________________
ગુરુ મેરા પદમાં થાય છે. અહીં એ વૃક્ષની વાત કરે છે. આ એક એવું વૃક્ષ છે કે જેને મૂળ કે છાયા નથી, ડાળી કે પાંદડાં નથી, વગર ફૂલ એના પર ફળ બેઠાં છે અને એનું અમરફળ આકાશને લાગીને રહેલું છે. આનો અર્થ એ કે આ વૃક્ષ એ ચેતન છે. એ અનાદિ છે. એ મૂળિયામાંથી પ્રગટેલું વૃક્ષ નથી. એ તો પોતે જાતે સ્વયં ખીલેલું છે. વધુમાં કવિ કહે છે કે એ વૃક્ષ પર બે પંખી બેઠાં છે. એક છે ગુરુ અને બીજો છે ચેલો. ચેલી દુનિયા આખીને વીણી વીણીને ખાય છે અને ગુરુ આખો વખત ખેલ ખેલી રહ્યા છે. આત્મરાજ નામના તરુવર પર સુમતિ અને કુમતિ બે પંખીઓ બેઠાં છે. સુમતિ આત્મહિત થાય તેવા માર્ગે પ્રવૃત્તિ કરે છે અને ગુરુસ્થાને રહી અંતરના ખેલ ખેલ્યા કરે છે, જ્યારે શિષ્ય કુમતિ સંસારરસિક છે અને તે જગતના ભાવોને ચણી ચણીને ખાય છે. કલ્પનાવૈભવની પરાકાષ્ઠા તો કવિની આ વિરહ કલ્પનામાં છે. એ કહે છે
પપ્પુઠા ૧ મા વિવી, ઘની ચા જથ્થામાં, ભાઠા તો પૌ કિલ્લા નામા. ચૈન અથ્થામાં.
AC
આકાશમંડળની વચ્ચે ગાય વિયાણી છે, એનું દૂધ પૃથ્વી પર જમાવવામાં આવ્યું છે. એ દૂધનું માખણ થોડાકને પ્રાપ્ત થયું, બાકી જગતનો મોટો ભાગ તો છાશથી છેતરાઈ રહ્યો અને તેમાં રાજી રાજી થઈ ગયો. જગતના મોટા ભાગના લોકો તો વિષય-કષાયના ભોગમાં જ આનંદ સમજતા હોય છે.
યોગી આનંદઘને જૈન સાહિત્યમાં પ્રયોજાતા હરિયાળી સ્વરૂપનો પદમાં પ્રયોગ કર્યો છે. આ હરિયાળીમાં દેખીતી દૃષ્ટિએ વિરુદ્ધ લાગતી વાતનો મેળ મેળવવામાં આવ્યો હોય છે. અન્યોક્તિ કે વ્યાજસ્તુતિથી આ હરિયાળી જુદા પ્રકારની હોય છે. અન્યોક્તિમાં કોઈને કહીને અન્યને સંભળાવવાનું હોય છે. વ્યાજસ્તુતિમાં એવી રીતે વખાણ કરવામાં આવ્યા હોય છે કે જેમાં ટીકા કે નિંદા હોય. હરિયાળી આ બંનેની ભિન્ન છે. આ પ્રકારનાં બે પદો આનંદઘન પાસેથી મળે છે.
