________________
યશોવિજયજીનું વિ. સં. ૧૭૩૪માં ડભોઈના ચોમાસામાં સ્વર્ગગમન થયા પછી પાટણના સંઘના અતિ આગ્રહથી શ્રી કાન્તિવિજયજી મહારાજે ‘સુજસવેલી ભાસ’ નામની ઉપાધ્યાય યશોવિજયજીના જીવન-કાર્યને બતાવતી પદ્યકૃતિની રચના કરી.
તેમાં ક્યાંય આનો ઉલ્લેખ નથી. એથીય વિશેષ ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોમાં પણ ક્યાંય આવો ઉલ્લેખ મળતો નથી. આથી આનંદઘનજી અને યશોવિજયજી એક જ હોવાની શ્રી સારાભાઈ નવાબની માન્યતા નિરાધાર જણાય છે.
મસ્તયોગી આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજી બંને સમકાલીનો વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. બંને પોતાની સાધનાની ચરમસીમાએ પહોંચેલા મહાપુરુષો હતા. બંને સમર્થ સમકાલીનો હતા. ઘણી વાર બે સમર્થ સમકાલીનોનો એમના જીવનકાળમાં ક્યારેય મેળાપ થતો નથી. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા, એક જ પ્રદેશમાં વિચર્યા હતા, છતા બંનેનો મેળાપ થયો નહોતો. પણ આનંદઘન અને યશોવિજય અંગે આવું બન્યું નથી. આ બંને મહાપુરુષોનો મેળાપ થયો હતો અને તે ફળદાયી પણ નીવડ્યો હતો. આનંદઘનની ઉત્કૃષ્ટ યોગઅવસ્થા અને આનંદમગ્ન સ્થિતિને જોઈને ઉપાધ્યાય યશોવિજયજીએ એમની સ્તુતિરૂપે આનંદના ઉલ્લાસથી સભર એવી ‘અષ્ટપદી ની રચના કરી હતી. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે સાચા ‘આનંદ’ની અનુભૂતિ એને જ થઈ શકે કે જેના હૃદયમાં આનંદજ્યોતિ પ્રગટ થઈ હોય. આવા ‘અચલ અલખ’ પદના ‘સહજ સુખ’માં આનંદઘન મગ્ન રહેતા હતા. એમની આવી ઉન્નત, આનંદમય આધ્યાત્મિક અવસ્થા જોઈને ઉપાધ્યાય યશોવિજયજી અંતરના ઉમળકાથી બોલી ઊઠે છે :
“આનંદ ઠોર ઠોર નહીં પાયા,
આનંદ આનંદમેં સમાયા.”.
આ બંને સાધકોને દોષદર્શી અને દુષ્ટ લોકો તરફથી ખૂબ સતામણી થઈ હતી એમ કહેવાય છે. એમના સમયમાં યોગી અને જ્ઞાનીને નિંદનારા ઘણા છિદ્રાન્વેષી લોકો હતા. આનંદઘન તો આત્મમસ્તીમાં મગ્ન હતા. આથી એમણે આવા લોકોની
સહેજે પરવા ન કરી. તેઓ ક્યાંક જ આ જડતા અને રૂઢિચુસ્તતા પર પ્રહાર કરે છે,
જ્યારે યશોવિજયજી સાધક અને સંપ્રદાયમાં માનનારા હતા. તેઓ આનંદઘનજી જેટલા સંપ્રદાયનાં બંધનોથી મુક્ત ન હતા. એમનું હૃદય આવી આપત્તિઓથી ક્યારેક કકળી ઊઠતું હતું. પરિણામે એ પ્રવર્તિત વિષમ પરિસ્થિતિ અંગે વેદનાભર્યા ઉદ્ગાર કાઢે છે :
મહાયોગી આનંદઘન
152
“પ્રભુ મેરે અઈસી આય બની
મનકા વિથા કુનર્પે કહીએ,
જાનો આપ ધની, જનમ મરણ જરા જી હું ગઈ લહઈ,
વિલગી વિપત્તિ ઘની;
તન મન નયન દુ:ખ દેખત ચિત્ત તું ભઈ દુરજન કે બયના, સજ્જન કોઉ નહિ જાકે આગે,
સુખી નવી એક કની. જૈસે અર અગની.
બાત કહું અપની. ચઉં ગઈ-ગમણ-ભમણ-દુઃખ વારો, બિનતિ ઐહી સુની, અવિચલ સંપદ જસકું દી”,
અપને દાસ મની.
આમ યશોવિજયજી નિંદક દુર્જનો સામે પોકાર કરે છે, તો એ સમયે આનંદઘનજીને વર્ષાવનારા પણ હતા. યશોવિજયજીએ રચેલી આનંદઘનની અષ્ટપદીની ‘કોઉ આનંદઘન છિદ્ર હી પેખત' એમ આનંદઘનને માટે કહ્યું છે એના પરથી આનો ખ્યાલ આવે છે. આનંદઘનજી અને યશોવિજયજીએ બંનેએ જિનસ્તવન ચોવીસીની રચના કરી છે. આનંદઘનજી શ્રી અજિતનાથ જિન સ્તવનમાં કહે છે :
‘તરક વિચારે હૈ વાદ પરંપરા, પાર ન પહુચે હૈ કોઈ, અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે, તે વિરલો જગિ કોય.' (સ્તવન : ૨, ગાથા : ૪)
જ્યારે શ્રીમદ્ યશોવિજયજી મહારાજે સત્તરમા “પાપસ્થાનકની સજ્ઝાય’માં શુદ્ધ ભાષકની બલિહારી બતાવી છે. ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં દંભ પર આખું પ્રકરણ લખ્યું છે અને આવા વાદવિવાદ કરનારાઓ વિશે તો તેઓ કહે છે :
"वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितान् तथा । तत्त्वांतं नैव गच्छन्ति तीलपीलकवद् गती ।। M
વાદ, વિવાદ અને પ્રતિવાદ કરતાં ઘાંચીની ઘાણી જેવી ગતિ થાય છે અને તેમાં તત્ત્વનો પાર પામતો નથી. જડતા અને મતાંધતા પર આ બંને મહાપુરુષો સખત પ્રહાર કરે છે. યશોવિજયજી ‘યવિલાસ'ના સુડતાલીસમા પદમાં કહે છે :
આનંદધન અને યશોવિજય
153