Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 54
________________ શોષો રે રોષ તોપ કીધા તુલ્બ રે. ૧૧, સંઈ જ સુભાવ સુધારસ સેચન વૃષ્ટિથી રે ત્રિવિધ તાપનો નાશ હોવઇ રે જો વરે ત્રિભુવન ભાવ સભાવથી રે. ૧૨. જ્ઞાનવિમલ ગુણ ગણ મણિ રોહણ ભુધરા રે જય જય તું ભગવાન નાયક રે દાયક રે અખય અનંત સુખનો સદા રે, ૧૩. ઇતિ શ્રી મહાવીર જિન સ્તવનમ્ રિસો ઇતિચોવીસી સંપૂર્ણઃ શ્રી આનંદઘનજીનાં સ્તવનો વિશે શ્રીમદ્ જ્ઞાનસારજીએ સમર્થ વિવેચન લખ્યું છે. આનંદઘનજીના અતિગંભીર અને અતિગહન આશયને પામવા માટે એમણે આ સ્તવનો પર વર્ષો સુધી ચિંતન અને મનન કર્યું. એના રહસ્યની સ્પષ્ટતા માટે ઘણાને પૂછવું પણ ખરું; પરંતુ એમને સંતોષ સાંપડ્યો નહીં. શ્રીમદ્ જ્ઞાનસારજીએ એમના બાલાવબોધમાં વારંવાર યોગીરાજ આનંદઘનજીની મહાનતા પ્રત્યેનો પોતાનો આદર પ્રગટ કર્યો છે. આચાર્ય જયસાગરસૂરિજી શ્રીમદ્ જ્ઞાનસાગરસૂરિને ‘લઘુ આનંદઘન” કહે છે. શ્રીમદ્ જ્ઞાનસારજીએ ‘આનંદઘન બાવીસી' પર લખેલા બાલાવબોધમાં પોતાની આ ચિંતન-પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. શ્રી. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિના સંગ્રહની ક્રમાંક ૧૯૮૬૬ની પ્રતિમાંથી જ્ઞાનસરિજીની એ ચિનપ્રવૃત્તિનો એમના જ શબ્દોમાં કરાયેલો ઉલ્લેખ જોઈએ - શ્રાવક આગ્રહથી કર્યો, ચૌવીસીનો અર્થ; અર્થ સમર્થ કિહાં હુવ, કિહાં અર્થ નિ વ્યર્થ. ૧. તેહને બુદ્ધિજન સોધસી, કરસી મુજ ઉપગાર; પર ઉપગારી પુરસનો, પર ઉપગાર આચાર. ૨, પિણ જેહેવી મુઝ ધારણા, તેહનો પૂર્ણ પ્રકાસ; કરી કર્યો અર્થને, અસહીયે આયાસ. ૩. પૂછવા પંડીતથી અરથ, સરી ન કારજ સીધ; કેથી અર્થ થયું નહીં, તેણે કર્યું વિરુદ્ધ. ૪. જ્ઞાનવિમલ કીનો અરથ વાંચ્યો વારંવાર, પિણ કિમહી ન વિચારણા, કરત કરી નિરધાર. ૫. મહાયોગી આનંદથન 108 સૂર ઉર્દ વિણ કુણ કરી, જલ ગતિ જલન વિકાસ; તિમ મતિ રવિભા કિરણ, રહિસ કરે સુવિકાસ. ૬. નહિ તેહવો મતિથી નિપુણ, નહીં શાસ્ત્રનો ગ્યાંન; પિણ ગુર કિરપાયે, બાલક બોધ વિધાન. ૭. દ્રવ્ય દ્રવ્ય માતા મુગતિ, ગુણ વત્સરના આંક ભાદ્રવ સુદિ ચઉદસ મિતે, સંપૂરણે સટેક. ૮. કિસનગઢ઼ ચૌમાસ ષટ, તિહ ચૌથી માસ; કેતે દિનકે લગનકા, સંપૂરન ભઈ આસ. ૯. ખરતર ગછ દિનમણી, શ્રીજિનલાભસુરિંદ; રત્નરાજ તસ સિક્ષ સિષ, ગ્યાંનસારમતી મંદ. ૧૦. ઇતિ આનંદઘનૈ કરી, તવના જિન બાવીસ; દોય તવન કર મેં કર્યા, સંપૂરણ ચૌવીસ. ૧૧. આનંદઘન કૃત તવનમાં, મુઝ તવને અતી વીવ; અંતર રણ દિવસની, ઉજ્જલ જલ વલિ કીચ. ૧૨. એ વિન આનંદઘન તણા, અરથ રહસ પદ દીઠ; તસ પ્રસાદ એહવા થયા, નીઠ નીઠ પદનીઠ, ૧૩.” આમ સાડત્રીસ વર્ષ સુધી શ્રીમદ્ જ્ઞાનસાગરજીએ આનંદઘનજીનાં સ્તવનો પર ચિંતન-મનન કર્યું, એટલું જ નહિ પણ પોતાના પુરોગામી સ્તબકકાર શ્રી જ્ઞાનવિમલસૂરિએ જેમ બે સ્તવનો લખીને ચોવીસી પૂર્ણ કરી હતી તે જ રીતે શ્રીમદ્ જ્ઞાનસારજીએ પણ છેલ્લાં બે સ્વરચિત સ્તવનો ઉમેરીને ચોવીસી પૂરી કરી. લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ભરૂચના ભંડારની પ્રતિ નં. ૩૪૬માં ૧૩પમાં પત્ર પર એનો આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : પૂર્વે દોય તેવન આનંદઘને નામના એહમદાવાદના ભંડારમાંહેથી દોય ગ્યાંનવિમલસૂરિ દોય તવન દેવચંદ સંવેગી કૃત દેખીને મારી મતિ તવન રચના કરવાને ઉલ્કસી. શ્રી પાર્શ્વ જિન સ્તવન (શાંતિ જિન ઈક મુજ વિનતી એ દેશી) પાસ જિન તાહરા રૂપનું મુઝ પ્રતિભાસ કિમ હોય રે તુઝ મુઝ સત્તા એકતા અચલ વિમલ અકલ જોય રે, પા૦ ૧. મુઝ પ્રવચન વચન પક્ષથી નિશ્ચર્ય ભેદ ન કોય રે છેલ્લાં બે સ્તવનો 109

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101