Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 25
________________ रहता था । उसके साथ ज्ञान-चर्चा होने लगी । वह योगविद्या और चमत्कारीक प्रयोगों में बहुत प्रवीण था । उसके साथ लगभग दस दिवस तक ब्रह्मज्ञान होता रहा । अन्त में जब पराजित हो गया तो श्रीजी के उपर बहुत क्रोध किया । तंत्र-मंत्रों के प्रयोगों में पहाड-पत्थर उठाकर श्रीजी को दबाकर मार डालने का उपाय करने लगा । बहुत कुछ तंत्र-मंत्र किये, परंतु श्रीजी के उपर उसका एक भी जोर न વેના | घर पर्वत उठ्यो नहीं, तब हार के बैठयो ठौर । पंच वासना सब देव जहाँ खडी, तहाँ मंत्र चले क्यों ओर ।। (સ્વામી નાર્તવીરશ્રી) चले भी किस प्रकार ! जहाँ पर पाँच वासना सहित सब देवी-देवता उपस्थित हों, वहीं पर तंत्र-मंत्र कैसे चल सकते हैं ? निदान निराश होकर बैठ जाना પડી |" (પૃ. ૬૧૮, ૬૧૬)* નિજાનંદ ચરિતામૃત”માં આટલો જ ઉલ્લેખ મળે છે. આ પછી બીજી વાર પ્રાણલાલજી મહારાજ મેડતા આવ્યા હતા અને ત્યારે મંત્રતંત્ર અજમાવનારા લાભાનંદનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો એવો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં નથી. અધ્યાત્મની મસ્તીમાં રમમાણ આનંદઘન આવી જ્ઞાનચર્ચામાં ઊતરે અને પરાજિત થતાં ગુસ્સે ભરાઈને તંત્ર-મંત્રથી વિરોધીને મારી નાખવાનો પ્રયત્ન કરે એ બાબતે પણ એમના ચરિત્ર સાથે સુસંગત નથી લાગતી. એક એવી પરંપરા પણ જોવા મળે છે કે જેમાં મહાપુરુષનું ચરિત્ર-વર્ણન કરનાર લેખક એ મહાપુરુષે પોતાના સમયના તમામ સાધુ-સંત કે વિદ્વાનોને પરાજિત કર્યા હતા તેવું દર્શાવીને તેમનો મહિમા પ્રગટ કરવો. શંકરાચાર્યનો મહિમા ગાતા “શંકર દિગ્વિજય ” અને આચાર્ય સમતભદ્રની સ્તુતિઓમાં આવું ચરિત્રનાયકનું મહિમાગાન જોવા મળે છે. “આનંદઘન ગ્રંથાવલી ''ના બંને લેખકો આને નિશ્ચિત પ્રમાણ માનીને ચાલ્યા છે તે યથાર્થ નથી. શ્રી મહતાબચંદ ખારેડ “નિજાનંદ ચરિતામૃત ”માંથી લીધેલા આધારને બતાવવા અવતરણચિહ્નમાં જે વાક્યો આપે છે તે મૂળ કૃતિ સાથે મળતાં આવતાં નથી. નિજાનંદ ચરિતામૃત માં પ્રાણલાલજી મહારાજ નું ચરિત્ર જોવા મળે છે એ જ રીતે સ્વામી લાલદાસજીએ “વીતક'માં એમની આ ધર્મયાત્રાનું વર્ણન કર્યું છે. સ્વામી લાલદાસજી મહારાજનું “વીતક’’ એ સમયની ઘટનાઓનો જીવંત દસ્તાવેજ છે. આ પછી પ્રણામી સંપ્રદાયમાં રચાયેલાં અનેક વીતક માટે આ કૃતિ આધારરૂપ બની છે. એમાં તેત્રીસમા પ્રકરણમાં ૪૨થી ૪૭મી કડીમાં આ પ્રસંગ આ રીતે આલેખાયેલો છે : अब सिद्धपुर से, मेरते पहुँचे घाय । लाभानन्द जती सों, चरचा करी बनाय ||४२।। दस दिन चरचा में जाये, ठौर ठौर हुआ जब बन्ध । तब कहि महातम मेरो गयो, मेरे मारग को प्रबन्ध ।।४३।। मारों दाव के पहाड से, इनको डारों उलटाय । સવ વૈત્ય વૈ મંત્ર મૉંત મત વિયે ઉપાય ||૪૪TI. घर परबत उठ्या नहीं, तब हारके बैठ्यो ठौर । पंच वासना सब देव जहाँ खडे, तहाँ मंत्र चले क्यों और ।।४५।। देख्या उन्हें डगाय के, आसन कर बैठा सुन । खोज खोज खाली भया, ग्रह के बैठा मुन ||४६।। रामचन्द्र आय मिले, मेरते के ठौर । सेवा में सामिल रहा, तब आस न रही ओर ||४७। આ રીતે શ્રી અગરચંદજી નાહટા અને શ્રી મહતાબચંદ ખારેડ જે વિગતને પ્રમાણ માનીને ચાલે છે, તે આધાર પ્રમાણસિદ્ધ નહીં હોવાથી આનંદઘનજીનો દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩૧માં મેડતામાં થયો હતો, એવું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સમયનિર્ણય આનંદઘનજીના સમય અંગે ભિન્ન ભિન્ન મત પ્રચલિત છે. ઉપાધ્યાય યશોવિજયજીએ રચેલી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદીને આધાર રાખીને કેટલાક વિદ્વાનોએ આનંદઘનજીનો સમય તારવવા પ્રયત્ન કર્યો છે. અષ્ટપદીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનજી પ્રત્યે અગાધ આદર પ્રગટ કર્યો છે, આથી આનંદઘન યશોવિજયજીથી ઉમરમાં મોટા હશે એમ માનીને આચાર્ય ક્ષિતિમોહન સેન આનંદઘનનો જન્મ વિ. સં. ૧૯૧૫માં અને દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩૨માં દર્શાવે છે. પરંતુ આ અનુમાન દૂરાકૃષ્ટ લાગે છે. ઉપાધ્યાય યશોવિજયજીની એ જ અષ્ટપદીને આધારે ડૉ. વાસુદેવસિંહ જુદો નિર્ણય તારવે છે. ઉપાધ્યાય યશોવિજયજીનો દેહોત્સર્ગ વિ. સં. ૧૭૪પમાં થયો. આથી જો યોગી આનંદઘનજી વિ. સં. ૧૭૩૨માં દેહોત્સર્ગી પામ્યા હોય તો ઉપાધ્યાય યશોવિજયજીએ શ્રદ્ધેય આનંદઘનજીના દેહોત્સર્ગ વિશે સ્વાભાવિક રીતે જ १. लाभानन्द जती एक जैन साधु था । મહાયોગી આનંદથન

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101