________________
વાદળી થોડા સમયમાં ચાલી જતાં બળબળતા તાપમાં શેકાવાનું રહે છે. બકરીનું પેટ ફાડીને એનો શિકાર કરતા નાહર પશુની જેમ કાળ તારો ક્ષણ વારમાં કોળિયો કરી જશે. પુદ્ગલ-ભાવમાં ડૂબેલા માનવીને આનંદઘન વારંવાર ચેતવે છે કે “નુર ખd : Gમા રૂપવાષા " માનવજીવન તો ‘ગાદી E1 = =ા, કૈલET & ટીન નામૈણા' (પાણીના પરપોટા જેવું, થોડી વારમાં ફૂટી જનારું) છે. આવો માનવી હીરાને છોડી દઈ માયારૂપ કાંકરા પર મોહ પામે છે. એ હારિક પક્ષી જેવો છે. આ હારિલ પક્ષી પાંજરામાં હોય ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડાઅવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસાચીસ કરી મૂકે છે, પણ લાકડીને છોડતો નથી.
જો માનવી પુદ્ગલભાવથી પારાવાર હાનિ અનુભવતો હોવા છતાં એને છોડી શકે નહીં, તેની સ્થિતિ હારિલ પક્ષી જેવી છે. આત્મા કે ચૈતન્યને મળવા માટે અતિ આતુર સુમતિ(શુદ્ધ ચેતના)ની વિરહવેદના દ્વારા કવિ વિષય-કષાયયુક્ત પુગલભાવમાં ડૂબેલા માનવીનું ચિત્રણ આપે છે. પોતાનો પ્રિયતમ આતમરામ અશુદ્ધ ચેતના(કુમતિ)માં એવો ડૂળ્યો છે કે એ ચેતનને ભૂલીને જડ બની ગયો છે. સ્વભાવને ભૂલીને વિભાવમાં ડૂબી ગયો છે. આત્મસુખને બદલે દેહસુખમાં ગરકાવ થઈ ગયો છે. સુમતિની આ વિરહદશા કવિ આનંદઘન ક્યારેક સંવાદરૂપે તો ક્યારેક ઉપાલંભરૂપે આલેખે છે. સુમતિના વિરહને જુદી જુદી ભાવછ ય સાથે પ્રગટ કરીને આનંદઘન અભિવ્યક્તિનું વૈવિધ્ય સાધે છે.
ગોડી રાગમાં લખાયેલા એક પદમાં કવિ કહે છે કે આ વિરહિણી પતિવિયોગ સહી શકતી નથી. વિરહને કારણે આખી રાત ઊંઘ વેરી બને છે. એ પતિ પર શુદ્ધ પ્રેમ રાખે છે. એણે સર્વત્ર સમર્પણ કર્યું છે, છતાં દીર્ઘ વિયોગથી એ અત્યંત પીડિત અને દુઃખી છે. સઘળી શુધબુધ ખોઈને જીવી રહી છે. આકાશના તારા જાણે અંધારી ઘનઘોર રાત્રે એને દાંત દેખાડીને એના વિરહની હાંસી ઉડાવતા હોય તેમ લાગે છે. આ આંસુની ધારાને કારણે ‘ભાદુ કાદુ (ભાદરવો કાદવવાળો) બન્યો છે. અબળા
સ્ત્રી પર આટલો જુલમ સારો નહીં. પતિ વગરના અન્ય સહુ સંબંધો એ તો રણમાં પોક મૂકવા જેવા વ્યર્થ લાગે છે. આશાવરી રાગમાં વિરહિણી કહે છે,
મીઠો લાગે કંતડો ને, ખાટો લાગે લોક,
કત વિહુણી ગોઠડી તે, તે રણમાંહિ પોક. કે નિરાધાર મૂકીને ચાલ્યા ગયેલા પતિની સુમતિ નિશદિન રાહ જુએ છે.