કેટલાંક પદોનો પ્રારંભ ‘અવધૂ”, ‘સાધો ભાઈ !”, ‘સુહાગણ’, ‘ચેતન’, ‘પ્યારે પ્રાણજીવન!’ જેવી સંબોધનશૈલીથી થાય છે. આશાવરી રાગમાં અવધૂને ઉદ્દેશીને લખાયેલાં સાત પદ મળે છે. આ પદોમાં કવિ આનંદઘનની આનંદમસ્તીનાં ભિન્ન ભિન્ન રૂપ દૃષ્ટિગોચર થાય છે. ક્યારેક અવધૂને ઉદ્દેશીને સ્યાદ્વાદની વાત કરે છે, તો ક્યારેક અવધૂને ઉદ્દેશીને એ સચ્ચિદાનંદ સ્વરૂપની ઓળખ આપે છે અને કહે છે કે, ‘અમારો કોઈ વર્ણ નથી, ઘાટ નથી, જાતિ નથી, પાંતી નથી. હળવા કે ભારે નથી, ગરમ કે ઠંડા નથી. અમે કોઈના પિતા કે પુત્ર નથી. અમે નથી મન કે નથી મહાયોગી આનંદઘન
132
શબ્દ. અમે ક્રિયા કરનાર પણ નથી કે ક્રિયારૂપ પણ નથી. અમે તો આનંદના સમૂહરૂપ ચૈતન્યમય મૂર્તિ છીએ. સત્-ચિત અને આનંદમય એવું અમારું ત્રિકાળ અબાધિત એવું સ્વરૂપ છે અને એવા અમને સ્થાપે છે તે પરમ મહારસ ચાખે છે.૰
ક્યારેક અવધૂને ઉદ્દેશીને કવિ આનંદઘન વ્યાપક ધર્મની વાત કરે છે. તેઓ કહે છે કે જગતના લોકો મુખેથી રામનામનું રટણ કર્યા કરે છે, પરંતુ એના અલક્ષ સ્વરૂપને ઓળખનાર કોઈ ભાગ્યશાળી જ હોય છે. જગતમાં તો ભિન્ન ભિન્ન મતવાળા પોતાના મતમાં મસ્ત છે. મઠધારીઓ મઠમાં અને પાટધારીઓ પાટમાં આસક્ત છે. જટાધારીઓ જટામાં અને છત્રધારીઓ છત્રમાં પડેલા છે. ચારેબાજુ બહિરાત્મભાવની બોલબાલા છે અને પરમાત્મભાવનું ધ્યાન ધરે તેવા વિરલા છે. પરમાત્મભાવની સાચી શોધ આકાશ કે દરિયામાં નહીં, પણ હૃદયકમળમાં કરવી જોઈએ અને એમ કરનાર આનંદરસ પામે છે.
‘અવધૂ’ની સ્થિતિ દર્શાવતાં આનંદઘન કહે છે કે આનંદરાશિમાં પોતાની જ્યોતિને ખરેખર સમાવે તે અલખ કહેવાય. અવધૂને ઉદ્દેશીને કિવ આનંદઘને સુરદાસની યાદ આપે તેવી ભક્તની લઘુતા દાખવતું પદ આપ્યું છે. આમાં વિ પોતાની ગુણહીનતા બતાવે છે અને પોતે શું માગે એવો પ્રશ્ન સ્વયંને પૂછે છે, પરંતુ લક્ષ્યાર્થથી પરમાત્મપદની પ્રાપ્તિ માટેની એમની ઝંખના આમાં પ્રગટ થઈ છે. પ્રારંભે કવિ કહે છે,
‘અર્ ઊમા ભાદી, મૈં દાખદાદા પીઠા. ખાસ દો તીઠી નામ ઠા ના ઠા નાદો છે, રી દો નાદામ ઠા નાડી ઠા નાઈન સેવા, ૧ હૈદા નાદાનિયા દા ના નાહી લક્તા રI, Plવાર વિાર દા ખાટો, દા ખાદી ગતિ
આનંદઘનના વનની ઘટનાઓ સાથે એમનાં કેટલાંક પદોનો મેળ બેસાડવામાં આવ્યો છે. જોકે આનું કોઈ વિશ્વસનીય પ્રમાણ મળતું નથી. આવું આનંદઘનરચિત એક પદ તે ‘આશા ઓરન કી ક્યા કીજે' છે. આ સંદર્ભમાં એવી કિંવદંતી પ્રવર્તે છે કે લાભાનંદ (આનંદઘનનું મૂળ નામ) મહારાજ એક શહેરમાં ચાતુર્માસ માટે રહ્યા હતા. અહીંના ઉપાશ્રયના શેઠ એમની ખૂબ વૈયાવચ્ચ (સેવા) કરતા હતા. આગ્રહપૂર્વક આહાર વહોરાવવા લઈ જતા હતા. જરૂરી કપડાં પણ વહોરાવતા હતા અને દિવસનો ઘણો સમય એમની સેવામાં વ્યતીત કરતા હતા. આ ઉપાશ્રયના શેઠને એક દિવસ પર્યુષણ પર્વ દરમિયાન પૂજામાં વધુ સમય રોકાઈ જતાં વ્યાખ્યાનમાં સમયસર આનંદઘનનો પદવૈભવ 133