Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 74
________________ નવ અાનંદઘન અને યશોવિજય પ્રેમ એ હૃદયની સાધારણ ભાવુક સ્થિતિ નથી, પરંતુ આત્માનુભવજન્ય પ્રભુપ્રેમ છે અને આવા અનિર્વચનીય પ્રેમની બાબતમાં તેઓ કહે છે, “કહાં દિખાવું ઔર કું, કહાં સમજાવું ભોર, તીર ન ચૂકે પ્રેમ કા, લાગ સો રહે ઠોર. એમનાં સ્તવનોમાં પણ ભગવાન શાંતિનાથની સ્તુતિમાં આત્મશાંતિ, અધ્યાત્મયોગ અને તેને અપેક્ષિત ધ્યાનયોગનું સુંદર ભાવચિત્ર મળે છે. જ્યારે મુનિસુવ્રત-સ્વામીના સ્તવનમાં જગતનાં બધાં પ્રપંચો છોડીને આત્મધ્યાનમાં રમણ કરવાથી એના શાંત સ્વરૂપની પ્રાપ્તિ થશે, આતમધ્યાન કરે જો કોઉં, સો ફિર ઇણમેં નાવે; વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. જે પ્રાણી આત્મધ્યાન કરે છે તે ફરી વખત રાગદ્વેષ અને મોહઅજ્ઞાનમાં ફસાતો નથી. આ સિવાય બીજું સર્વ વાણીનો વિલાસ છે એમ એ સાચી વાતને ચિત્તમાં ગ્રહણ કરે છે. નેમ-રાજુલની કથા સ્તવનમાં આલેખીને એ જ દર્શાવે છે કે સાચી એકનિષ્ઠા - ધ્યેય પ્રત્યેની ધ્યાતાની એકાગ્રતા - જ તેને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડે છે. મોહાદિ ષવિકારોથી પર થઈને મુક્તિપદ-પ્રાપ્તિના ભવ્ય મુમુક્ષુ આત્માઓને આ સ્થિતિ દ્વારા કહ્યું છે કે બાહ્ય ધ્યેય તો નિમિત્ત હોય છે. સાચું અને અંતિમ ધ્યેય તો ધ્યાતાના શરીરમાં રહેલું આત્મતત્ત્વ છે, આથી આત્મતત્ત્વ સાથે એકતા સાધવી જોઈએ અને તો જ ધ્યાતા અને ધ્યેયની એકરૂપતા થાય છે ત્યારે શું થાય ? આનંદઘનના સ્તવન અને પદની પંક્તિથી સમાપન કરીએ. સોળમા સ્તવનની તેરમી ગાથામાં એ કહે છે, અહો હું અહો હું મુઝને કહ્યું, નમો મુઝ નમો મુઝ રે.” અને આનંદઘન ગ્રંથાવલીના પદ ૧૧માં તેઓ કહે છે, આનંદઘન કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ.” આનંદઘનજીનો સમય એ સમર્થ જૈન સાધુઓની ઉજ્વળ જ્ઞાનપરંપરાનો કાળ હતો. આ સમયે જૈન સાધુઓએ પોતાની તપ, ત્યાગ અને વૈરાગ્યની ભાવનાથી સર્વત્ર આદર મેળવ્યો હતો. મુઘલ બાદશાહો પણ તેમનો આદરસત્કાર કરતા હતા. તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિને જહાંગીર બાદશાહે “મહાતપા”નું બિરુદ આપ્યું. એ પછી વિજયઆનંદસૂરિ, વિજયસિંહસૂરિ અને વિજયપ્રભસૂરિએ ધર્મની ઉજ્જવળ પરંપરા જાળવી રાખી, સત્યવિજય પંન્યાસે ક્રિયોદ્ધાર કરીને સાધુસમાજમાં પેઠેલી શિથિલતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપાધ્યાય યશોવિજયજીની વિદ્વત્તાનાં તેજ એ સમયમાં સમગ્ર સમાજને અજવાળતાં હતાં. આ જ સમયે ઉપાધ્યાય માનવિજયજીએ “સ્તવન ચોવીસી” તેમજ “ધર્મ સંગ્રહ” નામના ગ્રંથની રચના કરી હતી. રામવિજયજી એ ભક્તિ અને જ્ઞાનથી ભરપૂર એવી મધુર ચોવીસીની રચના કરી હતી તેમજ સાત નય પર વિસ્તારથી સઝાયો લખી હતી. જ્ઞાનવિમલસૂરિએ “જ્ઞાનવિલાસ” નામથી પદોની રચના કરી હતી. વળી, આનંદઘનજીએ ચોવીસી પર અને ઉપાધ્યાય યશોવિજયજીના ત્રણસો ને પચાસ ગાથાના સ્તવન પર દબો લખ્યો હતો. તપાગચ્છના ધર્મસાગરજીએ તો નિર્ભય રીતે શાસ્ત્રાનુસાર દરેક કુમતનું ખંડન કરવા માંડ્યું હતું. એમની ટીકાઓએ તત્કાલીન જૈન સમાજમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઉપરાંત આ સમયમાં મહાયોગી આનંદઘન 148

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101