Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 69
________________ બાક ચોગમાગીય ૨હરચવાદી કવિતા પદોની સાખીઓ એટલી જ માર્મિક છે. આત્મસાક્ષાત્કારનો મહિમા એ જે સાધકને માટે સર્વસ્વ હોય છે. જેમ કે ૭૦મા પદની સાખીમાં ધર્મઔદાર્ય અને વિશાળ દૃષ્ટિ બંને જોવા મળે છે. કવિ કહે છે, ‘આEl@ 15:. સુHI વિમા ઝાસ, ભnaal sta Eલ્મ71 નૉગ્રામ કે આત્માનુભવની કથાનો પ્યાલો પીતાં પીતાં મતાગ્રહી લોકો તો ઢળી પડે છે. મતાગ્રહ વગરના નિર્મમત્વ જ એને પચાવી શકે છે. આવી સાખીઓ આનંદઘનનાં પદોની વિશેષતા બની ગઈ છે. આનંદઘનની આ પદસૃષ્ટિમાં માનસ-વિહાર કરતાં એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ થાય છે . અધ્યાત્મવાણીનું ગાંભીર્ય અને ઊંડાણ, ગહનતા, અવળ વાણીનું વિચિત્ર અને તેમાં તત્ત્વનિરૂપણ તથા હૃદયને ઢંઢોળતી સ્પેશિતા એમનાં પદોમાં જોવા મળે છે . એને પામવા માટે જૈન પરિભાષાનું જ્ઞાન, આત્મસાધનાનો અનુભવ, યોગનો અભ્યાસ અને જીવનની સમભાવશીલતા મહત્ત્વની બની રહે છે. આત્મસાધક યોગીને પોતાની સાધનાના બળે અમૃતત્વની પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય તેવા એમના શબ્દોમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પુરુષાર્થ અને મસ્તી જોવા મળે છે. એમનાં સ્તવનોમાં એમણે આધ્યાત્મિક વિકાસ માટેની ક્રમક પ્રક્રિયા દર્શાવી છે, જ્યારે એમનાં પદોમાં ભિન્ન ભિન્ન સમયે ભીતરમાં થયેલા અનુભવોને એમણે કાવ્યસ્થ કર્યા છે. કવિના પદના સહજ પ્રવાહનું કારણ એ છે કે જે હૃદયસ્થ છે, એ જ પદસ્થ બને છે. ક્યાંય કોઈ વાદ, કોઈ વિચાર કે કોઈ સંપ્રદાયની ટેકણ-લાકડીનો ઉપયોગ કરતા નથી. અમુક દર્શનની સર્વોપરિતાનો આગ્રહ સેવતા નથી અને તેથી અધ્યાત્મના સમગ્ર આકાશને જોનારા આનંદઘને પાસેથી આત્મઓળખ, આત્માનુભવ અને આત્મસાક્ષાત્કાર માટેની પદસરિતા મળે છે. કશાય વળગણ વિનાની આ કવિતાનો આધાર છે સ્વાનુભૂતિ અને એનું અંતિમ છે સ્વાનુભૂતિનું પ્રગટીકરણ. આથી આ વાણીમાં આત્માનુભવનો તેજસ્વી રણકાર છે. જાતઅનુભવ પ્રાપ્ત કરેલી ખુમારી છે, યોગસાધનાને અંતે પ્રાપ્ત થયેલો આનંદ છે અને આત્મસ્પર્શી સંયમસાધનાને કારણે આ અધ્યાત્મસભર પદો ભાવકને એક ભિન્ન લોકનો અનુભવ કરાવે છે. લોક કંઠે જીવતાં આ પદોએ કેટલાય માનવીઓને મોહ-કષાયની નિદ્રામાંથી ડંકાની ચોટ સાથે જ ગાડીને અને સાચો માર્ગ બતાવી અનુભવલાલીના આશક બનાવ્યા છે. આનંદઘન આત્મવિચારણા કરીને આત્માનુભવનું રસપાન પામી, આત્માનંદની અવિચળ કળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આલેખે છે. મહાયોગી આનંદઘન 138 આશય આનંદઘન તણો અતિ ગંભીર ઉદાર, બાળક બાંહ પસારિ જિમ કહે ઉદધિવિસ્તાર. ઈ. સ. ૧૮૩૦(વિ. સં. ૧૮૮૬)માં ‘આનંદઘન બાવીસી’ પર વિસ્તૃત સ્તબક લખતી વખતે શ્રી જ્ઞાનસાર વારંવાર આનંદઘનજીના ગહન આત્મજ્ઞાન પ્રત્યે આદર અને અહોભાવ પ્રગટ કરે છે. તેઓ આનંદઘનનો ગહન આત્મજ્ઞાનને વર્ણવતાં કહે છે કે કોઈ બાળક હાથ પ્રસારીને ઉદધિવિસ્તાર એટલે કે વિરાટ અને અફાટ સાગરને દર્શાવતો હોય તેવો અનુભવ એમને થઈ રહ્યો છે. આનંદઘન એ જૈન પરંપરામાં પણ વિરલ લાગે તેવા યોગી છે. એમની ઓળખ શું? એક પદમાં તેઓ આ રીતે સ્વ-પરિચય આપે છે : મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન, ગાત આનંદઘન, જાત આનંદઘન. મેરે. ૧ રાજ આનંદઘેન, કાજ આનંદઘન, આજ આનંદઘન, લાભ આનંદઘન. મેરે. ૨ આભ આનંદઘન, ગાભ આનંદઘન, નામ આનંદઘન, લાભ આનંદઘન, મેરે, ૩

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101