________________
છે એટલે કે યોગમાર્ગમાં પ્રવેશ કરવા અખંડ બ્રહ્મચર્યપાલન જરૂરી છે. ‘પાતંજલ યોગસૂત્રમાં યોગનાં આઠ અંગ છે અને આચાર્ય હરિભદ્રસૂરિજીના ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં પણ યોગની આઠ દૃષ્ટિ છે. આચાર્ય હેમચંદ્રાચાર્યએ પણ યોગશાસ્ત્રમાં આઠ અંગ બતાવ્યાં છે. આમ પ્રથમ અંગ યમ છે જે યોગમાર્ગનો પાયો છે. કવિ આનંદઘને અહીં એ વાત કરતાં કહ્યું છે કે,
‘સમકિત દોરી શીલ લંગોટી, ધુલ ધુલ ગાઢ ધુલાઉં
તત્ત્વગુફા મેં દીપક જોકે ચેતન રતન જ ગાઉં રે વહાલા.' આમ, અહીં સમકિતની દોરી છે અને શીલની લંગોટી છે. જૈનશાસ્ત્રકાર શીલને યોગના અંગ તરીકે વર્ણવે છે. બ્રાહ્મચર્ય એટલે બ્રહ્મ સ્વરૂપ આત્મા અને ચર્ય એટલે રમણ કરવું. આનંદઘન યોગીના દ્રવ્યશને બદલે ભાવવશ પર મહત્ત્વ આપે છે. યોગને અંતે એ તત્ત્વગુફામાં સમ્યમ્ જ્ઞાનનો દીપક પ્રગટે છે. ત્યારબાદ આ ભાવ યોગી પોતાના ચેતન આંગણમાં અષ્ટકર્મની ધૂણી જગાવે છે, અને આ અષ્ટકર્મનો કચરો અગ્નિ વિના બળતો નથી એટલે સાધકો અષ્ટકર્મરૂપ છાણામાં ધ્યાનનો અગ્નિ લગાવી ધૂણી જગાવે છે. કવિ કહે છે,
| ‘અષ્ટ કર્મ કંડેલી ધૂની, ધ્યાના અગન જગાઉં
ઉપશમ છનને ભસમ છણા, મલી મલી અંગ લગાઉ રે..” યોગી આનંદઘનની કલ્પના તો જુઓ ! તેઓએ ઉપશમને ચારણીનું રૂપ આપ્યું છે. જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ કર્મબંધ કરે છે અને શુભધ્યાનથી કર્મથી મુક્ત બને છે. આવા ધર્મધ્યાન અને શુભધ્યાન રૂપ અગ્નિમાં કર્મરૂપી છાણાંને બાળી પછી તેની રાખ ઉપશમ ગળણાથી ચાળીને કે ભસ્મ શરીર ઉપર ઘસી ઘસીને લગાવવામાં આવે છે. રાષ્ટ્રમાં કચરો કે નાના કાંકરા, કાંકરી વગેરે રહી જાય છે, માટે કવિએ ચાળવાની વાત કરી છે. આ ઉપશમ ચાળણી એટલે નિવૃત્તિ ભાવરૂપ ચાળણી. પછી કવિ કહે છે, કે કર્મનાશની ચાવી સદ્ગુરુ પાસે છે. ગુરુ વિના જ્ઞાન નહિ આથી સદ્ગુરુની ઓથે કર્મથી મુક્ત થવા માગે છે. કવિ કહે છે,
| ‘આદિ ગુરુ કા ચેલા હોકર, મોહ કે કાન ફરાંઉં;
ધરમ શુક્લ દોય મુદ્રા સોહે, કરુણાનાદ બજાઉં રે વહાલા.” અને આમ યોગાભ્યાસ માટે ગુરુશરણની આવશ્યકતા દર્શાવી છે. કબીરનું સ્મરણ થાય -
મહાયોગી આનંદઘન
‘ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય; બલિહારી ગુરુ આપકી, જિસને ગોવિંદ દિયો બતાય.’
અથવા શ્રીમદ્ રાજચંદ્ર કહે છે તેમ,
‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લય થયા વિના, ઊગે ન આત્મવિચાર.” યોગીઓ કાન વીંધે અને તેમાં મુદ્રા પહેરે છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનની મુદ્રાથી શુભતો હું કરુણા નાદ બજાવીશ.
કવિ કહે છે, યોગીઓ શંખનાદ અથવા બીજાં વાજિંત્રો વગાડે છે, પરંતુ હું કરુણાનાદ કરીને ‘મા હણો, માં હણો’નો અવાજ ફેંકીશ. અને અંતે કહે છે,
ઇહ વિશ્વ યોગ સિંહાસન બૈઠા, મુગતિ પુરી કું ધ્યાઉં; આમ, ચેતનનું મન યોગમાં આસક્ત થઈ ગયું છે અને યોગસિંહાસન બેસી અજરામર પદનું ધ્યાન કરે છે,
નાદ વિલુબ્ધો પ્રાનકું, ગિને ન ત્રિણ મૃગલોઈ,
આનંદઘન પ્રભુ પ્રેમ કી, અકથ કહાની કોઈ. લોકમાં પણ રાગમાં આસક્ત મૃગલો પોતાના પ્રાણની તણખલા જેટલી પણ કિંમત ગણતો નથી.
| ‘નાદ' શબ્દનો ‘યોગિક’ અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં ધીમે ધીમે વધારો કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ મધુર નાદ અંતરમાંથી ઊઠે છે. એના પર આસક્ત જીવ પોતાના શરીરની પણ દરકાર કરતો નથી. યોગમાં ડૂબેલી વ્યક્તિઓ જ ગત તરફ બેદરકાર હોય છે. પ્રેમથી તેઓ આ માર્ગ પકડે છે. અને પ્રેમ ખાતર જ તેઓ તેને નભાવે છે.
સામાન્ય રીતે ભક્ત અને યોગીમાં અંતર માનવામાં આવે છે. ભક્તિમાં સમર્પણ હોય છે. અહીં એક યોગી પાસે ભક્તિ, જ્ઞાન અને યોગનો સમન્વય પ્રગટ થાય છે.
જૈન પરંપરામાં પરમાત્માને પ્રિયતમ માનીને ઉપાસના કરવાની પદ્ધતિ નથી, પરંતુ આનંદઘનજીની રચનાઓમાં વૈષ્ણવ-ભક્તિમાર્ગનો પ્રભાવ છે. કબીર, મીરાં, સૂરદાસ અને રૈદાસ આદિ ભક્તકવિઓની કવિતા એમણે સાંભળી હશે.
યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા
147
146