________________
જણાય છે. એમાં વસ્તુસ્થાપન અને ભાષાગૌરવ એટલા ફેરફાર પામી જાય છે કે એ સ્તવનો જ બાકીના ઉપરોક્ત સ્તવનની વિશાળતા, મહત્તા અને વિશેષતા બતાવવા માટે બસ થશે. એની વિચારણા તદ્યોગ્ય સ્થાનકે કરવામાં આવશે.”
પણ નવાઈની વાત એ છે કે બાવીસમા શ્રી નેમિનાથ જિન સ્તવન વિશે આનંદઘન ચોવીશી”માં લખતાં શ્રી મોતીચંદભાઈને માત્ર સ્તવનની લંબાઈ જ નવાઈ પમાડે તેવી લાગે છે. જોકે આ દલીલમાં બહુ વજૂદ નથી. કારણ કે શ્રી આનંદઘનજીએ દસ ગાથાનાં બે સ્તવનો, અગિયાર ગાથાનું એક સ્તવન અને પંદર ગાથાનું એક સ્તવન લખ્યાં છે. શ્રી મોતીચંદભાઈને અગાઉ જે વિષય સામાન્ય લાગ્યો હતો તે વિષે એમના ‘આનંદઘન ચોવીશી’ પુસ્તકમાં લખે છે -
- “ગ્રંથકાર વિવિધતા લાવવા માટે દ્રવ્યાનુયોગનો વિષય બદલે એ લેખકની મહત્તા છે . દ્રવ્યાનુયોગના કડક વિષયો પછી સરળતાને અંગે વાર્તા કે કથાનો આશ્રય આનંદઘન લે તે બનવા યોગ્ય છે. આનંદઘને પોતે સ્તવનના વિષયો ઘણા ફેરવ્યા
છે.”૪
લલચાઈ જાય, પણ અત્યાર સુધી તત્ત્વજ્ઞાનની કેડીએ ચાલનારા કવિ આનંદઘને કેમ માત્ર આ પ્રસંગનું જ આલેખન કર્યું હશે ?
બીજી એક બાબત ધ્યાન ખેંચે છે તે આ બાવીસમા શ્રી નેમિનાથ જિન સ્તવનની ભાવ-અભિવ્યક્તિની શૈલી. અત્યાર સુધી જે સ્તવનોમાં “તત્ત્વનું ટૂંપણું” જોવા મળતું હતું, ત્યાં એકાએક વેદનાભરી ઊર્મિનો ઉછાળ જોવા મળે છે. અન્ય સ્તવનોમાં શાસ્ત્રજ્ઞાનની સાથોસાથ ક્યાંક ભાવપ્રદર્શન ઝબકી જતું હતું, જ્યારે આ બાવીસમા સ્તવનમાં એ શાસ્ત્રજ્ઞાન ક્યાંક છુપાઈ જાય છે અને માત્ર હૃદય સોંસરું ઊતરી જાય તેવું રાજિમતીનું ભાવપ્રદર્શન આલેખાય છે. અગાઉનાં સ્તવનોમાં શાસ્ત્રોનું જ્ઞાન અને ભાવ કે વિચારનું આલેખન તાણાવાણાની માફક વણાયેલું છે. એમાં યોગીરાજ આનંદઘનની ગંભીર અને ચિંતનશીલ પ્રતિભા ઊપસી આવે છે. એ સ્તવનોની અભિવ્યક્તિમાં ગાંભીર્ય પ્રગટ થાય છે, જ્યારે બાવીસમા સ્તવનમાં કોઈ હસ્તીરાજની મંદ મંદ અને ગૌરવશાળી ગતિને બદલે પર્વત પરથી લાડથી ઊછળતી, કૂદતી કોઈ ઝરણાની રમતિયાળ ગતિનો અનુભવ થાય છે. ગહન અનુભવમાંથી ઘૂંટાઈને આવતી આનંદઘનની એ શાસ્ત્રપૂત અને અનુભવપૂત વાણી બાવીસમા સ્તવનમાં કલ્પનાની મનમોહક રંગલીલા રચે છે. આ બાવીસમાં સ્તવનમાં અન્ય સ્તવનો કરતાં મારવાડી બોલીના શબ્દો પણ વિશેષ પ્રમાણમાં પ્રયોજાયા છે.