‘નિશદિન જોઉં (તારી) વાટડી, ઘરે આવોને ઢોલા. મુજ સરિખી તુજ લાખ હૈ, મેરે તુહી મમોલા. ૭
મહાયોગી આનંદઘન
128
રાત-દિવસ નાથની રાહ જોતી સુમતિ એને પરભાવ છોડીને સ્વ-ભાવ(સ્વઘર)માં આવવા વિનવે છે. વિભાવદશામાં હોય ત્યારે માયા, મમતા, કુબુદ્ધિ જેવી અનેક સ્ત્રીઓ વળગી પડે છે, પણ તમે તો મારા માટે અમૂલ્ય છો, કારણ કે તેમને નિવૃત્તિ નગરીમાં લઈ જઈ શકે, તેવી હું જ છું, તેથી તમે નિજ નિવાસમાં પધારો.
આનંદઘનનાં પદોની એ વિશેષતા છે કે એના બાહ્ય, સપાટી પરના ભાવને ભેદીને એની ભીતરમાં જઈએ તો આધ્યાત્મિક રહસ્યો પ્રગટ થતાં હોય છે. પદમાં તાણાવાણાની પેઠે દર્શન ગૂંથાયેલું હોય છે. વિરહિણી સુમતિ કહે છે કે એ પ્રિયતમની રાહમાં પતિવિરહના દુ:ખ-મંદિરના ઝરૂખે નજર માંડીને ઝૂકી ઝૂકીને જોઈ રહી છે. સામાન્ય સ્ત્રીઓ એના વિરહને જોઈને મજાક કરે છે, પરંતુ એનું શરીર અને મન સઘળું વિરહથી ઘેરાઈ ગયું છે, તેથી તે શું કરે ? એના જીવનાધાર વિના પોતાના પ્રાણ શી રીતે ટકાવી શકે ? આવી સુમતિ (શુદ્ધ ચેતના) કહે છે, ‘પણુટી ચાચરઉં31ષા, વૈશ્ન સે.
રદ 31 2.12.7 ઈંell á* હોળી ખેલનારાઓની ટોળી ફાગણ માસમાં એક રાત્રે હોળી સળગાવે છે, પણ મારા મનમાં તો દરરોજ હોળી સળગ્યા કરે છે અને તે શરીરની રાખ કરીને ઉડાવે છે.
સુમતિના મનમાં સવાલ જાગે છે કે મને ક્યારે મારા મનનો મેળાપી મળશે. મનના મેળાપી વગરની રમત એ તો કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળે તેના જેવી છે. આ ભાવ પ્રગટ કરતા કવિ કહે છે,
'(मुटौ त्यात मितौ महान युटी
ભદોÀj aa દ dીવું. વાતે 3Rd Ef . કેટલાંક પદમાં સુમતિ કુમતિની બૂરી સોબત વર્ણવે છે, તો કેટલાંકમાં સુમતિ પોતાનો અને કુમતિનો ભેદ દર્શાવે છે. આ કુમતિમાં તો લુચ્ચાઈ, અભિમાન અને માયા છે, જ્યારે પોતાનાં સગાં-સંબંધી તો સરળતા અને કોમળતા છે. આ કુમતિમાં આશા, તૃષ્ણા, લોભ અને ધ છે, જ્યારે એ પોતે શાંતિ, દમન અને સંતોષથી શોભાયમાન છે. આ કુમતિમાં આત્માની મૂળ કલાને કલંકરૂપ એવું પાપ છે, જ્યારે પોતાના મંદિરિયે તો આનંદઘન નિત્ય ઓચ્છવ કરી રહ્યા છે. આથી આવી કુમતિ છોડીને મારી પાસે આવો. ચેતનને જાગ્રત કરતાં સુમતિ એને એના સાચા ઘરનો ખ્યાલ આપતાં કહે છે :
આનંદઘનનો પદવૈભવ
129