________________
જે ચૈતન્ય આત્માની સત્તાને ઓળખે તે બ્રહ્માં. આમ આનંદઘન તો કહે છે કે એમણે આ જ રીતે પરમતત્ત્વની ઉપાસના કરી છે અને આ પરમતત્ત્વ એ જ્ઞાતા, દ્રષ્ટા અને ચૈતન્યમય છે. કબીરની લગોલગ ઊભી રહે એવી આનંદઘનની આ સમર્થ વાણી છે.
“રામ કહૌ રહિમાન કહી કોઉ, કાન્હ કહૌ મહાદેવરી, પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી.”
રામ ૧ ભજન ભેદ કહાવત નાના, એક કૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂ પરી,
રામ. ૨ નિજ પદ રમે રામ સૌ કહિયે, રહમ કરે રહમાનરી, કરર્ષ કરમ કાહે સો કહિયે, મહાદેવ નિરવાણરી.
રામ. ૩ પરસે રૂપ સો પારસ કહિયે, બ્રહ્મ ચિહૈ સો બ્રહ્મરી, ઇહ વિધ સાધ્યો આપ આનંદઘન, ચૈતનમય નિઃકર્મરી.
રામ ૪” ૩. રહસ્યવાદમાં જે પરમાત્માની વિરલ અનુભૂતિ થાય છે, તે અનુભૂતિ સમયે અહંવ અને મમત્વની ભાવનાનો લોપ થાય છે, એ સમયે ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે. આ અપૂર્વ અદ્વૈતની અનુભૂતિને બતાવવા માટે શબ્દો સમર્થ હોતા નથી, પણ સંતદયમાં એની અભિવ્યક્તિની અકળામણ એટલી બધી થાય છે કે એ પરમાત્મતત્ત્વની અનુભૂતિ વાણીમાં સ્વયમેવ ઊતરી આવે છે. એ અગોચર અને અગમ્ય તત્ત્વને શબ્દમાં ઉતારવાનો પ્રયાસ થાય છે. પરમાત્મતત્ત્વની આ અનુભૂતિ વ્યક્તિએ-વ્યક્તિએ વિલક્ષણ હોય છે, જ્યારે અનુભવ કર્તા અને અનુભૂત વસ્તુ એકરૂપ બને છે, ત્યારે સર્વત્ર અખંડરૂપનાં દર્શન થાય છે. કબીર આ મધુર અનુભૂતિને વ્યક્ત કરતાં કહે છે :
લાલી મેરે લાલ કી, જિત દેખું તિત લાલ; લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ.”
જ્યારે આનંદઘન કહે છે કે પ્રિયતમ સાથેનો મેળાપ, આત્મા અને પરમાત્મા સાથેનું ઐક્ય એ ફૂલની આસપાસ ભમતો ભમરા જેવું નથી, પરંતુ ફૂલમાં એકરૂપ થયેલા પરાગ જેવું છે. અને જ્યારે આ મિલન થાય ત્યારે કબીરને ‘તેરા સાંઈ ૩ ‘શ્રી આનંદધનજીનાં પદો', ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૧૩૮.
મહાયોગી આનંદઘન
160
તુઝમેં નો અનુભવ થાય છે. તો આનંદઘનના અંતરમાં ‘અનુભવરસની લાલી’ પ્રગટ થાય છે. કવિ આનંદઘન મનોરમ રૂપકથી એ અનુભવલાલીને બતાવતાં કહે છે :
“મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી.”
આશાવે ૩ કબીરની માફક આનંદઘને પણ ‘અવધૂ” અને “સાધુને ઉદ્દેશીને પોતાનો ઉપદેશ આપ્યો છે. આ રીતે આનંદઘને કબીરની માફક અથવા તો રહસ્યવાદી કવિઓની માફક પ્રણયની પરિભાષામાં આત્મા અને પરમાત્માનો સંબંધ પ્રગટ કર્યો છે. એ જ રીતે “રામ કહો, રહેમાન કહૌમાં આનંદઘન રહસ્યવાદી કવિની જેમ ચેતનમય પરમતત્ત્વના રૂપની ઝાંખી કરે છે. કબીર આ શરીરની ક્ષણભંગુરતા બતાવે છે. એ કાયાને કાચા કુંભ જેવી કહે છે અને માનવી એ કાચી કાયા અને અસ્થિર મનને આશરે બધુંય સદાકાળ સ્થિર રહેવાનું છે એમ માની છાતી કાઢી ફરી રહ્યો છે, એ ગર્વમાં ઘૂમે છે, માયાના મોહમાં મસ્તાન છે. પણ કબીર કહે છે કે એને ફરતો જોઈને તો મહાકાળ હસ્યા કરે છે અને પછી એની દશા કેવી થાય છે ?
“હમ જાનેં થે ખાયેંગે બહુત જમી બહુ માલ,
જ્યોં કી ત્યોં હિ રહ ગયા પકરિ લે ગયા કાલ.” (આપણે તો માનતા હતા કે ખુબ જમીનજાગીર છે, અપાર માલમિલકત છે, નિરાંતે ઘડપણમાં એને ભોગવીશું. પણ થયું શું ? કાળ ઝાપટ મારીને ઊપડી ગયો અને બધુંય એમનું એમ રહી ગયું !) વહી જતા કાળ સામે કબીરની માફક જ આનંદઘન એક સુંદર કલ્પનાથી માનવીને જગાડે છે :
“ક્યા સૌવૈ ઉઠ જાગ બાઉરે અંજલિ જલ ય્ આયુ ઘટત હૈ,
દેત પહરિયા ધરિયે ધાઉ રે. છંદ ચંદ નાગિંદ મુનિ ચલે, કો રાજા પતિ સાહ રાઉ રે.” કબીર અને આનંદઘન બંનેએ જડ બાહ્યાચારનો વિરોધ કર્યો અને એ જ રીતે એ બંને પુસ્તકિયા જ્ઞાનથી પ્રભુપ્રાપ્તિનો માર્ગ મેળવવા ચાહનારાઓનો વિરોધ કરે છે. શાસ્ત્રજ્ઞાન એ દીપક છે, પણ આત્મજ્ઞાન એ રન છે. દીપકના પ્રકાશથી રત્નની શોધ થાય, પણ દીપક એ જ રત્ન છે એમ માની ન શકાય. શાસ્ત્રીય જ્ઞાનથી આગળ વધીને સાધકે આત્મજ્ઞાન મેળવવાનું છે. આથી જ કબીર અને આનંદઘન
૪ ‘શ્રી આનંદધનજીનાં પદો', ભાગ ૧, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૩૧૦. આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
161