨ ‘શ્રી આનંદઘનજીનાં પદો', ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૪૫. આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
159