Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 71
________________ મસ્તક મુગત કાંને દોય કુંડલ, ફૂલન કા ગજરા સિર પે. બા.૨ બાંહે બાજુબંધ સોહે બહોરખા અંગી બની હીરા કે. બા.૩ આનંદઘન કે નાથ નિરંજન તાર લીજ્યો અપનો કરકે. બા.૪ આનંદઘનનાં પદોમાં “અવધૂ” શબ્દનો પ્રયોગ મળે છે. ઘણાં પદોનો પ્રારંભ જ એ ‘અવધૂ” સંબોધનથી કરે છે. ગુરુ દત્તાત્રેયનો ચેલાઓ શરીરે ભસ્મ લગાડી, હાથમાં ચીપિયો રાખી અલેક અલેક પોકારે તેને ‘અવધૂ” કહેવામાં આવે છે પણ અહીં અવધૂ શબ્દપ્રયોગ આત્મજ્ઞાનમાં મસ્ત એવા જિજ્ઞાસુ કે જ્ઞાનીને માટે છે. યોગી આનંદઘને એક ભિન્ન પ્રકારના યોગનું આલેખન કર્યું છે. એક અર્થમાં કહીએ તો એમણે આચાર્ય હરિભદ્રસૂરિનું “યોગદૃષ્ટિ સમુચ્ચય' અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્ર'ની યોગની વિચારણાની સાથોસાથ રાજયોગ અને હઠયોગની પરિભાષાનો પણ પ્રયોગ કર્યો છે. એમણે હઠયોગ અને રાજયોગની પદ્ધતિ સાથે જૈન સિદ્ધાંતો અનુસાર આત્માના મૂળ ગુણો અને ઉત્તર ગુણોનો સ્વીકાર કરીને એને યોગપદ્ધતિ સાથે જોડ્યા છે, જેથી એનું રૂપ આધ્યાત્મિક બની ગયું છે, કારણ કે મૂળગુણ, સંવેગ, નિર્વેદ, શીલ, વૈરાગ્ય, સંયમ, સમિતિ, ગુપ્તિ આદિ સાધનાના આંતરિક પક્ષો સાથે જોડાયેલા છે. બીજી બાજુ એકવીસમાં નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દર્શનનાં છએ દર્શનની વાત કરી છે. આ છએ દર્શનો જિનેશ્વર ભગવાનના અંગરૂપ છે . અને એને જિનમતરૂપી કલ્પવૃક્ષની ઉપમા આપે છે. એના બે પગ એટલે કે વૃક્ષના મૂળ રૂપ તે સાંખ્યદર્શન અને યોગદર્શન જ્યારે બૌદ્ધ દર્શન અને મીમાંસક મત એ જિનેશ્વર પ્રભુના બે સશક્ત હાથ, ચાર્વાક દર્શન એ જિનેશ્વરના પેટ અને જૈનદર્શન એ મસ્તિષ્ક. આ રીતે છએ દર્શનોનો સમન્વય કરતાં આનંદઘનમાં ઉદારતા અને સમન્વયવાદિતા જોવા મળે છે. તેઓ ચાર્વાક મતને પણ ભૂલ્યા નથી અને છટાદાર રીતે નયવાદ-સાદ્વાદનું આલેખન કરે છે. એ કહે છે, જિનવરમાં સઘળાં દરિશણ છે, દર્શન જિનેવર ભજનો રે; સાગરમાં સઘળી તટની સહી, તટનીમાં સાગર ભજના રે. મહાયોગી આનંદઘન 142 આ યોગી દેહને કઈ રીતે જુએ છે ? નરસિંહ મહેતા આ દેહને “કાયા પાત્ર છે કાચું ” કહીને “એ ચાંદરડું ચાર દિવસનું અંતે તો અંધારું .” એમ કહે છે. જ્યારે ધીરો ભગતે કાયાને આકડાના ફૂલ સાથે સરખાવે છે, “ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ.” તો અવધૂ આનંદઘન કાયાને મઠ સાથે સરખાવે છે અને એ ચેતનને જગાડી જગાડીને કહે છે : આ શરીરરૂપી મઠમાં મોહનિદ્રા ક્યાં સુધી રહીશ ? હવે જાગ ! ભીતરમાં દૃષ્ટિ કર, આ પુગલ એનો નાશવંત ધર્મ ક્યારેય છોડતું નથી, તો તું તારા સ્વભાવને કેમ છોડે છે ? તે તારા આત્મપ્રદેશોને કંપિત કરી રહ્યો છે. એ કહે છે, ‘અપ્પ થયા જો તન મ મેં, ના 7 વિનોવેન પટ મેં... | अवधू तन मठ परतीत न कीजे, ठहि परे एक पल में... | हलचल मेटि खबर ले घट की, चिन्हे रमतां जल में ...।' હે અવધૂત આત્મા ! તું તારા શરીરરૂપી મઠમાં કેમ સૂઈ રહ્યો છે? જાગ અને અંતરઘટને જો, આ તનમઠનો ભરોસો કરતો નહિ. એ તો એક ક્ષણમાં ઢળી પડશે. માણસની બાહ્ય વ્યસ્તતાને છોડીને ભીતરમાં જોવાનું કહેતાં આનંદઘન કહે છે : તું ‘હલચલ મેટી’ એટલે કે આ બધી માથાકૂટ છોડીને અંતરની ખબર લે, તું પાણીમાં માછલીના પગની નિશાની શું શોધે છે ? મહાયોગી આનંદઘન વિશેની એક પ્રચલિત કથા એવી છે કે તેઓ મેડતા શહેરમાં ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહ્યા હતા. એ સમયે રાજાની અણગમતી રાણીને કાગળ પર એક મંત્ર લખીને આપ્યો. રાજાને એની જાણ થતાં એ કોપાયમાન થયો. એણે કહ્યું કે સાધુ થઈને આવું કરવું તે અનુચિત ગણાય. આનંદઘને તાવીજમાં રહેલો કાગળ વાંચવાનું કહ્યું. એમાં યોગી આનંદઘને લખ્યું હતું, તેરા પતિ વશ હોવે ઉસમેં આનંદઘન કો ક્યા, તેરા પતિ વશ ન હોવે ઉસમેં આનંદઘન કો ક્યા.” જીવનની વ્યર્થતા વિશે આનંદઘને અહીં માર્મિક રીતે કહ્યું છે. એ જ રીતે આ પદમાં એ કહે છે, શિર પર પંચ બસે પરમેસર, ઘટ મેં સૂછમ બારી આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધ્રુ કી તારી.... (તારા મસ્તકમાં વસતા પંચ પરમેશ્વરને તારા હૃદયની સૂક્ષ્મ બારી વડે જો. કોઈ આત્મજ્ઞાનનો અભ્યાસી વિરલ પુરુષ તેને ધ્રુવ તારાની જેમ નિરખે છે.), યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા 143

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101