________________
શિર પર પંચ પરમેશ્વર વસે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ મસ્તકને ધ્યાનનું સ્થાન બતાવ્યું છે, જ્યારે યોગમાર્ગમાં હૃદયથી મસ્તક સુધી જવા માટે સુપુષ્ણા નાડી છે, ત્યાં થઈને બ્રહ્મરંધ્ર સુધી જવાય છે. પરિણામે સુષુમ્મા નાડીરૂપ બારી છે, ત્યાં આત્મઉપયોગ રાખીને છેક બ્રહ્મરંધ્ર સુધી આત્મ ઉપયોગે ચડવું. આમ થાય ત્યારે તે ત્યાં પોતાના આત્માને ધ્રુવ તારાની જેમ સ્થિર જુએ છે. આવી આત્માધ્રુવતાનાં દર્શન એ જ પરમેષ્ઠીદર્શન છે.
કવિ અને લેખકોએ મસ્તકને ઉત્તમાંગ કહ્યું છે અને આ મસ્તકમાં બ્રહ્મરંધ્ર રહેલું છે. અવધૂત આનંદઘન યોગસાધકોની સાધનાનું દર્શન કરાવતાં કહે છે કે, આશા મારી આસન ધરી ઘટ મેં, અજપાજાપ જગાવે... આનંદઘન ચેતનમય મૂતિ, નાથ નિરંજન પાવે... અવધૂ (૪)
આશાનો ત્યાગ કરી હૃદયરૂપ ઘટમાં સ્થિર ઉપયોગરૂપ આસન જમાવી વૈખરી વાણી વિના જો ‘સોહમ્'નો જાપ કરે તો સાધક આનંદ-સમૂહ ચૈતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મ દેવને પામે છે અને તે વખતે જાપ સ્વયંમેવ લયરૂપ બની જાય છે અને અજપાજાપ ચાલુ થઈ જાય છે. જૈન યોગની દૃષ્ટિએ આત્મા અને પરમાત્માનું તાદાત્મ્ય સિદ્ધ થાય છે ત્યારે આત્માની જ્યોતિ મનન, ચિંતન, ધ્યાન દ્વારા પરમાત્મામાં લીન થઈ જાય છે. પરમાત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને અલક્ષ્ય બની જાય છે. આ આનંદઘન આ અલક્ષ અલખના સાધક અને આરાધક છે.
કવિએ અહીં સાધકને ભલામણ કરી છે કે “હે સાધક ! સંસારમાં આશા અને અપેક્ષા રાખ્યા વિના કાર્ય કર્યે જા અને આત્મઘરમાં આસન જમાવી દે.” યોગસાધકો મનની સ્થિતતા માટે આસનો કરે છે. અહીં ધ્યાનસાધકોને આત્મઘરમાં આસન બિછાવવાનું કહ્યું છે અને વાણી વિના અજાપાજાપ કરવાનું કહ્યું છે. આમ કરીને સાધક ચૈતન્યમૂર્તિનાથ નિરંજનને પામે છે. યોગસાધકોની સાધનાનું અહીં માર્મિક દર્શન મળે છે.
કવિ આનંદઘન આશાવરી રાગમાં ભાવપ્રાગટ્ય કરતાં કહે છે,
‘અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે......
આનંદઘન કહે છે કે, જગતમાં માત્ર રામનામના નારા લગાવવાથી રામ મળતા નથી. તો રામ છે ક્યાં ? એ કહે છે કે જગતના જ્વો રામ- નામનો જાપ
મહાયોગી આનંદઘન
144
કરે છે, પરંતુ તેના અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. સહુ પોતાના ઇષ્ટદેવતાનું રટણ કરતા હોય છે, પરંતુ એના વાસ્તવિક સ્વરૂપને ભાગ્યે જ કોઈ જાણતું હશે. ક્યાં છે આ રામ ? એક કવિએ કહ્યું છે,
એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘર્ય ઘટ બોલે, એક રામ જગત પસારા, એક રામ જગ સે ન્યારા.
એક રામ દશરથપુત્ર રામ, બીજા રામ પ્રત્યેક જીવના હૃદયમાં વસ્યા છે,
તો કોઈ કહે છે કે રામ તો જગતવ્યાપી છે, પરંતુ સંત તેની છેલ્લી પંક્તિમાં મર્મ ખોલી આપતાં કહે છે કે આ રામની વચ્ચે પણ એક રામ વસે છે અને તે સૌથી ન્યારા અને નિરાળા આતમરામ. આનંદઘન એ આતમરામની વાત કરે છે.
“લોકા બર્હિ બુદ્ધયઃ” - માત્ર બાહ્ય દૃષ્ટિને કારણે લોકો એના અલક્ષ્ય સ્વરૂપ સમજી શકતા નથી. સંત કબીર કહે છે કે ‘લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ-રામનું સ્મરણ કરે તે સર્વેને અંધ સંસારીઓ ગણવા.' આથી આનંદઘનના કહેવા પ્રમાણે વેદપાઠી વેદ ભણીને, ગીતાપાઠી ગીતા કરીને અને જિનાગમ જાણનારાઓ જિનાગમની વાતો કરીને થાક્યા છે, કરણ કે એમણે આનો માત્ર અભ્યાસ કર્યો છે, પરંતુ આમ કરતી વખતે તેઓ હિઆત્માને છોડી શક્યા નથી. આનંદઘન કહે છે,
‘આગમ પિંઢ આગમઘર થાકે, માયાધારી છાકે;
દુનિયાદાર દુનિયા સેં લાગે, દાસા સબ આશાકે....(અવધૂ)' આનંદઘનજીએ યોગની વાત કરતાં કહ્યું છે કે માત્ર સંસારનો ત્યાગ કરવાથી, લંગોટ પહેરી લેવાથી કે ભભૂતિ લાગવવાથી યોગી થવાતું નથી. એનો વેશભૂષા સાથે સંબંધ નથી, પણ માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ સાથે સંબંધ છે . અને તેથી તેઓ કહે છે કે -
“તા જોગે ચિત્ત ત્યાઓ રે, વહાલા તા જોગે” એટલે કે હૈ વહાલા, તમે યોગમાં ચિત્ત લગાવો.
આ યોગમાં ચિત્ત લગાવવા માટે તમારે જે કમર પર દોરી લગાવવાની છે. તે સમતિની સડસઠ બોલની દોરી છે, જે કમરના મધ્યભાગમાં બાંધવામાં આવે છે, કારણ કે તેમ કરવાથી અન્યત્ર ભાગતું મન સ્થિર થઈ જાય છે.
યોગના અંગ તરીકે બધા યોગદર્શનકારો બદ્ધ કચ્છ થવાનો ઉપદેશ આપે યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા
145