આગળનાં એકવીસ સ્તવનોમાં શ્રી આનંદઘનજી યોગનાં એક પછી એક સોપાન આલેખે છે અને છેક પરાકાષ્ઠાએ આવે ત્યારે બાવીસમાં સ્તવનમાં આવી સીધેસીધી ઘટના કેમ આલેખી હશે તેવો પ્રશ્ન આપણને સહેજે થાય છે. તત્ત્વજ્ઞાનની ચરમ કોટિએ પહોંચેલા અધ્યાત્મના અનુભવી યોગીરાજ આનંદઘને છેક પરાકાષ્ઠાએ આવી સાદી અને સામાન્ય રચના કરે ખરા ? આ રીતે વિષય, અભિવ્યક્તિ અને આલેખન એ ત્રણે દૃષ્ટિએ આ સ્તવન અભ્યાસીઓને વિચારતા કરી મૂકે તેવું છે.
શ્રી મોતીચંદ કાપડિયા “શ્રી આનંદઘનજીનાં પદો' પુસ્તકમાં લખે છે –
“તેની વસ્તુરચના, ભાષા અને વિષય એવાં જુદાં પડી જાય છે કે તેટલા ઉપરથી જ જો અનુમાન કરી શકાતું હોય તો મારા વિચાર પ્રમાણે એ સ્તવન આનંદઘનજીનું બનાવેલું હોય એમ સંભવતું નથી. એકવીસ સ્તવન સુધી જે લય ચાલ્યો આવે છે તેનો ત્યાં એકદમ ભંગ થઈ જાય છે અને તેમાં લીધેલ વિષય સામાન્ય કવિને શોભે તેવો જ છે. બાકીનાં સ્તવનો પૂર્ણ કરવો અન્ય કવિએ પ્રયાસ કર્યો છે તે આનંદઘનજીનાં સ્તવનો પાસે તદ્દન સામાન્ય અને પરખાઈ આવે તેવો
મહાયોગી આનંદઘન
102
આ રીતે શ્રી મોતીચંદભાઈના બાવીસમા સ્તવન અંગેની વિચારણામાં થોડી સંદિગ્ધતા મળે છે.
અંતે એટલું નોંધીશું કે વિષયવસ્તુ, ભાવઅભિવ્યક્તિ અને વિચારઆલેખનમાં આ બાવીસમું સ્તવન અન્ય સ્તવનો કરતાં જુદું પડી જાય છે, પણ એનું મુખ્ય કારણ એ કે સ્તવનનો વિષય બદલાયો છે અને વિષયને કારણે એની શૈલી આપોઆપ બદલાઈ ગઈ છે.
જૈન સમુદાયમાં નેમિનાથ અને રાજુલનું વૃત્તાંત વ્યાપક ચાહના પામેલું છે. ફાગુ સાહિત્યને જોઈએ તો વધુમાં વધુ ફાગુ શ્રી નેમિનાથના જીવનપ્રસંગને વર્ણવતાં રચાયેલાં છે. આ પ્રસંગને આલેખતી બારમાસી અને સજ્ઝાયની રચનાઓ પણ વિપુલ પ્રમાણમાં મળે છે. આથી શ્રી નેમિનાથની કથાનો પ્રભાવ કોઈ પણ સ્તવનકાર અનુભવે તે સ્વાભાવિક છે. એ નેમિનાથની કથાનો પ્રભાવ આનંદઘનજીએ પણ અનુભવ્યો છે. ફાગુ કે સજ્ઝાયમાં નેમિનાથની કથામાં વર્ણન અને આલેખનની એકસરખી ધાટી જોવા મળે છે. નિરૂપણનો કોઈ ચમત્કાર એમાં નજરે પડતો નથી, જ્યારે અહીં શ્રી આનંદઘનજીએ રાજિમતીની ઉક્તિ રૂપે આખોય પ્રસંગ રજૂ કરીને એમાં લાગણીનું તત્ત્વ ઉમેર્યું છે. પરિણામે આ સ્તવન થોડું ઊર્મિકાવ્યાત્મક બન્યું છે અને રાજિ મતીના અંતરની એ કળામણ વ્યક્ત કરતી ઠપકા રૂપે બોલાતી ઉક્તિએ આ સ્તવનની ભાષામાં પરિવર્તન આપ્યું છે.
સ્તવનોની સંખ્યા