Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 70
________________ અને હા, આમાં જ છે આનંદઘનની ઓળખ. ‘આનંદઘન ચોવીસીના સંશોધન અર્થે પ00થી વધુ હસ્તપ્રતો જોઈ, પરંતુ કર્તાપરિચયમાં માત્ર એટલું જ મળે કે એમનું મૂળ નામ લાભાનંદ હતું અને ઉપનામ આનંદઘન હતું. એમને વિશેની કેટલીક દંતકથાઓ મળે છે, પણ પ્રમાણભૂત માહિતી તો આટલી જ . જો કે દંતકથામાં પણ પ્રતિભાનો અણસાર ખરો. એક વાર ઉપાધ્યાય યશોવિજયજી વ્યાખ્યાન આપી રહ્યા હતા. આખોય સભાખંડ ખીચોખીચ ભરાયેલો હતો. તેઓ એક આધ્યાત્મિક શ્લોક પર વિવેચન કરી રહ્યા હતા. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય અને કૂર્ચાલશારદ (દાઢી, મૂછવાળા સરસ્વતી)નું બિરુદ પામેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા હતા. ‘કુર્યાલ સરસ્વતી'(મૂછવાળી સરસ્વતી)ને કોઈ પૂજ્યભાવે માથું નમાવતા હતા, તો કોઈ મુગ્ધ ભાવે માથું હલાવતા હતા. સર્વત્ર અહોભાવ પ્રગટ થતો હતો. વ્યાખ્યાન પૂર્ણ થયું, ઉપાધ્યાય યશોવિજયજીએ જોયું કે સભાગૃહમાં બેઠેલા એક વૃદ્ધ સાધુ વ્યાખ્યાન સમયે સાવ કોરા કાગળ જેવા નિર્લેપ હતા. ઉપાધ્યાયજીએ પૂછવું, ‘અધ્યાત્મના આ શ્લોકના વિવેચનમાં કંઈ સમજ પડી કે ?' વૃદ્ધ સાધુ ન બોલ્યા, ન હાલ્યા, ન ચાલ્યા. કોઈને થયું કે તેઓ બધિર લાગે છે. એક વ્યક્તિએ એમને જરા હલાવતાં કહ્યું‘ગુરુજી, મહારાજ તમને પૂછી રહ્યા છે. જવાબ આપો.' વૃદ્ધ સાધુએ ઊંચું જોયું. એમના ચહેરા પર યોગસાધનાનું તેજ પ્રગટેલું હતું. બોલ્યા, ‘અધ્યાત્મના આવા ઉચ્ચ શ્લોકનું આવું સામાન્ય વર્ણન ! આ તો સાવ બાળપોથી જેવું કહેવાય. ઉપાધ્યાયજી, હજી તમારે ઘણા ડુંગરા ઓળંગવાના છે અને ઘણાં ઝરણાં પાર કરવાનાં છે.' આખી સભા સ્તબ્ધ બની ગઈ. યોગીના સ્વરમાં રણે કો હતો. મુખ પર યોગનું તેજ અને અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. ઉપાધ્યાય યશોવિજયજીને ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં યોગીરાજ આનંદઘનજી છે. પાટ પરથી ઊઠી પાસે ગયા અને વંદન કરીને કહ્યું, ‘ક્ષમા કરો, મહાયોગીના યોગને ઓળખવા જેટલી પાકટ મારી વય નથી. હજી બાળ છું. મેં વિવેચન કરેલ શ્લોક પર આપની વાણીગંગા વહેવડાવો.” મહાયોગી આનંદઘનજી પાટ પર બેઠા અને એકધારું રસવિવેચન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી હાથ જોડી ઝીલતા રહ્યા. જીવનભર પરિભ્રમણ કરતા રહેલા આ મસ્તયોગી આનંદઘન કેટલાય સાધુ, સંત, જતિ, સંન્યાસી અને સૂફીને મળ્યા હશે અને આથી એમની કવિતામાં વૈષ્ણવ ભક્તિ જોવા મળે , સુફી અસર અનુભવાય અને હઠયોગની ક્રિયાની વાત મળે. આનું કારણ એ કે આ બંધનમુક્ત યોગી હતા. ઉપાશ્રય, પરિગ્રહ અને સ્વનામ ઇત્યાદિનો ત્યાગ કરીને તેઓ અવધૂત આનંદઘન બન્યા. ગચ્છાદિથી મુક્ત થઈને સર્વમાન્ય બન્યા. આગમિક, દાર્શનિક, આત્માનંદી અને રહસ્યવાદી યોગીનાં સ્તવનોમાં યોગમાર્ગનું આલેખન છે. એમનાં સ્તવનોનો પ્રારંભ તેઓ તીર્થંકરના નામોલ્લેખથી કરે છે, પરંતુ એમના સ્તવનમાં જ્ઞાન, ભક્તિ અને યોગની અનુપમ ત્રિવેણીમાં જિજ્ઞાસુ સ્નાન કરે છે. એ સાધકને એકાએક સાધનાના ઊંડાણમાં લઈ જતા નથી, પરંતુ ક્રમશઃ ઉત્તરોત્તર ઉન્નત સોપાનનું દિગ્દર્શન કરાવે છે. જ્યારે એમનાં પદોમાં યોગના અગમપિયાલાના પાન પછીની અનુભવલાલી પ્રગટ થાય છે. આ મસ્તી અને અનુભવલાલી એવી છે કે તીર્થકરને પ્રિયતમની દૃષ્ટિથી નિહાળે છે. ‘ઋષભ જિનેસર પ્રિતમ હારા, ઓર ન ચાહુ રે કંત.' એમ કહે છે. અહીં નિર્ગુણ પરંપરાના મહાન સંત કબીરની અંતરભાવનાનો અનુભવ થાય છે. કબીર કહે છે, “રામ મેરો પીવ, મેં તો રામ કી બહુરિયા.’ આનંદઘનજી ભગવાન ઋષભદેવની પ્રેયસીના રૂપમાં શબ્દાંતરે આ વાત કરે છે. એ કહે છે કે ભગવાન ઋષભદેવ મારા પ્રિયતમ છે. મારે કોઈ બીજા પતિ કે પ્રિયતમની જરૂર નથી. એ પ્રસન્ન થઈ જાય તો બધું જ મળી જાય. વળી આ પ્રેમસંબંધ તો નિરુપાધિક છે. કોઈ પણ પ્રકારની સાંસારિક અભિલાષાઓના બંધનથી મુક્ત છે. એમનાં પદોમાં વિરહિણીની વેદના મળે છે. રાજસ્થાનનું મેડતા ગામ એ મીરાં અને આનંદઘનની પાવનભૂમિ છે. જાણે મીરાંના વિરહનો ભાવ આનંદઘનમાં એ જ રીતે આકારિત થતો લાગે છે. આ કવિની શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહમાંની ૧૩૪૪૨ ક્રમાંક ધરાવતી પ્રતમાં મળતું એક અપ્રગટ પદ તીર્થંકર ઋષભદેવનું કેવું અનોખું અવધૂતરૂપ આલેખે છે ! બાવા રીષભ બેઠો અલબેલો, ડારું ગુલાલ મુઠી ભરકે. બા. ચોવા ચોવા ચંદન ઓર અરગજા કેસર કી મટકી ભરકે. બા.૧ યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા 141 મહાયોગી આનંદઘન 140

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101