Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 75
________________ લાવણ્યસુંદરે “દ્રવ્યસપ્તતિકા” અને સઝાયો લખી હતી. દિગંબર સમાજમાં પણ કેટલાક સમર્થ વિદ્વાનો થયા હતા. એમાં બનારસીદાસની રચનાઓમાં તો અનેરું કાવ્યમાધુર્ય અને પદલાલિત્ય જોવા મળે છે. “સમયસાર નાટક”માં એમણે અનુપમ કવિત્વશક્તિ અને વૈરાગ્યભાવના દર્શાવી છે. આનંદઘનજીનાં પદોમાં બનારસીદાસ જેવું લાલિત્ય જોવા મળે છે. વ્યાપક ફલક પર જોઈએ તો રામદાસ, તુકારામ, તુલસીદાસ અને અખો એ આનંદઘનના સમકાલીન ગણી શકાય. યુગપ્રભાવક તર્કશિરોમણિ ઉપાધ્યાય યશોવિજયજી આ સમયના જૈન વિદ્વાનોમાં મૂર્ધન્ય સ્થાને બિરાજે છે. આ સમર્થ વિદ્વાને આનંદઘનજીને અનુલક્ષીને એમની સ્તુતિરૂપ “અષ્ટપદી ની રચના કરી છે, જે વિશે ‘આનંદઘનજીનું જીવન’ એ પ્રકરણમાં વિગતે જોયું. યોગી આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજીના મેળાપની વાતો જૈન પરંપરામાં કિંવદંતીરૂપે મળે છે. આ વિશે કોઈ નિશ્ચિત પ્રમાણ સાંપડતું નથી. પ્રચલિત કથા પ્રમાણે મેડતામાં ઉપાધ્યાય યશોવિજયજી વ્યાખ્યાન આપતા હતા અને આ સમયે આનંદઘનજી એમને સાંભળવા ઉપાશ્રયમાં ગયા હતા. આ પછી ઉપાધ્યાયજીની વિનંતીથી આનંદઘનજીએ યોગના વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આનંદઘનની એ અનુભવનીતરતી વાણીની ઉપાધ્યાય યશોવિજયજી પર પ્રબળ અસર થઈ હતી. આ ઘટના ઉપાશ્રયમાં બનેલી હોવાથી શ્રી મોતીચંદભાઈ કાપડિયા બુના પર્વત પર નહીં, પણ મેડતામાં આ બંને મહાપુરુષોનો મેળાપ થયાનું વધુ સંભવિત માને છે.' આ પ્રસંગે આનંદઘનજીની આનંદમય અધ્યાત્મદશાને જોઈને ઉપાધ્યાય યશોવિજયજીએ એમની સ્તુતિરૂપ “અષ્ટપદી'ની રચના કરી. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી નોંધે છે કે ઉપાધ્યાય યશોવિજયજી વિશે આ જ રીતે આનંદઘનજીએ પણ “અષ્ટપદી' લખી છે. આ વાત એમણે વિજાપુરના શા. સુરચંદ સરૂપચંદ પાસેથી સાંભળી હતી. જોકે આ અંગે તપાસ કરતાં તેઓને કોઈ પ્રત સાંપડી ન હતી. જ્યારે શ્રી મોતીચંદભાઈ કાપડિયા ‘પૂજ્ય કદી પૂજક હોઈ શકે નહીં” તેમજ “આનંદઘનજી અને ઉપાધ્યાયજીની વય વિચારતાં અને યોગ વિષયમાં આનંદઘનજીની પ્રક્રિયા અને અભ્યાસ તથા વર્તન લક્ષ્યમાં લેતાં આ હકીકત અસંભવિત’ માને છે. આવી જ રીતે આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આનંદઘનજી પાસે ઉપાધ્યાય યશોવિજયજી સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવા ગયા હતા, એવી દંતકથાનું વિગતે નિરૂપણ કર્યું છે, પરંતુ આ દંતકથા ઉપાધ્યાય યશોવિજયજીની ભવ્ય ચારિત્ર સાથે બરાબર બંધબેસતી નથી તેમજ એ વિશે કશો આધાર સાંપડતો નથી. આવી જ રીતે ‘સુગુરુ તથાવિધ ન મળે રે’ એવી આનંદઘનજીની પંક્તિમાં યશોવિજયજીની ટીકા મહાયોગી આનંદઘન જેવામાં આવે છે, પણ હકીકતમાં તો આનંદઘનજીનું આ એક સામાન્ય કથન છે. એ કોઈ વ્યક્તિવિશેષને લક્ષ્યમાં રાખીને બોલાયેલું નથી. અધ્યાત્મયોગી આનંદઘન અને ઉપાધ્યાય યશોવિજયજી અંગે ‘શ્રી આનંદઘન પદ્ય રત્નાવલી ના નિવેદનમાં શ્રી સારાભાઈ નવાબે એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેઓ લખે છે : પરમયોગી શ્રી આનંદઘનજી તે બીજા કોઈ જ નહીં, પરંતુ ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી જ છે એમ મારું પોતાનું અને વિદ્યમાન કેટલાક વિદ્વાન જૈન મુનિવર્યોનું માનવું છે. આ માન્યતાના સમર્થનમાં જબરદસ્ત પુરાવો એ જ છે કે પરમયોગી શ્રી આનંદઘનજીનો ઉલ્લેખ ઉપાધ્યાયજી વગર સત્તરમા સૈકાના બીજા કોઈ પણ વિદ્વાન કરતા નથી. વળી ઉપાધ્યાયજીએ રચેલી શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદીના જે પહેલા પદમાં ‘મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે.” વગેરે શબ્દો તથા તેઓશ્રીએ રચેલી બત્રીશ બત્રીશીમાં અને શ્રી આનંદઘનજીનાં પદોમાં ઘણું સામ્ય દેખાય છે. શ્રી આનંદઘનજી જુદા છે તેવી માન્યતા કરતાં તેઓશ્રી અને ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી એક જ છે એવી દૃષ્ટિ રાખીને જો બંનેની કૃતિઓનું બારીક નિરીક્ષણ કરવામાં આવે તો મારી માન્યતાને પુષ્ટિ કરતાં પ્રમાણો મળી આવશે. મને એમ લાગે છે કે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીની અંતિમ અવસ્થામાં પોતાનું નામ પણ ગોપવીને ‘આનંદઘન'નું ઉપનામ ધારણ કરવાનું યોગ્ય લાગ્યું હશે.” આ માન્યતાની ચકાસણી કરીએ તો સૌપ્રથમ તો આ માટે કોઈ નક્કર પ્રમાણ મળતું નથી. બીજી મહત્ત્વની બાબત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીની ફતિઓની જે યાદી મળે છે તેમાં એમની એક કૃતિ તરીકે ‘આનંદઘન ચોવીસી ટબાલી પત્ર : ૩૪' એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. જો યશોવિજયજી એ પોતે આ કૃતિની રચના કરી હોય તો આવો ઉલ્લેખ મળે નહીં. શ્રી જ્ઞાનવિમલસૂરિના ‘આનંદઘન ચોવીસી' પરના ટબામાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે “આનંદઘન ઉપનામધારી લાભાનંદજીએ રચેલાં આ સ્તવનો” છે. આ રીતે આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજી એક હતા એમ માનવું ભૂલભરેલું છે. વળી, આ માન્યતા પ્રમાણે તો એમ માનવું પડે કે શ્રી યશોવિજયજી મહારાજે આત્મપ્રશસ્તિ માટે “અષ્ટપદીલખી હતી. ઉપાધ્યાય યશોવિજયજીના વ્યક્તિત્વ સાથે આ બાબત સહેજે સુસંગત જણાતી નથી. શ્રી યશોવિજયજીએ પોતાના જીવનની અંતિમ અવસ્થામાં પોતાનું નામ ગોપવીને ‘આનંદઘન' નામ રાખ્યું હતું, એવો તર્ક શ્રી સારાભાઈ નવાબ કરે છે, પરંતુ ઉપાધ્યાય આનંદઘન અને યશોવિજય 151 150

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101